પીએમ મોદીને પાકિસ્તાની બહેને મોકલી રાખડી! જાણો કોણ છે નરેન્દ્ર મોદીની બહેન.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે 3 ઓગસ્ટના રોજ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર રક્ષા બંધન આવો રહ્યો છે. તો આ તહેવારમાં બહેન તેના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે અને ભાઈની રક્ષા માટે શુભકામનાઓ કરે છે. તો આ તહેવારમાં બહેનો જો પહોંચી શકે તો ભાઈના ઘરે આવે છે અને ન પહોંચી શકે તો ભાઈને રાખડી મોકલી આપે છે. આપણા દેશની ઘણી બહેનો વિદેશમાં રહેતા તેના ભાઈને રાખડી મોકલી આપે છે. 

પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે ચોંકી જશો. મિત્રો પાકિસ્તાનથી પીએમ નરેન્દ્ર મોદી માટે રાખડી આવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પીએમ મોદીની બહેન દ્વારા રાખડી મોકલવામાં આવી છે. આ વાત સાંભળીને થોડું આશ્વર્ય થાય, પરંતુ આ હકીકત છે. તો ચાલો જાણીએ તેના વિશે વધુ વિગતે. 

રક્ષા બંધનના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ દ્વારા રાખડી મોકલવામાં આવી છે. સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી માટે સ્વાસ્થ્યની શુભકામના પણ કરવામાં આવી છે. હવે તમને થોડો પ્રશ્ન પણ ઉદ્દભવે કે પીએમ મોદીની પાકિસ્તાની બહેન કેવી રીતે ? તો ચાલો જાણીએ તેના વિશે. કમર મોહસીન શેખ છેલ્લા 25 વર્ષોથી પીએમ મોદીના હાથમાં રાખડી બાંધતી આવે છે. રીપોર્ટ અનુસાર કમર મોહસીન શેખે કહ્યું છે કે, જો પીએમ મોદી તેને બોલાવે તો તે નિશ્વિતરૂપે રાખડી બાંધવા માટે દિલ્લી આવી શકે. આગળ જણાવતા કહ્યું કે પીએમ મોદી ખુબ જ સરળ વ્યક્તિ છે અને દરેક પળમાં તેઓ ભારતના આગળ લાવવા માટે જ કામ કરતા હોય છે. 

કમર મોહસીન શેખ અનુસાર, તેની બીજી બે પાકિસ્તાની બહેનો પણ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા ઈચ્છે છે. ગયા વર્ષે રક્ષાબંધન પર પીએમ મોદીને મળવા પહેલા પોતાનો ખુશી બયાં કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મારી પાસે પીએમ માટે એક સરપ્રાઈઝ છે. હું તેને મારા પતિ દ્વારા બનાવવામાં આવેલ પેન્ટિંગ ભેટ કરવાની છું. મને વર્ષમાં એક વાર ભાઈના હાથમાં રાખડી બાંધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને હું તેના માટે ખુબ જ ખુશ છું.’આગળ જણાવતા કહે છે કે, ‘હું એવી કામના કરું છું કે, પીએમ મોદી હંમેશા સ્વસ્થ અને તેના નિર્ણયને આખી દુનિયામાં નવી ઓળખ મળતી રહે.’  તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા ત્રણ તલાક પર રોક લગાવવામાં આવી તે નિર્ણયના પણ શેખ દ્વારા વખાણ કરવામાં આવ્યા હતા. શેખ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કુરાન અને ઇસ્લામમાં ત્રણ તલાકનું કોઈ પ્રાવધાન નથી. 

Leave a Comment