એક સામાન્ય કાળો દોરો તમને બનાવી શકે છે માલામાલ…. જાણો કેવી રીતે…
આજે અમે તમને જણાવશું કાળા દોર વિશે જે આપણને બનાવી શકે છે ખુબ જ માલામાલ. તો તેના વિશે જાણો અને આ લેખને અંત સુધી વાંચો. મિત્રો કાળો દોરો આપણને નજરથી બચાવે આ ઉપરાંત અન્ય ધાર્મિક ફાયદાઓ પણ થાય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે કાળો દોરો માત્ર ધાર્મિક કે જ્યોતિષની દ્રષ્ટીએ જ શુભ સાબિત નથી થતો. પરંતુ અમુક પરિસ્થિતિમાં તે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ શુભ સાબિત થાય છે. માટે મિત્રો તમે કાળા દોરાનો સામાન્ય ઉપાય તો તમે કર્યો જ હશે પરંતુ આજે અમે તમને કાળા દોરાનો એક ખાસ અને સરળ ઉપાય વિશે જણાવશું. જે તમને બનાવશે ખુબ જ માલામાલ.
તમને જણાવી દઈએ કે આપણું શરીર મૂળભૂત પાંચ તત્વનું બનેલું છે. એ પાંચ તત્વ છે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. તેથી દરેક વસ્તુનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ આપણા પર પડતો હોય છે. આ ઉપરાંત આપણા ઘરમાં રહેલ વાસ્તુ દોષનો પ્રભાવ પણ આપણા જીવનમાં જોવા મળતો હોય છે. તેના કારણે ઘણી વાર ધનહાનિ તેમજ આર્થિક તંગી જેવી સમસ્યાઓ પણ થતી હોય છે.
તો મિત્રો તમે પણ આર્થિક સમસ્યાઓથી પરેશાન છો અને ધન પ્રાપ્તિ કરવા માંગો છો તો કાળા દોરાનો ઉપાય આજે જ અપનાવો.
આ ઉપાય માટે તમારે બજારમાંથી કાળો સુતરાઉ દોરો લાવવાનો છે. ત્યાર બાદ શનિવારના દિવસે સાંજે હનુમાનજીના મંદિરે લઇ જવો અને તેમાં નવ ગાંઠો વાળવી. ત્યાર બાદ હનુમાનજીના જમણા પગના અંગુઠાનું સિંદુર દોર પર લગાવો. અને ત્યાર બાદ માનો મન હનુમાનજી દાદાને પ્રાર્થના કરવાની અને તમારી જે જે સમસ્યા હોય એ દાદા સામે મનમાં બોલવાની. ત્યાર બાદ આ કાળા દોરાને લઈને ઘરની બહાર મુખ્ય દરવાજા પર બાંધી દો.
પરંતુ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે આ દોરો મુખ્ય દ્વાર પર જમણી બાજુએ બાંધવો જોઈએ એટલે કે બહારની બાજુએથી જમણી બાજુએ બાંધવો જોઈએ. મિત્રો જો શનિવારના દિવસે તમે આ ઉપાય કરવાનું ભૂલી જાવ તો તમે મંગળવારના દિવસે પણ આ ઉપાય કરી શકો છો. જો તમે દરવાજા પર પહેલેથી જ ફટકડી પોટલીમાં રાખીને બાંધેલી હોય તો કાળા દોરાનો ઉપાય કરવો નહિ.
આ ઉપાય દ્વારા નકારાત્મક ઉર્જા ઘરથી દુર રહે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કારણકે આ દોરમાં હનુમાનજી દાદાના આશીર્વાદ મળેલા છે . આ સાથે જ ધનલાભ પણ થાય છે. મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તમારી પ્રગતિના દ્વાર પણ ખુલશે. મિત્રો તમારા ધંધમાં કે પછી નોકરીમાં કોઈ પણ વિઘ્નો આવી રહ્યા હોય તો આ ઉપાય દ્વારા વિઘ્નો ટળે છે અને પ્રગતિ થાય છે. આ ઉપરાંત આ ઉપાયથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે જેથી ઘરમાં ધનલાભ થાય છે અને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
આ ઉપરાંત જો મિત્રો તમે તમારા ઘરમાં બરકત વધારવા માંગો છો તો આ કાળા દોરાનો ઉપાય તમે તિજોરીમાં પણ કરી શકો છો. તિજોરીમાં જે જગ્યાએ તમે કિંમતી આભૂષણો તેમજ પૈસા રાખો છો તે જગ્યાએ આ દોરો રાખી દેવાનો છે. આ ઉપાયથી ઘરમાં હંમેશા બરકતમાં વધારો થશે.
મિત્રો આ ઉપાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અને એ કે આ ઉપાય તમારે વિશ્વાસ અને શ્રદ્ધાથી કરવાનો છે. કારણ કે જ્યાં આસ્થા અને શ્રદ્ધા હોય ત્યાં જ ચમત્કારિક ફાયદા હોય છે અને જો તમે આ વસ્તુને અંધવિશ્વાસ માનીને કરશો તો તમને લાભ નહિ થાય. માટે આ ઉપાયને જો તમે પૂરી શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ સાથે કરશો તો તમે વિચાર્યું પણ નહિ હોય એટલા માલામાલ એટલે કે ધનવાન થશો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google