ચાર મોટા શહેરો માટે રાત્રી કર્ફ્યુંને લઈને આવ્યા મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ જાહેર કર્યું મોટું એલાન…

જેમ કે મિત્રો તમે જાણો છો તેમ ગુજરાતના ઘણા મોટા શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યુ ચાલુ છે. જેમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ રહે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વગેરેમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. આમ રાત્રી કર્ફ્યુથી ઘણા લોકને હેરાનગતિ થઈ રહી છે. એવામાં રાત્રી કર્ફ્યુને લઈને નવા સમાચાર આવી રહ્યા છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

મિત્રો તમે જાણો છો કે કોરોના મહામારીથી બચવા માટે ગુજરાતમાં ઘણા મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ કરવામાં આવ્યું હતું. પણ હાલ જાણવા મળતી માહિતી મુજબ CM વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યુને લઈને એક મોટી જાહેરાત કરી છે. 15 દિવસ સુધી એટલે કે 31 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના લોકોને રાત્રી કર્ફ્યુને લઈને જે સવાલો હતા તેનો હવે અંત આવ્યો છે.

જો કે લોકોને એવી આશા હતી કે ઉત્તરાયણ પછી રાત્રી કર્ફ્યુ પૂરું થઈ જાય એમ હતું. કોરોનાના ઘટતા કેસોને લઈને તેમજ વેક્સીનેશનને લઈને લોકોને એવી આશા હતી કે હવે રાત્રી કર્ફ્યુ પૂરું થઈ જશે, પણ મુખ્યમંત્રીએ જામનગર ખાતે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું ,કે હાલ તો સરકાર રાત્રી કર્ફ્યુ ને લઈને કોઈ ઢીલ નથી મુકવા માંગતી.ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ થયાવત રહેશે. પણ ઉત્તરાયણ પછી રાત્રી કર્ફ્યુ નહિ રહે એવી આશા લોકોને હતી. આમ અગાઉ કોરોનાના વાયરસની સ્થિતિ જોતા સરકાર 11 વાગ્યા સુધીની છૂટ આપી શકે તેમ છે. જો કે CM રૂપાણીનો નિર્ણય આવી ગયો છે કે જે નિયમ હતો તે યથાવત રહેશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દિવાળી પછી કોરોના કેસમાં વધારો થવાથી ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો નિયમ લાદવામાં આવ્યો હતો. તેમજ હાલ ગુજરાતમાં રસીકરણનો આરંભ થવા જઈ રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment