આયુર્વેદિક તેલના અનેક ફાયદાઓ છે, જેમ કે આયુર્વેદિક તેલ લગાવવાથી વાળ ખરતા નથી, તમારા વાળ જલ્દી સફેદ થતાં નથી, સ્કેલ્પ ઇન્ફેકશન થતું નથી અને વાળમાં ચમક રહે છે. આ બધા આયુર્વેદિક તેલ લગાવવાના ફાયદાઓ છે, ઘર પર જ આયુર્વેદિક તેલ સહેલાઇથી બની શકે છે. આયુર્વેદિક તેલ નેચરલ હોવાથી વાળને નુકશાન થતું નથી અને તે કેમિકલ ફ્રી હોય છે.
તમે આ તેલને થોડું નવશેકું ગરમ રાખીને માથા પર મસાજ કરી શકો છો, તેથી તમારા વાળ મજબૂત અને કાળા થશે. આ આયુર્વેદિક તેલને તમે ઘણા દિવસો સુધી સ્ટોર પણ કરી શકો છો, જો તમારા ઘરમાં દરરોજ તડકો આવે છે, તો તમે આ તેલને તડકામાં પણ રાખી શકો છો. આ લેખમાં અમે તમને આયુર્વેદિક તેલ બનાવવાની રીત અને તેના ફાયદાઓ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ.
આયુર્વેદિક તેલ બનાવવાની રીત અને સામગ્રી : સંતરાની છાલ નો પાવડર, આંબળાનો પાવડર, શિકાકાઈ, અરીઠા, લીમડાના પાંદડા, નાળીયેર તેલ.
આંબળાનો પાવડર લો અને તેમાં નવશેકું પાણી લઈ તેની પેસ્ટ બનાવો. હવે શિકાકાઈ, સંતરાનો પાવડર અને અરીઠાને નવશેકા પાણીમાં નાખીને પેસ્ટ બનાવી લો. આ બંને મિશ્રણને મિક્સ કરીને એક બાઉલમાં રાખો. હવે એક લોયામાં તેલને ગરમ કરો અને તેમાં આ પેસ્ટને નાખીને હલાવો.
હવે પેસ્ટનનો રંગ બદલાઈ ન જાય ત્યાં સુધી તેલમાં તેને સારી રીતે મિક્સ થઈ જવા દો. હવે ગેસને બંધ કરી દો અને લોયાને ઢાંકી દો, આ તેલને ઠંડુ થવા દો. પછી એક સુતરાઉ કાપડ લો અને એક સાફ બાઉલ લો. હવે સુતરાઉ કાપડ પર તેલ નાખો એટલે કે તેલને કાપડ વડે ગાળી લો. હવે તેલ તૈયાર છે, તમે તેલને વાળ પર લગાવી શકો છો.
આયુર્વેદિક હેયર ઓઇલના ફાયદા : 1) જો તમારા વાળ સમય પહેલા ખરવા લાગે છે, તો તમારે નોર્મલ ઓઇલના સ્થાને આયુર્વેદિક તેલનો ઉપયોગ કરવો જોઇએ. આયુર્વેદિક તેલમાં રહેલ સામગ્રી ને ખાસ વાળ માટે જ શોધવામાં આવી છે અને આ નેચરલ છે. 2) જો તમારા વાળ સમય પહેલા સફેદ થવા લાગ્યા છે, તો તમારે આયુર્વેદિક તેલનો ઉપયોગ કરવો જોઇએ, આમ કરવાથી તમારા વાળ સફેદ થતાં બંધ થઈ જશે.
3) વાળને ચમકદાર અને મજબૂત બનાવવા માટે, તમારે કેમિકલ ફ્રી આયુર્વેદિક તેલનો ઉપયોગ કરવો જોઇએ. 4) જો તમારા સ્કેલ્પમાં ઇન્ફેકશન રહે છે, તો તમારે આયુર્વેદિક તેલનો ઉપયોગ કરવો જોઇએ, આનાથી તમારા વાળ હેલ્દી રહે છે.
હેયર ઓઇલને સ્ટોર કેવી રીતે કરવું : આ તેલની અંદર ઘણી આયુર્વેદિક સામગ્રી હોય છે, જે વાળને નુકશાન થવા દેતા નથી. જો તમારે આ તેલને વધારે હેલ્દી બનાવવું છે, તો આમાં તમે એલોવેરા પલ્પ અને મેથી દાણા પણ નાખી શકો છો. તમે આ તેલ તૈયાર થઈ ગયા પછી એક સાફ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દો.
આ સાથે જ તમે આ તેલને બે અઠવાડીયા સુધી રૂમ ટેમ્પરેચર પર અને ફ્રિજમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ તેલને તમારે જેટલી માત્રામાં જોઇએ છે, તેટલી માત્રામાં જ બનાવો, કારણ કે આમાં પ્રિજ્વેટિવ નાખવામાં આવતું નથી, તેથી તે જલ્દી ખરાબ થઈ જાય છે.
જો તમને ઉપર આપેલ સામગ્રીમાંથી કોઈપણથી એલર્જી છે, તો તમે તેને સ્કીપ કરી શકો છો અને જો તમને વાળથી જોડાયેલ કોઈપણ સમસ્યા છે, તો તમે તમારા ડોકટરની સલાહ લઈને જ તેનો ઉપયોગ કરો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી