મિત્રો આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાથી ક્યાંય પણ દારૂ ખુલ્લેઆમ મળતો નથી. હા, તેના સિક્રેટ અને ગેરકાનૂની કારોબાર થાય છે. પરંતુ તે ગુના હેઠળ આવે છે. માટે કોઈ પણ જગ્યાએ જાહેરમાં કોઈ દારૂની દુકાન જોવા મળતી નથી. પરંતુ આપણે ત્યાં ગુજરાતમાંથી લોકો બહાર ફરવા માટે જતા હોય છે. ત્યાં પોતાની મરજી અનુસાર હોય છે. તો આજે અમે ભારતના એક મશહુર કેન્દ્રશાસિત પ્રદેશની વાત તમને જણાવશું. જ્યાં હાલમાં જ દારૂને લઈને એક નવો નિયમ આવ્યો છે. માટે આ લેખને અંત સુધી વાંચો અને આ માહિતીને ખાસ જાણો. કેમ કે આ જગ્યા પર ભવિષ્યમાં તમે પણ ફરવા માટે જઈ શકો ખરા.
મિત્રો વાત કરી રહ્યા છીએ કેન્દ્રશાસિત પ્રદેશ ગોવાની. લગભગ કોઈ ભારતીય વ્યક્તિ એવો નહિ હોય જેમણે ગોવાનું નામ ન સાંભળ્યું હોય. કેમ કે ગોવા ફરવા માટે ખુબ જ સારું સ્થાલ્ચે. જ્યાં લોકો દેશ અને વિદેશમાંથી આનંદ લેવા માટે આવતા હોય છે. તો મિત્રો ગોવામાં કોઈ પણ સહેલાણી હોય બધા જ દારૂ છૂટથી પીય શકતા હતા અને હાલ પણ પીય શકે છે. પરંતુ હાલમાં જ ગોવામાં એક નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. ગોવામાં પ્રવાસીઓ દરિયા કિનારે એટલે કે બીચ પર પણ દારૂ પીતા. પરંતુ હવે કોઈ પણ પ્રવાસી નહિ પીય શકે. કેમ કે છેલ્લા ઘણા સમયથી ગોવા પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હતો કે બીચ પર કોઈ પણ વ્યક્તિને દારૂ પીવા ન મળે. તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. પરંતુ ગોવા પોલીસ દ્વારા જવાબદારી લેવામાં આવી છે અને આ પ્રકારના પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અમેસહમત છીએ.
તો આ બાબતને લઈને ગોવા સરકાર દ્વારા રજિસ્ટ્રેશન ઑફ ટૂરિસ્ટ ટ્રેડ એક્ટમાં થોડો ફેરફાર કર્યો છે. જેમાં ગોવાના બીચ પર કોઈ પણ પ્રકારની રસોઈ અને દારૂનું સેવન કરવાની મનાઈ કરવામાં આવી છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ કે પ્રવાસી આ અંગે નિયમનું પાલન નહિ કરે તો તે દંડને પાત્ર બનશે અથવા તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.
સુત્રોના આધારે એવું જાણવા મળ્યું છે કે, ગોવાના મોરજીમ બીચ પર થોડા સમય પહેલા બે પ્રવાસીઓ ડૂબી ગયા હતા. તો આ ઘટના ખુબ જ ચર્ચિત પણ હતી. તેના થોડા જ સમય બાદ આ નિયમને લાગુ કરવામાં આવ્યો છે. તો મીડિયાની સાથે વાત કરતા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લોકોને બીચ દારૂનું સેવન કરનાર લોકોની અટકાયત કરવા માટે વધારે કડક પગલા લેવા પડશે. ત્યાર બાદ એવું પણ જણાવ્યું હતું કે, ગોવા બીચ પર અમે સુરક્ષા માટે એકસ્ટ્રા પોલીસ જવાનો પણ નિયુક્ત કરશું જેના કારણે આવી દુઃખદ ઘટના ન બને. એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે ગોવા ટુરિસ્ટ પ્લેસ એક્ટ 2001 માં બીચ પર દારૂનું સેવન કરતા પ્રવાસીને 2000 રૂપિયાનો દંડ કરવામાં આવતો. પરંતુ હવે તેની રકમમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ વધારીને 10,000 હજાર કરી દેવામાં આવ્યા છે. ત્યાં પણ જે લોકો આ બીઝનેસ સાથે સંકળાયેલા છે તેને પણ ટુરીસ્ટ પ્લેસ પર લીકર બોટલ લઇ જવાની મનાઈ કરી દેવામાં આવી છે.
મિત્રો જ્યારેથી ગોવા સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે ત્યાર બાદ પ્રવાસીઓના ઉત્સાહમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પરંતુ આ નિર્ણયથી ઘણા લોકોના જીવ બચી જશે અને અકસ્માત પણ બનતા અટકી જશે. તો હવે સંપૂર્ણ રીતે ગોવા બીચ પર પ્રવાસીઓને દારૂનું સેવન કરવા નહી મળે. કેમ કે ત્યાં ચુસ્તપણે પોલીસ પહેરો લગાવી દેવામાં આવ્યો છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google