મિત્રો, પીએમ મોદી દ્વારા દેશને નામ સંબોધન કરવામાં આવ્યું હતું, પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક વિષયોને આવરીને તેમણે દેશના લોકોને ઘણી રીતે હિંમત આપી છે. કોરોના સમય ચાલી રહ્યો છે અને રોગચાળો વધી શકે છે. જેના માટે પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. તેમજ બહાર જતી વખતે માસ્ક પહેરવું, લોકો વચ્ચે માર્યાદિત અંતર રાખવું. વગેરે વાતો વડાપ્રધાન મોદીએ કરી. આ સિવાય તેમણે પોતાના સંબોધનમાં ગરીબ લોકોના ઉદ્ધાર માટે પણ ગરીબ કલ્યાણ અન્ન યોજના પણ લંબાવી છે. જેનાથી ગરીબોને ખુબ ફાયદો થશે.
આ યોજના હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે, સરકારી રાશનની દુકાન પર જે રાશન મળે છે તે હવે નવેમ્બર મહિના સુધી મળશે, તેમજ એકદમ ફ્રી માં મળશે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહિ આવે. આ યોજનાનો લાભ દેશની 20 કરોડ જનતાને થશે. ચાલો તો આ મુદ્દે વિસ્તુત ચર્ચા કરીએ. આ વિશે વાત કરીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એવી ઘોષણા કરી કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના હવે નવેમ્બર સુધી લંબાવામાં આવી છે. એટલે કે ગરીબોને હવે નવેમ્બર સુધી અનાજ ફ્રી માં મળશે. આ સિવાય તેના ખર્ચની વાત કરીએ તો આ યોજના પાછળ લગભગ 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત PM મોદીજીએ એમ કહ્યું કે હવે વર્ષાકાળ શરૂ થશે એટલે કે તહેવારોના દિવસો પણ વધુ આવશે. જેના કારણે લોકોની જરૂરિયાત પણ વધશે. તેથી આ યોજનાને લંબાવામાં આવી છે. જ્યારે અમે તમને જણાવી દઈએ કે આ યોજનાથી દેશની કુલ 20 કરોડ જનસંખ્યાને તેનો સીધો જ લાભ મળશે.
આ સિવાય PM મોદીએ એવું પણ કહ્યું કે, આપણે આપણી ઈકોનોમી બદલવાની છે, તેને આગળ કરવાની છે. આપણે આત્મ નિર્ભર બનવાનું છે. તે માટે આપણે રાત દિવસ એક કરવા પડશે. આપણે દેશના લોકોએ હળીમળીને આગળ વધવાનું છે. હવે આપણે દેશમાં ‘લોકલ થી વોકલ’ બનવાનું છે. જો આ સંકલ્પ સાથે ભારત આગળ વધશે તો તો સફળતા જરૂર મળશે. આ સંકલ્પ સાથે આગળ વધવું તે જ આપણું ધ્યેય હોવું જોઈએ.
જો ગરીબો સુધી અનાજ પહોંચે છે તેના માટે બે લોકોને ધન્યવાદ માનવો જોઈએ, એક તો ભારતીય ખેડૂત અને બીજા કર્મચારીઓ જે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. હવે આખા ભારત માટે એક જ રાશન કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યા પરથી પોતાનું રાશન મેળવી શકશે. જેમ કે PM મોદીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે લગભગ 90 હજાર કરોડનો ખર્ચ થશે અને જો તેમાં આગળના ત્રણ મહિના ઉમેરીએ તો આ ખર્ચ લગભગ દોઢ લાખ કરોડ જેટલો થઈ જશે. હવે તહેવારના દિવસો આવશે આથી લોકોની જરૂરિયાત વધશે માટે દિવાળી સુધીના બધા જ તહેવારોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આપણી આ યોજનાની વધુ ઊંડાણથી વાત કરીએ તો તેમાં અમેરિકા કુલ જનસંખ્યા કરતા અઢી ગણા લોકો, બ્રિટેનની કુલ જનસંખ્યા ના 12 ગણા લોકો, યુરોપિયનની જનસંખ્યા કરતા બે ગણા લોકોને આપણી સરકારે અનાજ પૂરું પાડ્યું છે. અને સૌથી આશ્ચર્ય ઉત્પન્ન કરતી વાત એ છે કે કોરોના સામે લડતા ભારતે 80 કરોડ લોકોને 3 મહિનાનું રાશન એટલે કે એક પરિવાર દીઠ દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં કે ચોખા મફતમાં મળ્યા છે.
આ સિવાય ગયા ત્રણ મહિનાની અંદર જનધન ખાતા માંથી લગભગ 31 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારે 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. આ લોકડાઉન દરમિયાન આપણી કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, તેમજ સિવિલ સોસાયટી દ્વારા કોઈ પણ ગરીબ ભૂખ્યો ન રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
હવે લોકડાઉન પૂરું થઈ ગયા પછી પણ કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દરે ધ્યાન રાખવાનું છે કે કોરોનાનો કહેર વધે નહિ. આપણે પણ સાવધાની રાખવાની જરૂર છે. એ વાત સાચી કે ભારતમાં કોરોનાથી થતા મૃત્યુમાં અન્ય દેશોની તુલનામાં ખુબ ઓછા મૃત્યુ થયા છે. આ સિવાય હવે આપણે અનલોક-2 માં પ્રવેશી ગયા છીએ તેમજ એવી ઋતુનું પણ આગમન થઈ રહ્યું છે જેમાં રોગચાળો વધુ ફેલાઈ છે. તેથી સાવધાની રાખવી તે દરેક વ્યક્તિની ફરજ છે.