મિત્રો તમે પોતાના ખોરાકમાં મીઠાનો ઉપયોગ કરતા હશો. પણ આ મીઠાના ઘણા એવા ફાયદા પણ છે કે, જેનાથી તમે પોતાનો થાક પણ દુર કરી શકો છો. આ સિવાય તેના બીજા પણ ઘણા ફાયદા છે. મીઠું એ ખોરાકમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે એ તો તમે જાણો છો. પણ આ સિવાય મીઠાના અન્ય ફાયદાઓ પણ છે, જેના વિશે મોટાભાગના લોકો નહિ જાણતા હોય. ચાલો તો આ ફાયદાઓ વિશે વધુ જાણી લઈએ.
મિત્રો તમને જણાવી દઈએ કે સિંધાલુણ મીઠું, જેનો ઉપયોગ ભારતીય રસોઈ ઘરમાં વર્ષોથી ચાલ્યો આવે છે. જો કે, આ મીઠાનો ઉપયોગ વ્રત અને તહેવારમાં વધુ થાય છે. કારણ કે આ મીઠાને દરિયાઈ મીઠા કરતા વધુ પવિત્ર માનવામાં આવે છે. જો કે આજે સિંધાલુણ મીઠું પોતાના ગુણોને કારણે વધુ ચર્ચામાં છે. તે સ્વાદ સાથે ઘણી બીમારીઓમાં પણ દુર થાય છે.
સિંધાલુણ મીઠું એ હિમાલયન સોલ્ટના નામે પણ ઓળખાય છે. આછા ગુલાબી રંગના આ મીઠામાં એવા ઘણા ગુણો રહેલા છે, જે સામાન્ય મીઠાની તુલનામાં ખુબ જ ફાયદાકારક છે. હિમાલયન સોલ્ટમાં પોતાના પગ પલાળી રાખવાથી તમે ઘણા પ્રકારની પરેશાનીથી બચી શકો છો. તેનાથી દુઃખાવાની સમસ્યાથી લઈને તનાવ જેવી સમસ્યા પણ દુર થાય છે.સિંધાલુણ મીઠાનો ઉપયોગ તમે રસોઈ બનાવવાથી લઈને સ્નાન કરવમાં પણ કરી શકો છો. કારણ કે તેમાં નેચરલ પેઇનકિલર હોય છે. તે ખુબ સહેલાઈથી શરીરના દર્દને ઓછું કરે છે. આ કારણે જ ઘણા લોકો સ્નાનના પાણીમાં સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરે છે. જો કે દરરોજ તેનો ઉપયોગ ઘણું નુકસાન કરી શકે છે. તેથી તેનો પ્રયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવો જોઈએ.
આમ તમે આખા દિવસના થાક ઉતારવા માટે તમે હિમાલયન સોલ્ટનો ઉપયોગ માત્ર અડધી કલાક આ મીઠાના પાણીમાં પગ પલાળીને કરી શકો છો. આ ઉપાય કરવાથી થાકથી લઈને દર્દ અને તણાવ જેવી સમસ્યા પણ આ પ્રયોગથી દુર થઈ જાય છે.
હિમાલયન સોલ્ટ ક્યાંથી આવે છે ? : ભારતમાં સામાન્ય રીતે હિમાલયન સોલ્ટ પાકિસ્તાનથી આવે છે. જો કે ભારતમાં તો તેનો ઉપયોગ સદીયોથી થઈ રહ્યો છે. પણ તે પાકિસ્તાનમાં હિમાલયની તળેટીમાંથી આવે છે. જે ખેવડા નામની ખદાનમાંથી આવે છે. હિમાલયન સોલ્ટ પોટેશિયમ અને મૅગ્નેશિયમ જેવા ખનીજોનો ભંડાર છે. જેને કારણે તેની માંગ વધી રહી છે. તેના ઘણા ફાયદા છે જે અનેક બીમારીને દુર કરે છે.બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે : હિમાલયન સોલ્ટમાં મિનરલ્સ હોવાથી તે માંસપેશીઓની એથનને દુર કરે છે, અને બ્લડ સર્ક્યુલેશનને બરાબર કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ખોરાકમાં તેનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે. જેના કારણે હાર્ટ સંબંધી પરેશાની દુર થાય છે.
તણાવથી મુક્તિ : જો તમે તણાવથી સમસ્યાથી પરેશાન છો અને પોતાને સંતુલિત કરવાની કોશિશ કરી રહ્યા છો તો સિંધાલુણ મીઠું તેમાં ખુબ મદદ કરે છે. તેમાં રહેલ મેલાટોનીન અને સેરોટોનીન હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે. અને મસ્તિષ્કમાં થતી ઊથલપાથલ નિયંત્રિત કરે છે જેના કારણે તણાવથી સમસ્યા દુર થાય છે.
ત્વચાની નમી બનાવી રાખે છે : જો તમે હિમાલયન સોલ્ટથી પોતાની સ્કીન પગની સુંદરતા બનાવી રાખવા માંગો છો તો 15 થી 20 મિનીટ માટે સિંધાલુણ મીઠામાં પોતાના પગ પલાળી રાખો. આ માટે અડધું ટબ ગરમ પાણી લો, તેમાં એક ચમચી સિંધાલુણ મીઠું નાખો અને તેમાં પગ પલાળી રાખો. તેનાથી પગની ડેડ સ્કીન અલગ થઈ જશે અને ફાટેલી પાની, ડ્રાય સ્કીનથી છુટકારો મળશે. સાથે સ્કીનમાં નમી પણ આવશે.દુઃખાવામાં રાહત આપે છે : જો તમારા પગની માંસપેશીયઓમાં એથનની તકલીફ છે અથવા ઢીંચણ અને પાનીની આસપાસ દર્દ છે તો સિંધાલુણ મીઠામાં પગ પલાળીને રાખો. જે ઘણો ફાયદો આપે છે. દરરોજ થતા દર્દથી છુટકારો મળશે.
હાડકાઓને મજબુત બનાવે છે : સિંધાલુણ મીઠું હાડકાઓને મજબુત બનાવે છે. સિંધાલુણ મીઠામાં રહેલ મૅગ્નેશિયમને કેલ્શિયમ તમારા હાડકાઓને મજબુત બનાવે છે. જો તમે સાંધાનો દુઃખાવો હોય તો સિંધાલુણ મીઠામાં પગ પલાળીને રાખવાથી ઘણો ફાયદો થાય છે.
અનિદ્રાને દુર કરે છે : જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો તેના માટે સિંધાલુણ મીઠામાં પગ પલાળી રાખવાથી અનિદ્રામાં ઘણી રાહત મળે છે.
મેટાબોલીઝમને બરાબર કરે છે : સિંધાલુણ મીઠામાં પગ પલાળી રાખવાથી ત્વચાની દેખભાળની સાથે મેટાબોલીઝમને પણ બરાબર કરે છે. કારણ કે આ પ્રક્રિયાથી શરીર અને મસ્તિષ્ક બંનેને આરામ મળે છે. જેનો મેટાબોલીઝમ પર પણ સારો પ્રભાવ પડે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી