મિત્રો દરેક વસ્તુનો એક સમય હોય છે. કેમ કે આજે આપણે જોઈએ છીએ કે ફિલ્મ જોવું તે એક સામાન્ય વાતબની ગઈ છે. આજે લોકો ખુબ જ આસાનીથી થિયેટરમાં ફિલ્મ જોઇને ઘરે પરત આવી જાય છે. પરંતુ એક સમય હતો જ્યારે ફિલ્મ જોવા માટે ખુબ જ દુર જવું પડતું, અને એ પણ સાઈકલ લઈને અથવા ચાલીને. એ સમયે લોકો ફિલ્મને જોવા માટે ટોળે વળતા હતા. કોઈ જગ્યાએ જો ટીવી દેખાય અને તેમાં ફિલ્મ ચાલી રહ્યું હોય તો લોકો જોવામાં તલ્લીન બની જતા. એ સમયે લોકો હિરોઈન ખુબ જ પસંદ કરતા. આજે પણ લોકો આજના સમયની હિરોઈન કરતા વધારે એ સમયની હિરોઈનને પસંદ કરતા જોવા મળે છે. કેમ કે સમયે રીયલ બ્યુટી તરીકે હિરોઈન જોવા મળતી. અને આજે જોવા મળે તેમાં મેકપનો કમાલ હોય છે. તો એ સમયના અભિનેતાઓનો આજના સમયમાં પણ બોલીવુડમાં ખુબ જ દબદબો જોવા મળે છે. પરંતુ ઘણી એવી ખ્યાતનામ હિરોઈનો એ સમયે હતી, જે આજે ગુમનામ બની ગઈ છે. ઘણી હિરોઈનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બોલીવુડથી દુર નીકળી ગઈ હતી. પરંતુ તેના ચાહકો આજે પણ તેના વિશે જાણવાની ઉત્સુકતા રાખતા હોય છે. તો આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિશે જણાવશું. એક સમયે તેને જોવા માટે લોકોના ટોળા વળતા હતા. એ અભિનેત્રીની જો કોઈ ફિલ્મ આવવાની હોય તો લોકો ખુબ જ આતુરતાથી તેની રાહ જોતા હતા. એક સમયે ખુબ જ ચાલેલી ફિલ્મ ‘કરણ અર્જુન’ જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન બંને હીરો તરીકે હતા. પરંતુ આ ફિલ્મમાં કરણ અને અર્જુનની માતા તરીકે પાત્ર નિભાવતી અભિનેત્રી રાખી હતી. જેનો એક ડાયલોગ આજે પણ એટલો જ ફેમસ છે જેટલો એ ફિલ્મ આવી ત્યારે હતો. રાખીનો એ ડાયલોગ છે “મેરે કરણ અર્જુન આયેંગે..” જે આ ફિલ્મમાં ખુબ જ ચાલેલો ડાયલોગ છે. પરંતુ કરણ અર્જુન ફિલ્મ પહેલા પણ રાખીએ બોલીવુડમાં ખુબ જ સારી નામના મેળવી હતી. તે 20 વર્ષની ઉમરે ફિલ્મ જીગ્ત સાથે જોડાઈ ગઈ હતી. અને ત્યારથી તેણે બધી જ સદાબહાર ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ લોકો ત્યારથી તેના દીવાના બની ગયા હતા. તેની દરેક ફિલ્મના લોકો ચાહક હતા. પરંતુ આજના સમયે જો તમે રાખીને જોઈ લો, તો તમને વિશ્વાસ ન આવે કે આ રાખી છે. કેમ કે ફિલ્મોમાં ખુબ જ દમદાર અભિનય કરનારી રાખી છેલ્લા 15 વર્ષથી બોલીવુડની દુન્યાથી ખુબ જ દુર છે. રાખીએ તેના કાર્યકાળમાં ઘણા બધા એવોર્ડ પણ મેળવ્યા છે. આજે રાખી મુંબઈમાં પનવેલમાં સ્થિત એક મકાનમાં પોતાના એકલતા વાળા જીવનને પસાર કરે છે.
મિત્રો રાખીના લગ્ન માત્ર 16 વર્ષની ઉમરમાં થઇ ગયા હતા. તેનો પતિ બંગાળી પત્રકાર હતો અને ફિલ્મ ડાયરેક્ટર પણ હતો. જેનું નામ વિશ્વાસ હતું. પરંતુ રાખી અને વિશ્વાસનું લગ્ન જીવન બહુ ટકી ન શક્યું. તેવો માત્ર બે જ વર્ષની અંદર ડિવોર્સ લઇ લીધા. ત્યાર બાદ રાખી પોતાના જીવનમાં ફરીવાર રંગીન બનવાનું નક્કી કર્યું અને ખુબ જ પ્રખ્યાત કવિ ગુલઝાર સાથે રાખીએ નવું જીવન શરૂ કર્યું. ગુલઝાર અને રાખીની એક દીકરી છે. તેની દીકરીનું નામ છે મેઘના. પરંતુ લગ્ન બાદ ગુલઝાર ચાહતા હતા કે રાખી ફિલ્મોમાં કામ ન કરે. પરંતુ 1976 માં ગુલઝારને કહ્યા વગર જ રાખીએ એક ફિલ્મમાં કામ કરવાનું નક્કી કરી નાખ્યું. તે ફિલ્મનું નામ છે “કભી- કભી.” આ ફિલ્મ બાદ ગુલઝાર અને રાખી પોતાના જીવનમાં અલગ રહેવા લાગ્યા. પરંતુ તમને જાણવી દઈએ કે ગુલઝાર અને રાખીને ડિવોર્સ નથી થયા, પરંતુ તેમ છતાં બંને અલગ રહે છે. પરંતુ મેઘના તેના પિતા ગુલઝાર સાથે રહેતી.
લગભગ 15 વર્ષથી રાખી બોલીવુડની દુનિયાથી અલગ રહી, પરંતુ થોડા જ સમય પહેલા મહારાષ્ટ્ર રાજ્યનો ચિત્રપટ મહોત્સવ હતો ત્યારે એવોર્ડમાં તે જોવા મળી હતી. એક રીપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતું કે રાખી હાલમાં એક બંગાળી ફિલ્મમાં એક 70 વર્ષની બ્રાહ્મણ વિધવા તરીકે અભિનય કરશે. તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google