મોટર રેસરથી રેની ગ્રેસીએ કેમ બનવું પડ્યું પોર્ન સ્ટાર? આ પાછળનો જાતે કર્યો આ મોટો ખુલાસો!

રમત જગતમાં જોઇએ એવી સફળતા ન મેળવતા ઘણાં ખેલાડીઓ હતાશ થઇ જતા હોય છે. આ હતાશાને કારણે તે ઘણી વાર આર્થિક મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે, કેટલાક લોકો આવો રસ્તો પસંદ કરે છે, જેના કારણે તેઓએ પોતાના વિરોધનો સામનો જીવનભર કરવો પડે છે. બરાબર આ સમયે તે પૂર્વ ઓસ્ટ્રેલિયન મોટરકાર રેસર રેની ગ્રેસી સાથે થઈ રહ્યું છે.

એક સમયે પોતાની પ્રતિભા અને ગ્લેમરને કારણે મોટર રેસીંગની દુનિયામાં ચર્ચામાં રહેનારી રેની ગ્રેસી ખુબ જ ભયંકર મુશ્કેલીમાં આવી ગઈ હતી. ખુબ જ વિષમ આર્થિક મુશ્કેલીઓ માંથી બહાર નીકળવા માટે રેની ગ્રેસીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પસંદ કર્યું હતું. આપણે ત્યાં પણ ઘણી વાર લોકોનું પ્રોફેશન કંઈક અલગ હોય અને કામ પણ કંઈક અલગ કરવું પડતું હોય છે. તેનું મુખ્ય કારણ છે આર્થિક સમસ્યાઓ. તો તેવું રેની ગ્રેસી સાથે પણ થયું હતું. પરંતુ ગ્રેસીએ પોર્ન ઇન્ડસ્ટ્રી જોઈન કરવી પડી. જે ખુબ જ આશ્વર્યજનક વાત છે.

રેની પોર્ન સ્ટાર બની તેની પાછળ એટલા માટે હેરાની થઈ રહી છે કે, થોડા વર્ષો પહેલાં જ તે ઓસ્ટ્રેલિયાની ફુલ ટાઇમ મહિલા સુપરકાર ડ્રાઇવર બની હતી. તેણે ઘણી બધી રેસિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ઘણા બધા મોડેલિંગ કોન્ટ્રાક્ટ પણ તેને મળ્યા હતા. પરંતુ સમયની સાથે સાથે તેના હાથમાંથી બધી છુટવા લાગ્યું હતું. ધીમે ધીમે તે આર્થિક સંકટમાં આવી ગઈ હતી.

રેની ગ્રેસીના પોર્ન સ્ટાર બનવા પર તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે રેનીને તેનાથી કોઈ પણ પ્રકારનો ડર નથી. પોતાના વિરોધ પર રેનીનું કહેવું છે કે, ‘એ લોકોનું કામ જ વિરોધ કરવાનું છે. કેમ કે હું જે કામ કરું છું તેનાથી મારા માતા-પિતાને પણ મુશ્કેલી નથી, તો પછી આ દુનિયાને શા માટે તકલીફ છે?’ રેનીનું કહેવું છે કે કોઈ શું કહે છે તેનાથી તેને કોઈ મતલબ નથી.રેનીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘મારો વિશ્વાસ કરો, મારા પિતા આ વિશે જાણે છે અને તે મને સપોર્ટ પણ કરે છે. અત્યારે અમારા પર જે આર્થિક સંકટ આવી પડ્યું છે તેના કારણે હું આ કામ કરી રહી છું, અને તેથી જ મારા પિતાને પણ મારા પર ગર્વ છે.’ ટૂંકમાં આર્થિક સંકટ સામે લડવા માટે રેની ગ્રેસીએ આવું કદમ ઉઠાવ્યું છે.

Leave a Comment