શીખો આ ત્રણ વસ્તુને, તમારા દિમાગને ઝડપથી અને સરળ સરળ રીતે બનાવશે સ્માર્ટ.

મિત્રો, આ દુનિયામાં કોણ પોતાના મગજને તેજ નથી કરવા માંગતું. તો તેનો જવાબ દરેક લોકો માટે હા જ હશે. પણ ઘણા પ્રયત્નો કરવા છતાં મગજ તેજ અથવા તો પાવરફુલ નથી બનતું. આમ મગજને પાવરફુલ કરવા માટે આપણે અનેક ઉપાયો કરીએ છીએ. જેમ કે વિવિધ પ્રકારના ફ્રુટ્સ, અથવા તો શાકભાજી ખાઈએ છીએ, તેમજ કસરત કરીએ છીએ, યોગા કરીએ છીએ.  જો કે આ બધું જરૂરી પણ છે. કારણ કે તેનાથી મગજ ફ્રેશ રહે છે. પરંતુ આ સિવાય પણ ઘણા એવા ઉપાયો છે, જે કરવાથી થોડા દિવસોમાં અથવા તો થોડી કલાકમાં તમારું મગજ પાવરફુલ બની શકે છે. તો શું તમે આવા ઉપાયો વિશે જાણવા માંગો છો ? તો એક વખત આ લેખ જરૂરીથી વાંચી લો. 

આપણે શરૂઆત કરીશું એક ઉદાહરણ દ્વારા. તમને એવું કહેવામાં આવે કે, તમારે એક અઠવાડિયા પછી એક ભાષણ આપવાનું છે, અને તે પણ પુરા 100 વ્યક્તિઓ સામે. આ 100 લોકો એકદમ ઉચ્ચ કોટીના હોદ્દેદાર માણસો છે. ખુબ જ મહેનત કરીને તમે એક સ્પીચ તૈયાર કરી લીધી છે અને ઘણી મહેનત પછી તમે તે 100 લોકો સામે સ્પીચ દેવા માટે પણ તૈયાર છો. પણ તમારી સ્પીચના લગભગ 10 મિનીટ પહેલા જ તમારો કોઈ મિત્ર તમને એમ કહે છે કે તમારી સ્પીચ યોગ્ય નથી અને આ સ્પીચથી લોકો તમારા પર હસશે. તો વિચારો કે તમારી સ્થિતિ કેવી બનશે. તમે એકદમ હતાશ થઈ જાવ, પરિણામે તમે ટ્રેસ અનુભવો છો અને સ્પીચ બરાબર નહિ આપી શકો. 

હવે બીજી એક સ્થિતિની વાત કરીએ તો તમને કોઈ એક ક્લાસમાં બેસાડવામાં આવ્યા છે. જ્યાં તમારે એક મહિના સુધી એક જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. એક ABCD, ઘડિયા, વગેરે એક જ વસ્તુ ભણવાનું છે. વિચારો કે તમે 4 થી 5 દિવસ કાઢી પણ નાખો છો, પછી તો એક દિવસ પણ ત્યાં વધુ રહેવું તમારા માટે અસહ્ય બની જશે. પરિણામે તમે ત્યાં પણ કંટાળો અનુભવો છો. આમ આ બંને કંડિશનમાં તમે ટ્રેસ અને કંટાળો અનુભવો છો. પરિણામે કોઈ કામ તમે વ્યવસ્થિત નથી કરી શકતા. આ વાતને થોડી વિસ્તારથી સમજીએ તો તમારી એક બાજુ એવું વાતાવરણ છે કે, તમને ત્યાં સહેલું ટાસ્ક હોવાથી મજા નથી આવતી, જ્યારે બીજી બાજુ તમે ટ્રેસ અનુભવો છો, એટલે ઠીક રીતે તમે સ્પીચ નથી આપી શકતા. પણ વચ્ચેનો માર્ગ એવો છે જ્યાં તમે તમારો ટાસ્ક એકદમ સરળતાથી આપી શકો છો. આ માટે તમારે 3 વસ્તુની જરૂર છે. એક છે Fun, બીજું Fear અને ત્રીજું Focus. ચાલો તો આ બાબતને થોડું વિસ્તારથી સમજીએ. 

Fun : જ્યારે પણ આપણે એક સારી એવી સ્પીચ આપીએ છીએ અથવા તો કોઈ કામને એકદમ વ્યવસ્થિત રીતે કરીએ છીએ, ત્યારે આપણું મગજ એક કેમિકલ બહાર કાઢે છે, જેને આપણે dopamine કહીએ છીએ. જ્યારે પણ આ dopamine બહાર આવે છે ત્યારે આપણે ઝડપથી વિચારવા લાગીએ છીએ, નવા નવા વિચારો આપણા મગજમાંથી બહાર આવે છે. આપણે ખુબ ઝડપથી નવી વસ્તુ શીખવા લાગીએ છીએ. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. 

