નકામા સમજી ફેંકી રહેલા આ ફોતરાં છે ખુબજ ઉપયોગી.. એક વાર ફાયદા જાણી લેશો તો ફેંકવાનો વિચાર પણ નહીં આવે

મિત્રો લગભગ લોકો લસણ તો ખાતા જ હશે. પરંતુ લસણને ફોલી તેની છાલને લગભગ લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ જો તમે લસણની આ છાલના ફાયદા જાણશો તો તમે આજ પછી ક્યારેય પણ લસણની છાલને કચરામાં નહિ ફેંકો. લસણની છાલ તમને એવા ફાયદાઓ આપે છે જે તમારું સ્વાસ્થ્ય સુધારવાની સાથે સાથે બીજા પણ અનેક લાભ આપે છે. તો ચાલો જાણીએ લસણની છાલના અદ્દ્ભુત ફાયદા વિશે. માટે આ લેખને અંત સુધી વાંચો.

જેમ લસણમાં અનેકગણા પોષકતત્વો હોય છે અને તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે લસણની છાલમાં એન્ટી-વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ જેવા ગુણધર્મો જોવા મળે છે. જે ત્વચાને બાહ્ય ચેપથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં એલિસિન કમ્પાઉન્ડ પણ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ લસણની છાલ વિશેની કેટલીક ઉપયોગી ટીપ્સ વિશે.હેર ઓઇલ : સૌ પહેલા તમે પાણીમાં લસણની છાલ ઉકાળો. ત્યાર બાદ આ પાણીને ઠંડુ કરવાનું અને તેનાથી વાળને ધોવાના. જો આ રીતે લસણની છાલ વાળા પાણીથી માથું ધોવામાં આવે તો વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મળે છે.

ખોરાકનો સ્વાદ વધારવો : લસણની છાલનો ઉપયોગ તમે સૂપ અથવા તો ચિકન સ્કૂટ બનાવતી વખતે પણ કરી શકો છો. તેનાથી સૂપ અથવા રસોઈ એકદમ ટેસ્ટી બને છે.

પિમ્પલ્સથી છૂટકારો મેળવો : પહેલા લસણની છાલને પીસી લો અને તેને ચહેરાના પરના ખીલ પર લગાવો. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણથી ખીલની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.

શરદી અને તાવમાં રાહત આપે છે : તાવ અને શરદી માટે પહેલા તો પાણીમાં લસણની છાલ ઉકાળો. ત્યાર બાદ તે પાણીને ગાળીને પીવાથી ટૂંક સમયમાં જ શરદી અને તાવમાં રાહત મળે છે.

અસ્થમાથી રાહત :  લસણની છાલને પીસી લો અને તેમાં મધ મિક્સ કરો. સવાર-સાંજ તેનું સેવન કરવાથી અસ્થમાની સમસ્યામાં પણ રાહત મળે છે.પગના સોજા દૂર કરે છે : આના માટે પાણીમાં લસણની છાલ ઉકાળો. આ પાણીને થોડું ગરમ કર્યા પછી તેમાં થોડા સમય માટે પગને રાખો. આમ કરવાથી સોજો દૂર થાય છે.

છોડ માટે ફાયદાકારક છે : નાના છોડ માટે પહેલા તો પાણીમાં લસણની છાલ ઉકાળો. આ પાણીને ઠંડુ કર્યા પછી છોડમાં નાખવું, તેનાથી છોડનો વિકાસ ઝડપથી થાય છે.

ખંજવાળ અને ધાધરની સમસ્યામાં રાહત : આ માટે તમારે પહેલા તો લસણની છાલને પીસી લેવાની, ત્યાર બાદ તેને ત્વચા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

કાળા વાળ : પહેલા તો એક વાસણમાં લસણની છાલ ગરમ કરીને તેનો પાવડર બનાવી નાખો. ત્યાર પછી તેમાં ઓલિવ તેલ ઉમેરીને વાળ પર લગાવવાથી વાળનો રંગ કાળો થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment