🧘♀️ મિત્રો દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે તેની બોડી એકદમ શેપમાં હોય અને ખાસ કરીને સ્ત્રીઓ તો એવું જ ઇચ્છતી હોય છે કે તેનું ફિગર કરીના, શિલ્પા કે કેટ જેવું ફીટ એન્ડ સ્લીમ હોય. પરંતુ આજના સમયનું બેઠાડું જીવન અને અસંતુલિત આહાર તેમજ ફાસ્ટફૂડના કારણે શરીર બેડોળ બનતુ જાય છે. પરંતુ મિત્રો આજે અમે તમારા માટે ખુબ જ જરૂરી માહિતી લઈને આવ્યા છીએ જે તમારી બોડી શેપમાં લાવશે.
🧘♀️ મિત્રો આજે અમે તમને અમુક એવા અસરકારક યોગા વિશે જણાવશું કે જેને માત્ર 15 દિવસ કરવાથી જ તમારું બોડી પરફેક્ટ થઇ જશે. તેની સાથે સાથે શારીરિક રીતે તે તમને મજબુત બનાવશે અને મનને શાંત બનાવશે. તો ચાલો જાણીએ તે ક્યાં આસન છે. થોડી મહેનત લાગશે પરંતુ મિત્રો પરિણામ 100% આવશે.
🧘♀️ મકર અધોમુખ શ્વાનાસન. 🧘♀️આ આસન આપણા શરીરની મુખ્ય માંસપેશીઓ માટે ખુબ જ અસરકારક હોય છે. આ આસાન ખાસ કરીને શરીરના ઉપરના ભાગને વધારે અસર કરે છે. જેમ કે ખભા અને પીઠ પર. આ આસન ખભાની મસલ્સને ખોલે છે અને ખભાને મજબુત બનાવે છે. તે કરોડરજ્જુ પગ અને હાથને લચીલા અને મજબુત પણ બનાવે છે.
🧘♀️ પરીવ્રતા ઉત્કટાસન. 🧘♀️આ આસાનથી વધારાની ચરબી દુર થાય છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. ભૂખ વધારે છે તેમજ પગને એક ટોન આપી શક્તિશાળી બનાવે છે. શરીરની માંસપેશીઓ મજબુત કરવાની સાથે સાથે તે શરીરની ચરબી પણ ઘટાડે છે અને બોડીને એક સારો શેપ પણ આપે છે.
🧘♀️ સલભાસન. 🧘♀️આ આસન વજન ઘટાડે છે. કમર અને પેટની ચરબીને દુર કરે છે. તે સાથે પાચનતંત્રને પણ સુધારે છે. તેમજ પેટના અંગોને મજબુત બનાવે છે. શરીરનું લચીલાપણું વધારે છે તેમજ ઘણી બધી સમસ્યાઓને દુર રાખે છે. તેનાથી રક્ત સંચાર સુધરે છે જેના કારણે સ્કીન ગ્લો કરે છે.
🧘♀️ પૂર્વતાનાસન 🧘♀️આ આસન કરવાથી શરીરનો વજન હાથ પર આવે છે તેથી હાથ મજબુત બને છે. શ્વાસની પ્રક્રિયામાં સુધાર આવે છે. તેનાથી આંતરડા અને પેટના અંગોમાં ખેંચાણ ઉદ્દભવે છે. જેના કારણે તે મજબુત બને છે અને શરીરમાં લચીલાપણું પણ વધે છે.
🧘♀️ ચતુરંગ દંડાસન 🧘♀️આ આસન સૂર્ય નમસ્કારનું એક મહત્વનું આસન છે. તે કાંડાઓને શક્તિ પ્રદાન કરે છે તેમજ તેમાં સાથે સાથે લચીલાપણું પણ લાવે છે. તેમજ હાથના સંતુલન માટે ખુબ જ લાભદાયી રહે છે. રોજે આ આસન કરવાથી પેટની ચરબી ખતમ થાય છે. એબ્સ ટાઈટ થાય છે જેના કારણે પેટ એકદમ સ્લીમ અને ફીટ દેખાય છે. તેમજ આ આસન પીઠના દુખાવામાં પણ રાહત આપે છે.
🧘♀️ ચક્રાસન 🧘♀️ આ આસન કરવાથી રક્ત પ્રવાહ ઝડપથી થાય છે. તેનાથી કરોડરજ્જુ મજબુત બને છે તેમજ કમર, પેટ અને હીપ્સની વધારાની ચરબી ઓછી કરે છે. તેમજ કમરને પાતળી કરે છે. ફેફ્સાઓ માટે પણ ખુબ ફાયદાકારક છે આ આસન. તેમજ માંસપેશીઓ મજબુત બને છે. આ ઉપરાંત શરીરની લંબાઈ વધવામાં પણ મદદ મળે છે. એટલું જ નહિ પરંતુ આ આસન શારીરિક થાક, માથાનો દુઃખાવો, કમરનો દુઃખાવો તથા આંતરિક અંગોમાં થતા દુખાવાથી મુક્તિ અપાવે છે, પાચનશક્તિ મજબુત બને છે. તેમજ આ આસન નિયમિત કરવાથી વૃદ્ધાવસ્થામાં પણ પીઠ વાંકી નથી વળતી તેમજ શારીરિક સ્ફૂર્તિ રહે છે.
🧘♀️ કપાલભાતિ પ્રાણાયામ 🧘♀️ ત્યાર બાદ સૌથી છેલ્લું આસન છે કપાલભાતી પ્રાણાયામ. જો તેને એકદમ સાચી રીતે નિયમિત કરવામાં આવે તો શરીરની માંસપેશીઓ વધારે સક્રિય બને છે, તેમજ શરીરના બધા ટોક્સીન બહાર નીકળી જાય છે, તેમજ વધારાની ચરબી ઘટી જાય છે, આંખ નીચેના કાળા કુંડાળાને પણ દુર કરે છે, સ્મરણશક્તિ વધે છે તેમજ દિમાગ તેજ થાય છે અને ચહેરા પર નવી આભા આવે છે.
🧘♀️ આ આસન જો નિયમિત સવારે કરવામાં આવે તો માત્ર 15 જ દિવસમાં બોડી એકદમ શેપમાં આવી જશે. પરંતુ મિત્રો ઉપર જણાવેલા આસન યોગ્ય રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવા ખુબ જરૂરી છે. માટે તેને કરતા પહેલા તેને કંઈ રીતે કરવું તે ખુબ જરૂરી બની જાય છે. જો તમારે તે જાણવું હોય તો કોમેન્ટ અવશ્ય કરજો જેથી અમે આગળની વધારાની માહિતી તમારા સુધી પહોચાડી શકીએ.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very interested and useful information please post such type of information regularly
Very helful & interested information
Very helpful and very good