એક 7 વર્ષની છોકરીને એમ પૂછવામાં આવે કે, તેણે આજે સાંજે તેની દીકરીની બર્થ ડે પાર્ટીમાં આવવાનું છે. ત્યારે તે છોકરી એમ જવાબ આપે છે કે આજે તો તેને પોતાના રૂમ સાથે એપોઇન્ટમેન્ટ છે. આ સાંભળીને પેલી છોકરીની માતા કહે છે કે બાળકો માટે બર્થે ડે પાર્ટી એ એક ફન અને મસ્તી ભરેલી મુવમેન્ટ હોય છે. પણ આ મારી દીકરી માટે તેનો રૂમ એ જ મસ્તી અને મોજ માટેની જગ્યા છે. તેને સ્કુલથી આવીને સીધું રૂમ જાવું જ ગમે છે અને રૂમમાં જ કલાકો સુધી રહીએ તે ગ્રાફ, ડ્રોઈંગ કરે છે. જ્યારે અન્ય એક ઉદાહરણમાં કોઈ માણસને ટેક્સના રિટર્ન ભરવા બહુ ગમે છે, આમ એ તે વ્યક્તિ માટે ટેક્સનું રિટર્ન ભરવું એ તેના માટે મોજ અને મસ્તી ભરેલું છે. આમ દરેક વ્યક્તિ ત્યારે જ પોતાની બેસ્ટ સ્પીચ અથવા તો કામ કરી શકે છે, જ્યારે તેને તેમાં મોજ અને મસ્તી આવતી હોય.Fear : અહીં fear નો અર્થ એવો નથી થતો કે, કોઈ ખરાબ પેરેન્ટસ તમારા પર ગુસ્સો કરે અથવા તો તમારા બોસ તમારા પર ગુસ્સો કરે. એવું નથી કે, જ્યારે આપણી સ્કીલ અને ચેલેન્જ બંને એક સરખા હોય, પણ fear ત્યારે આવે છે જ્યારે આપણી સ્કીલથી થોડું વધારે ચેલેન્જ તમને આપવામાં આવે, તેનાથી એક પ્રકારનો ડર રહેશે, જે તમને બેસ્ટ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે. કારણ કે આ કંડિશનમાં આપણું મગજ એક હાર્મોન રિલીજ કરે છે. જેને noradrenaline કહે છે. જે આપણા મગજને એક્ટિવ કરી દે છે. તે કહે છે આ જે ટાસ્ક છે જે તમે કરી રહ્યા છો તે ખુબ મહત્વનો છે. આથી જ આપણે કોઈ સુસ્તી વાળા મૂડમાં નથી રહેતા. પણ એક્ટીવ થઈને તૈયારી કરવા લાગીએ છીએ.

જ્યારે તેનાથી વિરુદ્ધ તમે જ્યારે કોઈ સતત એક જ પ્રકારનું કામ કરો છો, ત્યારે કોઈ પણ પ્રકારનો જોશ ઉત્પન્ન નથી થતો. પરિણામે તમે કંટાળો અનુભવો છો. પણ દરેક માટે આ ચેલેન્જ એક સરખું નથી હોતું. કોઈ માટે વધુ પડતો ટ્રેસ કામ કરે છે તો કોઈ માટે ઓછો ટ્રેસ કામ કરે છે. ઘણા એવા લોકો પણ છે જેણે પોતાની આખી જિંદગી કોઈ એક વસ્તુ શીખવામાં કે શોધવામાં જ પસાર કરી અને અંતે એક મહાન વ્યક્તિઓ થઈ ગયા. આમ જ કોઈ માટે વધુ ટ્રેસ તો કોઈ માટે ઓછો ટ્રેસ કામ કરે છે. Focus : આપણા બધા માટે એક મોટો પ્રશ્ન એ છે કે, આપણા જીવનમાં focus ક્યાંથી આવે ? પણ focus એ જીવનમાં ઓટોમેટીક આવે છે. જ્યારે આપણી કોઈ કંડિશન સંતોષાય ત્યારે focus આવે છે. જ્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે તે કામમાં તમારી મસ્તીની સાથે fear પણ જરૂરી છે. અને આ બંને જ્યારે ભેગા હોય ત્યારે ઓટોમેટીક focus આવી જાય છે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. 

કોઈ એક માણસ એક ઓફિસમાં ઈન્ટરવ્યૂ માટે જાય છે, તેના હાથમાં એક બેગ છે. ઓફિસમાં આવીને તે માણસે પોતાની બેગમાંથી એક કાચની ખાલી બોટલ કાઢી અને નીચે જમીન પર ફેફી દીધી, આમ કાચના ટુકડા જમીન પર વેરાઈ ગયા. આવી રીતે તેણે ઘણી બોટલો જમીન પર ફેકી દીધી અને બધી જગ્યા પર કાચના ટુકડા વેરાયા હતા. હવે આ માણસે કહ્યું કે, હું તમને એક ખુબ જરૂરી માહિતી આપવાનો છું. તમે બધા જ પોતાના બુટ અને મોજા કાઢીને અહીં મારી પાસે આવી જાવ. બધાને આ હરકત ખુબ નવીન લાગી. થોડીવાર પછી બધા ઓફિસના મેમ્બર ત્યાં આવી ગયા. પણ કોઈને કાચના ટુકડા વાગ્યા નહિ. પણ આ આખી વાતમાં જાણવા જેવું એટલું જ છે કે, જ્યારે લોકો તે જગ્યા પર ચાલી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન માત્રને માત્ર જમીન પર હતું. કોઈને ફેસબુક, વોટ્સઅપ, instragram, મેઈલ વગેરે કંઈ પણ યાદ ન આવ્યું. કહેવાનો અર્થ એટલો છે કે, જ્યારે તમારું ધ્યાન તમારું સંપૂર્ણ focus એક વસ્તુ પર હોય છે, ત્યારે તમને તેમાં મોજ આવે છે પરિણામે તમે તે કામ એકદમ સરળ રીતે કરી શકો છો. 

Leave a Comment