આવા લોકો માટે દૂધ હોય છે ઝેર સમાન, જો પીવે તો ફાયદાના બદલે થાય છે મોટું નુકશાન….

મિત્રો તમે દૂધ તો પીતા જ હશો, અને પીવું પણ જોઈએ. કારણ કે દૂધમાંથી આપણને ઘણા વિટામિન મળે છે. ખાસ કરીને વિટામિન ડી, કેલ્શિયમ ભરપુર માત્રામાં મળે છે. પણ શું તમને લોકોને ખબર છે કે, ઘણા એવા લોકો પણ છે જેમણે માટે દૂધ એક ધીમા ઝેર જેવું કામ કરે છે. આથી આવા લોકો સાવચેતી રાખવી ખુબ જરૂરી છે. ચાલો તો જાણીએ કેવા લોકોએ દૂધ પીવામાં ધ્યાન રાખવું જોઈએ.

આપણે બધા જાણીએ છીએ કે, દૂધ પીવું તંદુરસ્તી માટે ખુબ સારું છે. કારણ કે તે શરીરમાં જરૂરી બધા જ આવશ્યક પોષક તત્વોની કમી પૂરી કરે છે. તેમજ દરેક કામ કરવા માટે તે પુરતી શક્તિ આપે છે. જેમ કે આપણા વાળ, ત્વચા અને આપણા બોન્સ એટલે કે આપણા હાડકા મજબુત કરવા માટે દૂધ પીવું ખુબ જરૂરી છે. પણ ઘણા એવા લોકો પણ છે જેમને માટે દૂધ એ ધીમા ઝેર જેવું કામ કરે છે.

આમ તમને જણાવી દઈએ કે, એ લોકો દૂધ પીવાથી બચવું જોઈએ જેમને ફેટી લીવરથી પરેશાની હોય. ફેટી લીવરને કારણે તે લોકોને દૂધનું પાચન કરવામાં તકલીફ થાય છે. આ સાથે જે દૂધ પીવાથી તેમને લીવરમાં સોજો અને ફેટ બંનેમાં વધારો થાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે, દૂધમાં પ્રોટીન ભરપુર હોય છે, આમ ફેટી લીવરના લોકોને દૂધનું સેવન કરવું પ્રોટીનના સેવનથી તેના લીવરની તંદુરસ્તી વધુ ખરાબ થાય છે.દૂધ પીવાથી વધી જાય છે આ સમસ્યા : ફેટી લીવરમાં લોકોને લીવર પર ફેટ જમા થાય છે, સોજો આવે છે અથવા ફાઈબ્રોઈડસ થવાની સમસ્યા થઈ શકે છે. આ બધી સમસ્યા ત્યારે વધી જાય છે, જ્યારે પીડિત વ્યક્તિ પ્રોટીન યુક્ત ખોરાકનું સેવન કરે છે અને દૂધ એ તો પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આથી ફેટી લીવરથી પીડિત વ્યક્તિને દૂધ તેમજ તેનાથી બનેલ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ.

જો કે ફેટી લીવરની તકલીફ વાળા લોકો દહીં અને છાશનું સેવન સીમિત માત્રામાં કરી શકે છે. આમ છાશમાં હિંગ અને જીરાનો વઘાર કરીને તેનું સેવન કરવાથી તે લોકોને વધુ લાભ થાય છે. કારણ કે તેનાથી તેમારા લીવરની અવશોષણની ક્ષમતા વધારવામાં મદદ મળે છે.શું છે ફેટી લીવર ? : આ ફેટી લીવરની સમસ્યા એ એક રૂપે ડીસઓર્ડર હોય છે. આમાં વ્યક્તિના લીવર પર વધુ પ્રમાણમાં ફેટ અથવા વસા જમા થઈ જાય છે. જેના કારણે લીવર બરાબર કામ નથી કરતું અને લીવરના કામ કરવાની ગતિ ધીમી થઈ જાય છે. જેની અસર આખા શરીરના મેટાબોલીઝમ પર પડે છે.

આમ જે લોકોને ફેટી લીવરની તકલીફ હોય છે તેમનું પેટ અક્સર ખરાબ રહે છે. એવું એટલા માટે થાય છે કારણ કે ભોજન કરતી વખતે આ લોકોને યોગ્ય સમયે પેટ ભરાઈ ગયાનું સિગ્નલ નથી મળતું. આથી જ લોકો પોતાની ભૂખથી વધુ ખાઈ લે છે. તેનાથી પેટ ભારે થવું, ગેસ, અપચો, આળસ, થાક અને વજન વધવાની કે ઘટવા જેવી સમસ્યા થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment