જાણો વિધવા સહાય યોજના અંતર્ગત મળી શકે છે રૂપિયા 20,000 સુધીનો લાભ જાણો તેની પ્રક્રિયા અને શરતો…
મિત્રો આજે અમે ખુબ જ મહત્વના ટોપિક પર વાત કરવા જઇ રહ્યા છીએ જે બહેનો વિધવા છે એટલે કે જેમના પતિ મૃત્યુ પામ્યા છે અને તેમણે બીજા લગ્ન કર્યા ન હોય તેવા બહેનો માટે ખુબ જ ફાયદાની વાત છે. જો મિત્રો તમને આ યોજના લાગુ ન પડતી હોય તો પણ આ માહિતી વાંચજો. કારણ કે જો કોઈ આપણી આસપાસ કોઈ જરૂરીયાત વાળા લોકો હોય તેને મદદરૂપ થઇ શકે છે.
સમગ્ર ભારતમાં આ યોજના લાગુ કરી છે. આ યોજના વિશે ઘણા લોકોને ખબર હોય છે પરંતુ તેની કોઈ સાચી માહિતી નથી હોતી. તેની પ્રક્રિયા ખબર નથી હોતી. તો તે દ્રષ્ટિકોણથી જોઈએ તો ખુબ જ જરૂરી છે આ માહિતી. તો ચાલો જાણીએ કે તેમાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઇશે અને ક્યાં તમારે તેની અરજી કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે પહેલા આ રકમ વાર્ષિક 10,000 જ હતી પરંતુ હવે વાર્ષિક 20,000 થઇ ગઈ છે.
આપણે પહેલા તેમાં જે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઈએ તેના વિશે જાણી લઈએ. તેમાં પતિનો મરણ દાખલો, પતિનું આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ તથા તેમની જન્મ તારીખનો દાખલો અથવા સ્કુલ લીવીંગ સર્ટી. ત્યાર બાદ જે વિધવા મહિલા છે તેના પુરાવાની વાત કરીએ તો વિધવા મહિલાનો જન્મનો દાખલો અથવા સ્કુલ લીવીંગ સર્ટી તથા આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને બે નાના કલર ફોટા. તેમજ જાતિનો દાખલો અને બીજા લગ્ન ન કર્યા હોય તેનું સોગંદ નામું મામલતદાર અથવા નોટરી ત્યાં કરાવવાનું. આ ઉપરાંત બાળકોના જન્મ દાખલા અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ. આટલા પુરાવાની જરૂર રહેશે.
હવે વાત કરીએ કે તે સહાય મેળવવા માટે ક્યાં જવાનું રહેશે. વિધવા સહાય માટેનું ફોર્મ તમને મામલતદાર કચેરીમાંથી વિના મુલ્યે મળી જશે. આ સહાય માટે જો વિધવાને 21 વર્ષની ઉમરથી મોટો પુત્ર હોય તો તે વિધવા સહાય મળવા પાત્ર નથી અને જો વિધવા મહિલાને માત્ર દીકરીઓ હોય તો તેની ઉમર માર્યાદાઓ નથી. ગમે તેટલી ઉમર હોય દીકરીને આ સહાય મળવા પાત્ર રહેશે.
આ ઉપરાંત જો વિધવાનું કુટુંબ BPL કાર્ડ ધરાવતી હોય તો તેને સંકટ મોચન સહાય પેટે પણ 20,000 રૂપિયા પહેલી વખત મળશે અને તે પણ સરકાર દ્વારા. તેના માટેના ડોક્યુમેન્ટ પણ આગળ જણાવ્યા મુજબ રહેશે. પરંતુ તમારે બધા ડોક્યુમેન્ટ્સ બે બે જોઇશે એક સંકટમોચન માટે અને એક વિધવા સહાય માટે.
આ ફોર્મ ભરીને પુરાવા જોડીને બંને ફાઈલો મામલતદાર વહીવટી શાખાની ઓફિસે આપવાની રહેશે અને એક અગત્યની વાત કે બંને ફાઈલોમાં બેન્કની પાસબુકની ઝેરોક્ષ જોડવાની રહેશે. ફોર્મ અને પુરાવા આપ્યા બાદ આ યોજનાનો લાભ લાભાર્થીને 30 દિવસ મળવા પાત્ર હોય છે. અને જો ન મળે તો મામલતદાર કચેરીએ જઈને તેમને ફરિયાદ કરવી જેથી તે પ્રક્રિયા આગળ ન વધી હોય તો વધારે.
ફોર્મને વહીવટી શાખામાં આપ્યા બાદ તેની સાથે બેંક ખાતાની પાસબુક પણ આપવાની રહેશે. કેમ કે વિધવા સહાયની જે રકમ આવશે તે સીધી બેંક ખાતામાં જ જમા થશે. ફોર્મ આપ્યાના એક જ મહિનામાં આ સેવા શરૂ થઇ જાય છે. પરંતુ એક ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું કે પૈસા આવે એટલે તેને તરત ઉપાડી લેવા. જો ઉપાડવામાં ન આવે તો બે થી ત્રણ મહિનામાં સેવા બંધ પણ થઇ શકે છે.
તો આ આર્ટિકલને બને એટલો શેર કરો અને વિધવા મહિલા હોય તેને આ જાણકરી ખાસ આપો. જેનાથી જરૂરિયાત વાળા લોકોને આ યોજનાનો લાભ મળીએ રહે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
I have also gone through your other posts too and they are also very much appreciate able and I’m just waiting
for your next update to come as I like all your posts.