ગમે તેવા જુના વાસણોમાં લાગેલી ફૂગ કે ફંગસ થઈ જશે દૂર, સાફ કરો તમારા ઘરમાં રહેલી આ એક વસ્તુથી… ચમકી જશે વાસણ

મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે એક ઉપર એક વાસણ રાખવાથી તેમાં ફૂગ થઇ જતી હોય છે. એટલે સુધી કે ખાવાપીવાની વસ્તુથી લઈને વાસણમાં પણ ફૂગ થવા લાગે છે. જયારે ઘણા લોકો વાસણોને ટોકરીમાં રાખતા હોય છે. પણ ટોકરીમાં વાસણ એક ઉપર એક આવવાથી નીચેના વાસણનો ઉપયોગ બહુ ઓછો થાય છે, તમે જોયું હશે કે વરસાદના અથવા તો ભેજવાળા વાતાવરણમાં વાસણમાં ફૂગ થઇ જતી હોય છે. જો કે વાસણમાં ફૂગ થવાના ઘણા કારણો હોઈ શકે છે. 

ઘણા વખત ઘણા લોકોને એવી આદત હોય છે વાસણમાં ભોજન કરી લીધા પછી તેને લાંબો સમય સુધી બેસીનમાં રહેવા દે છે. આથી તેમાં ફૂગ થવાની સંભાવના વધી જાય છે. જયારે આવા વાસણો બરાબર સાફ ન થવાથી પણ ફૂગ થઇ શકે છે. ચાલો તો આજે અમે તમને એવી થોડી ટીપ્સ વિશે જણાવી દઈએ જેનાથી તમે વાસણમાં રહેલ ફૂગને સાફ કરી શકો.

બેકિંગ સોડાનું મિશ્રણ બનાવો : પહેલા તો તમે જે વાસણમાં ફૂગ થઇ ગઈ છે તે વાસણને અલગ કરી લો. એક વાસણમાં ગરમ પાણી કરો પછી તેમાં એક ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી ડીટરજન્ટ પાવડર મિક્સ કરી લો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધા પછી વાસણ પર તેને છાંટો. થોડા વધુ પ્રમાણમાં પાણીને ગરમ કરો. પણ યાદ રાખો કે પાણી થોડું નવશેકું જ કરવાનું છે, વાસણ પર છાંટી લીધા પછી તેને 20 મિનીટ એમ રહેવા દો. હવે સ્ક્રબરની મદદથી તેને સાફ કરો. 

વિનેગરનો ઉપયોગ કરો : ફૂગની સમસ્યાને વિનેગરની મદદથી સાફ કરી શકાય છે. તેનાથી વાસણની દુર્ગંધ પણ ચાલી જાય છે. આ માટે તમે વિનેગરને એ બધા જ વાસણ પર છાંટો જેમાં ફૂગ થયેલ છે અને પછી તેને થોડીવાર રહેવા દો. હવે એક બાઉલમાં ડીશ વોશ લો અને સ્ક્રબરની મદદથી વાસણને સાફ કરો. સાફ કર્યા પછી વાસણને ટોકરીમાં રાખવા કરતા ખુલ્લા મૂકી દો. ત્યારપછી આ બધા વાસણને થોડી વાર તડકે રહેવા દો.

લેમન પીલ પાવડરનો ઉપયોગ કરો : તમે વાસણમાં જામેલ ફૂગને દુર કરવા માટે વિનેગર અને બેકિંગ સોડા સિવાય એક બીજો સરળ ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. આ માટે તમે લેમન પીલ પાવડર તૈયાર કરો. લીંબુની છાલને તડકે સુકવીને તેનો પાવડર બનાવી એક બોટલમાં સ્ટોર કરી લો. હવે 2 ચમચી લેમન પીલ પાવડર અને 1 ચમચી ડીશ વોશ લીક્વીડ લો. તેને ગરમ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણથી ફૂગ વાળા વાસણ સાફ કરો. જો તમારી પાસે લેમન પીલ નથી તો ચિંતા કરવાની જરૂર નથી આ માટે તમે 7 થી 8 લીંબુની છાલ લો. તેને પાણીમાં નાખો. પાણીને ગેસ પર મુકીને ગરમ કરો. ગરમ થઇ ગયા પછી તેનાથી બધા વાસણ સાફ કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment