તમે જાણો છો કે આ ફિલ્મ સ્ટાર ના બાળકો કંઈ સ્કૂલમાં ભણે છે.
આપણા ભારતમાં અનેક શાળાઓ આવેલી છે. અમુક શાળાઓ પોતાની મોંઘી ફી થી વખણાય છે તો અમુક શાળાઓ પોતાની સુવિધાના કારણે વખણાય છે. અમુક શાળાઓ પોતાના સારા રિઝલ્ટના કારણે વખણાતી હોય છે. પરંતુ અમુક શાળાઓ એટલા માટે વખણાય છે કારણ કે ત્યાં ફિલ્મ અભિનેતા ઓના બાળકો ભણી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ અભિનેતાના બાળકો કંઈ શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે.
મુંબઈમાં આવેલી એક એવી શાળા છે કે જ્યાં શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, સોનુ નિગમ, ચંકી પાંડે, હ્રીતિક રોશન, કરિશ્મા કપૂર, લારા દત્તા સહિત અનેક અભિનેતાઓના બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ દરેક અભિનેતાઓની પહેલી પસંદ આ શાળા છે. હાલમાં આ શાળામાં થયેલ વાર્ષિક ઉત્સવમાં આ દરેક અભિનેતાઓ મુલાકાતે આવ્યા હતા અને આ શાળાને ચલાવનાર વ્યક્તિનું નામ પણ ખુબ મોટી હસ્તીઓ સમાવેશ થાય છે અને આ શાળાનું નામ છે “ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ” આ શાળાને ચલાવનાર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે.
આ શાળાની સ્થાપના 2003માં થઈ હતી. આ શાળામાં સાત માળ આવેલા છે અને ખુબ સારી સુવિધાઓથી સજ્જ થયેલી છે. અહીં થતા દરેક કાર્ય પર નીતા અંબાણી પોતે ધ્યાન રાખે છે. કારણ કે અહીં દરેક અભિનેતા અને દરેક મોટી હસ્તીના બાળકો ભણતા હોવાના કારણે અહીંની સુરક્ષા વ્યવસ્થા ખુબ જ સજ્જ રાખવામાં આવેલ છે.
આ શાળાની ફી પણ ખુબ જ વધારે છે. આ શાળામાં આઇ.સી.એ, એસ.સી, આઈ.જી.સી.એસ.સી, આઇ.બી.ડી.પી બોર્ડના અંતર્ગત અહી અભ્યાસ કરાવવામાં આવે છે. અહીંની ફી ની વાત કરવામાં આવે તો અહીં એક વર્ષની 1 લાખ 17 હજારથી લઇ 4 લાખ 48 હજાર સુધીની ફી છે.
હવે જાણી લઈએ કે આ શાળામાં એવી કંઈ ખાસિયત છે કે દરેક અભિનેતા અને મોટી હસ્તીઓના બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સ્કૂલમાં મલ્ટીમીડિયા પ્રોજેક્ટરથી લઈ આઈટીની સુવિધાઓ વાળા ક્લાસરૂમ રાખવામાં આવ્યા છે.
કોમ્પ્યુટર અને સાયન્સના ઉપયોગો માટે ખુબ મોટી લેબ રાખવામાં આવેલ છે. અહીં મલ્ટી પર્પસ ઓડિટોરિયમ, આર્ટ્સ ફિલ્ડ માટે આધુનિક સુવિધા, ચિત્રકામ માટે, સંગીત માટે, ડાન્સ માટે સ્પેશિયલ એક્ટિવિટી રૂમ રાખવામાં આવેલ છે.
અહીં બાસ્કેટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ,બેડમિન્ટન, જુડો કુસ્તી જેવી સ્પોર્ટ્સની એક્ટિવિટી પણ અહીં થાય છે.અહીં બાળકોના સ્વાસ્થ્ય માટે મેડિકલ સેન્ટર પણ રાખવામાં આવ્યું છે જેમાં ઉંચી ડિગ્રી પ્રાપ્ત કરેલા ડોક્ટર રાખેલ છે. અહીં પુસ્તકાલયમાં અને પુસ્તકો-મેગેઝીન ન્યુઝ પેપર મલ્ટીમીડિયા સીડી ડીવીડી પણ રાખેલ છે. અને બીજા 16 online ડેટાબેઝ રાખેલ છે.
સ્કૂલના કેમ્પસ એરિયાની વાત કરીએ તો આ કેમ્પસ એડવાન્સ સિક્યુરિટી સજ્જ કરવામાં આવેલ છે. આ એડવાન્સ સિક્યુરિટી રાખવાનું કારણ માત્ર એક જ છે કે અહીં દરેક અભિનેતાઓના બાળકો અભ્યાસ કરવા આવે છે તો તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવા માટે આ એડવાન્સ સિક્યુરિટી રાખવામાં આવેલ છે.
તેથી મિત્રો આવી સુવિધા હોવાના કારણે દરેક અભિનેતા અને દરેક હસ્તી પોતાના બાળકને અહીં ભણાવે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી