👨⚕️ પાંચ એવી વ્યક્તિ જેને હાર્ટએટેક આવવાની સંભાવના હોય છે સૌથી વધારે…. જાણો તે વ્યક્તિઓ વિશે…. 👨⚕️
👨⚕️ મિત્રો આજના સમયમાં મુખ્યત્વે લોકો હાર્ટએટેકને કારણે મૃત્યુ પામી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કેવા લોકોને હાર્ટએટેક આવવાની સંભાવના વધુ હોય છે. તો આજે અમે તમને એવા પાંચ વ્યક્તિઓ વિશે જણાવીશું જેમને હાર્ટએટેકની સંભાવના વધુ હોય છે.
👨⚕️ સૌપ્રથમ તો વધુ ઉંમરના વ્યક્તિને હાર્ટએટેક આવવાની સંભાવના હોય છે. તેમાં પુરુષોને 45 ની ઉમર પછી હાર્ટએટેક આવવાની સંભાવના વધી જાય છે અને મહિલાઓમાં 55 ની ઉમર પછી હાર્ટએટેક આવવાની સંભાવના વધે છે અને જેમ જેમ ઉંમર વધે છે તેમ આ હાર્ટએટેકની સમસ્યા પણ વધતી જાય છે.
👨⚕️ મિત્રો તમાકુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. હાર્ટએટેકની બાબતમાં પણ તેમજ છે. કોઈપણ પ્રકારે તમાકુનું સેવન કરવામાં આવે તો હાર્ટએટેક આવી શકે છે. તેમાં સિગારેટ પીવી એ મુખ્ય છે. જો લાંબા સમય સુધી સિગારેટ પીવામાં આવે તો હાર્ટએટેકની સંભાવના ખુબ જ વધી જાય છે. સિગારેટ પીવાથી તમારી રક્ત નલિકાઓ પાતળી થાય છે અને તેમાં બેડકોલેસ્ટ્રોલ વધે છે જેથી તમને હાર્ટએટેક આવી શકે છે.
👨⚕️ ત્યારબાદ ત્રીજું છે એવા વ્યક્તિ કે જેને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય. લાંબા સમય સુધી જે લોકોને હાઈ બ્લડપ્રેશર છે તેના શરીરમાં રહેલી નલિકાઓ કે જે હૃદયને લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે તે મંદ પડે છે અને હાર્ટએટેક આવે છે. તેથી આવા લોકોએ લો કોલસ્ટ્રોલ વાળો ખોરાક ખાવો જોઈએ અને રોજ-બરોજ કસરત કરવી જોઈએ.
👨⚕️ ત્યારબાદ જાડા વ્યક્તિને હાર્ટએટેક આવવાની સંભાવના હોય છે. જાડા લોકો મુખ્યત્વે ફાસ્ટફૂડ અને વજનવાળા ખોરાકનું સેવન કરતા હોય છે તેથી એ લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય છે. તેને હાર્ટએટેક આવે છે. જો આ જાડા વ્યક્તિઓ દસ ટકા વજન ઘટાડે તો તેમને હાર્ટએટેક આવવાની સંભાવના ઘટી જાય છે.
👨⚕️ ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકોને પણ હાર્ટએટેક આવી શકે છે. પેન્ક્રિયાઝ હોર્મોન્સ ક્રિયેટ ન થવાના કારણે તમારા શરીરમાં શુગર લેવલ વધી જાય છે અને હાર્ટએટેક થવાની શક્યતા પણ વધી જાય છે.
👨⚕️ ત્યાર પછી એવા લોકોને હાર્ટએટેક આવે છે જેમને તેના ફેમિલીમાં અથવા દાદા-પરદાદાને હાર્ટએટેક આવેલ હોય. આ બાબતે તમે વધુ ફેરફાર કરી શકતા નથી. પરંતુ જો તમે તંદુરસ્ત રહો, રોજ પાંત્રીસથી ચાલીસ પગલા ઝડપથી ચાલવામાં આવે અને એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવો તો હાર્ટએટેકની શક્યતા ઘટે છે.
👨⚕️ ત્યારબાદ સૌથી છેલ્લે એવા લોકો કે જે શારીરિક શ્રમ ખુબ જ ઓછો કરે છે અને જેમનું બેઠાડું જીવન છે તેવા લોકોને હાર્ટએટેક આવવાની શક્યતા વધારે હોય છે. શારીરિક શ્રમ ન થવાના કારણે બ્લડ કોલેસ્ટ્રોલ વધી જાય છે અને તેમની રક્ત નલિકામાં ફેટ ડીપોઝ થવા લાગે છે. આ કારણે cardiovascular health ની સમસ્યામાં વધારો થાય છે અને હાર્ટએટેકની સંભાવનામાં વધારો કરે છે.
👨⚕️ તો મિત્રો જો તમે પણ આવી કોઈ પણ પરિસ્થિતિમાં છો તો તમે સ્વસ્થ બનીને તમારી હેલ્થને સુધારી હાર્ટએટેક આવવાની સંભાવનાથી બચી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી