ભારતમાં રહેવા છતાં પણ ભારતમાં નથી કરી શકતા મતદાન.. જાણો કોણ છે એ અને શું છે તેનું કારણ?

ભારતમાં રહેવા છતાં પણ ભારતમાં નથી કરી શકતા મતદાન.. જાણો કોણ છે એ અને શું છે તેનું કારણ?

મિત્રો આજે અમે તમને એવા બોલીવુડના સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભારતમાં જ રહે છે છતાં પણ ભારતમાં થનારી કોઈ પણ ચૂંટણીમાં તે લોકો મત નથી આપી શકતા. મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં રહેતા પુખ્ત વયના દરેક લોકો મત આપવાનો અધિકાર ધરાવે છે. પરંતુ ભારતના આ પ્રખ્યાત સિતારાઓને આજે પણ તે અધિકાર નથી. તો ચાલો જાણીએ કે તે સિતારાઓને શા માટે મત આપવાનો આધિકાર નથી મળ્યો, શું છે તેનું કારણ…

આ લીસ્ટમાં સૌથી પહેલા આવે છે બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ. મિત્રો એ વાત અલગ છે કે જન્મ બાદ અને પોતાના કરિયર માટે દીપિકાએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હોય, પરંતુ તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરી 1986 માં દીપિકાનો જન્મ ઓપનેહગન ડેન્માર્કમાં થયો હતો. આ રીતે મિત્રો દીપિકાનો જન્મ ડેન્માર્કમાં થયો હતો તેથી તે ભારતમાં કોઈ જગ્યાએ મત આપી શકતી નથી. કેમ કે તેની પાસે ભારતીય નાગરિત્વ મેળવવાનું કોઈ ખાસ કારણ નથી. પણ હવે રણવીર સાથે તેના લગ્ન થયા છે તો હવે કઈ તેમાં બદલાવ આવશે.

ત્યાર બાદ નામ આવે છે કેટરીના કેફનું. મિત્રો કેટરીનાની વાત કરીએ તો કેટરીનાએ પોતાની અડધી જિંદગી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવામાં અને ભારતમાં રહીને વિતાવી છે અને હાલ પણ તે ભારતમાં જ રહે છે. પરંતુ કેટરીનાનો જન્મ હોંગકોંગમાં થયેલો છે. તેમના પિતા કાશ્મીરી હતા અને માતા એક વકીલ અને તેની સાથે સાથે સમાજ સેવક પણ છે. પરંતુ કેટરીનાનો જન્મ હોંગકોંગમાં થયો હોવાથી કેટરીનાને પણ ભારતમાં મત આપવાનો અધિકાર નથી અને તેણે પણ હજુ ભારતીય નાગરિત્વ હજુ મેળવ્યું નથી.

બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ આ લીસ્ટમાં આવે છે. ભલે તેના પિતાનો જન્મ ભારતમાં થયેલો છે તેમજ આલીયાનો જન્મ પણ મુંબઈમાં થયેલો છે. પરંતુ અલીયા ભટ્ટની માતા ભારતની રહેવાસી નથી તે બ્રિટીશ નાગરિકત્વ ધરાવે છે. તે જ કારણથી આલીયાને પણ બ્રિટીશ નાગરિકતા મળી છે. તેથી આલીયાને પણ ભારતમાં મત આપવાનો અધિકાર નથી.

મિત્રો સની લિયોન પણ ભારતમાં જ રહે છે પરંતુ તમને જણાવી દઈએ કે સની લિયોનનો જન્મ ભારતમાં નથી થયો. સની લિયોન આમ તો એક સીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેનું સાચું નામ છે કરણજીત કૌર વોહરા. સનીના કરિયરની શરૂઆત એડલ્ટ ફિલ્મોથી થયેલી છે અને ત્યારે તે ભારતમાં ન હતી. મેક્સીમ સામાયિક તરફથી વર્ષ 2010માં 12 પોર્ન સ્ટારમાંથી એકમાં પસંદગી મેળવી હતી. ત્યાર બાદ તેણે સ્વતંત્ર મુખ્યધારાની ફિલ્મો અને ટેલીવિઝન ધારાવાહિકોમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેણે બોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું અને તે તેમાં સફળ પણ રહી. જેથી આજે હાલ તે ભારતમાં રહે છે પરંતુ તેને ભારતમાં મત આપવાનો અધિકાર નથી.

પાંચમાં નંબર પર આવે છે જેકલીન ફર્નાન્ડીસ. જેનો જન્મ 1985 માં થયેલો છે. જેકલીન પણ ભારતમાં જ રહે છે પરંતુ તેની પાસે ભારતમાં માત આપવાનો અધિકાર નથી મિત્રો તમને જણાવી દઈએ કે જેકલીનો જન્મ શ્રીલંકામાં થયો હતો અને તેની માતા મલેશિયન છે. તમને જણાવી દઈએ કે જેકલીને માસ કોમ્યુનીકેશનમાં ગ્રેજ્યુસન કરેલું છે અને ત્યાર બાદ તે વર્ષ 2006 માં મિસ યુનિવર્સલ શ્રીલંકન બની હતી. ત્યાર બાદ તેણે બોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેથી તે ભારતમાં રહે છે પરંતુ ભારતમાં મત આપવાનો અધિકાર નથી ધરાવતી.

તો મિત્રો આ હતી પાંચ એવી બોલીવુડ અભિનેત્રી જે ઘણા વર્ષોથી ભારતમાં જ રહે છે, તો અમુક અભિનેત્રીઓ તો જન્મ બાદ ભારતમાં રહે છે તેમ છતાં પણ તેમને ભારતમાં થતી કોઈ પણ ચૂંટણીમાં મત આપવાનો કોઈ અધિકાર તેમને આપવામાં નથી આવ્યો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google  

Leave a Comment