આ કૌચ બીજ ઔષધિય ગુણ માટે ખુબજ પ્રખ્યાત છે અને કૌચ બીજએ કપિકાજુ જડીબુટ્ટીનો બીજ છે. આનો છોડ લીગ્યૂમિનસ છે અને તે રાજમા જેવા જ દેખાવમાં લાગે છે. લગભગ આ કૌચ બીજ વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. પરંતુ સ્ત્રીઓમાં કામઇચ્છા અને જાતિય ઇચ્છાને જાગૃત કરવા માટે આ એક સારો વિકલ્પ છે. આ ઔષધિનો લગભગ દરેક ભાગ પોતાના અનોખા ગુણધર્મ માટે જાણીતો છે.
કોચ બીજએ સ્ત્રીઓની માંસપેશીઓ બનાવવા માટે ખુબ જ સારા બીજ છે. કૌચ પાવડર અને તેના ચૂર્ણનું લગભગ આયુર્વેદિક ઔષધિ બનાવવા માટે વધારે ઉપયોગ કરવામાં આવે છે. કૌચ એ એક પ્રોટીન છે, જે સ્ત્રીઑ માટે ખુબજ સંતુલિત આહાર માનવામાં આવે છે. જે પણ સ્ત્રીઓ જિમ જવાનું પસંદ કરે છે, તેના માટે માંસપેશીઓ બનાવવા માટે આ કૌચ ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ કૌચ તેના બોડી ઇંડેક્ષને સારી બનાવે છે, તેથી જ જિમ જવાવાળી સ્ત્રીઓએ આનું સેવન કરવું જોઇએ. આ કૌચમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, જિંક, કોપર, આયર્ન, સોડિયમ જેવા પોષકતત્વો હોય છે. તેથી જે સ્ત્રીને હિમોગ્લોબિનની ખામી છે, તે સ્ત્રીઓ આનું સેવન કરવું જોઇએ.
કૌચ બીજ પાવડરનું સેવન કઈ રીતે કરવું : કૌચ બીજ પાવડરનો ઉપયોગ કરવો એ ખુબ જ સહેલો છે. કૌચ બીજ પાવડરને ગરમ દૂધ અથવા મધની સાથે સેવન કરી શકો છો. દિવસમાં બે વાર ભોજન પછી આનું સેવન કરી શકો છો. જો કે તમે કોઈપણ ખોરાક લો તે પહેલા તમે ડોક્ટરની સલાહ જરૂરથી લો અને જો ખાસ કરીને મહિલા ગર્ભવતી છે, તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.
કૌંચ બીજના ફાયદા અને ઉપયોગ : 1) પાચન માટે : કૌંચના બીજમાં વિટામિન-બી, વિટામીન-સી, આયર્ન, કેલ્શિયમ, બી-કોમ્પલેક્સ, ફાઈબર, પ્રોટીન, એન્ટિઓક્સિડેન્ટ અને ખુબજ લાભકારી સેચ્યુરેટેડ ફેટ હોય છે. સવારે ઉઠીને કૌંચના બીજનું સેવન સારું માનવામાં આવે છે. જો તમે સવારે ઉઠીને દરરોજ નિયમિત રૂપથી કૌંચના બીજનું લાંબા સમય સુધી સેવન કરો છો, તો પેટ અને આંતરડાનું મેટાબોલીજ્મ લેવલ સારું થાય છે.
2) કામેચ્છા વધારે છે : કૌંચના બીજ સ્ત્રીમાં પ્રજનનક્ષમતાને વધારવા માટે જવાબદાર છે. તે સ્ત્રીઓમાં તેમના પ્રજનન અંગોમાં રક્ત પરિભ્રમણમાં વધારો કરીને કામેચ્છાને વધારે છે.
3) ગર્ભાવસ્થામાં ઉપયોગી છે : આ માટે તમે રાતભર કૌંચના બીજને પલાળી રાખો અને પછી તેનું સેવન કરો. તેથી ગર્ભવતી સ્ત્રી છે અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીને ઘણો ફાયદો થાય છે. આમાં રહેલ આયર્ન અને કેલ્શિયમ માતાના દૂધમાં વધારો કરે છે. જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો છે, તેને ઘણીવાર ડિપ્રેશનનો સામનો કરવો પડે છે. તેના ન્યૂરોટ્રાન્સમીટર નિયમન ગુણધર્મ સાથે, તેનો ઉપયોગ ડિપ્રેશનના લક્ષણોનું પુનવરસન કરવા માટે ખુબજ ઉપયોગી છે.
4) ઉર્જાના સ્તરને વધારે છે : આપણાં ભારત દેશમાં લગભગ 3 સ્ત્રી માથી 1 સ્ત્રી એનીમિયાના રોગથી પીડિત છે. જેને તમે આયર્નની ખામીના રૂપથી ઓળખો છો. આ કૌંચ બીજમાં આયર્ન વિપુલ પ્રમાણમાં હોય છે, તેથી જ જે પણ સ્ત્રીમાં હોમોગ્લોબિનની માત્રા ઓછી છે, તે સ્ત્રી માટે આ કૌંચના બીજ ખુબજ ઉપયોગી છે. સાથે જ જે પણ સ્ત્રીને વધારે થાક લાગતો હોય તેના માટે તે વરદાનથી ઓછા નથી, તેથી જ આવી સ્ત્રીઓએ આ બીજોનું જરૂરથી સેવન કરવું જોઇએ.
5) પીડિયડ્સમાં ઉપયોગી છે : પીડિયડ્સ દરમિયાન લગભગ દરેક સ્ત્રીને પેટ ફૂલી જાય છે, સોજો આવી જાય છે અથવા તો અમ્લતાની ભાવના થઈ જાય છે. આવામાં તમે જો તમે કૌંચના બીજનું સેવન કરો છો, તો તમને લાભ થાય છે અને પાચનતંત્ર પણ ઠીક થાય છે અને તમને ઘણી સમસ્યાથી પણ રાહત મળે છે.
બીજની સાઈડ ઇફેક્ટ : કૌંચ બીજના જેટલા ફાયદા છે, તેટલા તેના નુકશાન પણ છે. ઘણા લોકો આનું સેવન કરે છે, તો તેને ઊબકા-ઉલ્ટી, માથામાં દુખાવો અને અનિન્દ્રા જેવી સમસ્યા થઈ શકે છે. જો કે આવું ભાગ્યેજ થતું હોય છે. જો તમને કિડની, લીવર, હૃદય અને ગ્લુકોમા જેવી સમસ્યા છે, તો તમારે આનું સેવન ન કરવું જોઇએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી