મિત્રો, બધાને પોતાની ત્વચા ગોરી બનાવવી છે. અને તે માટે તે અનેક મોઘી કંપનીઓના પ્રોડક્ટ્સ પણ યુઝ કરતા હોય છે. પોતાની ત્વચાને ગૌરી કરવા માટે નતનવા પ્રયોગો લોકો કરતા હોય છે. આપણા દેશમાં પણ ખાસ કરીને જેની સ્કીન શ્યામ છે કે ઘઉંવર્ણ છે, તેઓ પોતાની સ્કીન શ્વેત કરવા માટે અનેક કંપનીની પ્રોડક્ટ વાપરે છે. પરંતુ જે સુંદરતા નેચરલમાં હોય તે સુંદરતા આ ક્રીમોમાં નથી હોતી.
અનેકવિધ કંપનીઓ બજારમાં પોતાની પ્રોડક્ટમાં ક્રીમો, ફેસપેક, મોશ્યોરાઈઝર, સનસ્કીન લોશન, વગેરે બહાર પડે છે. લોકો આ બધી જ પ્રોડક્ટનો ઉપયોગ પોતાની ઘઉંવર્ણ સ્કીન કે કાળી સ્કીનને ગૌરી કરવા યુઝ કરે છે. પણ આજકાલ અશ્વેત લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ એટલો વધી ગયો છે કે આખી દુનિયા શ્વેત કરતી પ્રોડક્ટનો બહિષ્કાર થઈ રહ્યો છે. આમ આ વિરોધ વધી જવાથી ભારતમાં પણ સ્કીનને ગૌરી કરતી પ્રોડક્ટ “ફેર એન્ડ લવલી” માંથી ‘ફેર’ નામ કાઢી નાખવામાં આવશે અને તેની જગ્યા પર બીજું નામ રાખશે. ચાલો તો આ વિષય પર વિગતે ચર્ચા કરીએ.
જાણવા મળતી માહિતી અનુસાર અમેરિકામાં એક અશ્વેત નાગરિકના મૃત્યુ પછી આખી દુનિયામાં રંગભેદ વિરુદ્ધ એક ખુબ મોટું આંદોલન શરૂ થઈ ગયું છે. આમ આ આંદોલનનું આટલું વ્યાપક રૂપ જોઈને હિન્દુસ્તાન યુનીલીવરે સ્કીનને ગૌરી કરતી ક્રીમના નામથી મશહુર પોતાની ફેયરનેસ ક્રીમ ‘ફેર એન્ડ લવલી’ માંથી ‘ફેર’ ને હટાવી દેવાની ઘોષણા કરી છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં પણ લોકોનો ગુસ્સો શ્વેત સ્કીન કરતી પ્રોડક્ટ પર નીકળી રહ્યો છે.
આ સિવાય ‘ફેર એન્ડ લવલી’ની કંપનીએ એવી જાણકારી પણ આપી છે કે, આ ક્રીમને હવે પછી નિર્ણાયકોના નિર્ણય પછી એક નવું નામ આપવામાં આવશે. જ્યારે આવતા થોડા મહિનામાં જ કંપની પોતાની આ પ્રોડક્ટનું નામ બદલી નાખશે. જ્યારે આ કંપનીએ એમ જણાવ્યું છે કે, આ પ્રોડક્ટને સોંદર્યને વ્યાપક રૂપ આપવાના ઈરાદે આ પગલું ભરવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ કંપની બધા જ રંગોને સમાન રૂપ આપવા માટે પ્રતિબદ્ધ હોય છે.
આ ઉપરાંત એવી જાણકારી પણ મળી છે કે, આ કંપનીએ ગયા વર્ષે જ પોતાની ક્રીમનો પ્રચાર કરવાનું ઓછું કરી નાખ્યું છે. એટલે કે આ ક્રીમના લાભથી સ્કીન શ્વેત થાય છે એવો પ્રચાર કરવાનું જ કંપનીએ બંધ કરી દીધું હતું. જ્યારે હવે તેના પ્રચાર તેમાં ચમક, સમાન સ્કીન ટોન, સ્કીન ક્લેરિટી, આદિના નામથી કરવામાં આવતો હતો. આ સિવાય ‘ફેર એન્ડ લવલી’ ના પેકેટ પરથી જે ચહેરાની રંગતનો ફોટો પણ દુર કરી દેવામાં આવ્યો છે.
આ સિવાય જેમ તમે જાણો છો કે અમેરિકાના અશ્વેત જોર્જ ફયોયોર્ડના મૃત્યુ બાદ આખી દુનિયામાં નસ્લીય માનસિકતાને લઈને એક પ્રકારની જંગ ઉભી કરી દીધી છે. આથી જ વિશ્વના ઘણા સ્થળો એ ‘black lives matter’ જેવી ઘટનાઓ જોવા મળી છે. જ્યારે સામાન્ય લોકો તો ઠીક પણ હવે તેમાં સેલિબ્રિટીઓ પણ જોડાઈ રહી છે.
આમ આખી દુનિયામાં અશ્વેત ક્રાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો વિવિધ પ્રકારે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જેમાં વિવિધ ફેયરનેસ ક્રીમની કંપનીઓ પણ સામેલ છે. આમ સ્કીન ગૌરી કરતી ક્રીમની ખરીદી પર તેમજ વહેંચાણ પર રોક લાગી રહી છે. આમ શ્વેતો દ્વારા અશ્વેતોનું જે શોષણ થઈ રહ્યું છે તેના વિરુદ્ધનું આ આંદોલન છે. જેમાં વિશ્વના દરેક દેશો જોડાઈ રહ્યા છે. જે એક ક્રાંતિની શરૂઆત કહી શકાય.