સન્ની લીઓનને કેમ પસંદ કરવું પડ્યું આવું કરિયર, કયું કારણ તેની પાછળ જવાબદાર હતું? જાણો એ વાત જે સામે નથી આવી.

સન્ની લીઓનને કેમ પસંદ કરવું પડ્યું આવું કરિયર, કયું કારણ તેની પાછળ જવાબદાર હતું? જાણો એ વાત જે સામે નથી આવી.

મિત્રો આજે ભારતમાં સન્ની લીયોન એક ખુબ જ જાણીતું અને પ્રખ્યાત નામ છે. આજે દેશ અને દુનિયામાં ઘણા ચાહકો સન્ની લીયોનીની ખુબસુરતીના દીવાના છે. હંમેશા પોતાના ચહેરા પર એક સુંદર સ્મિત ધરાવતી સન્ની લિયોન બોલીવુડમાં કંઈ રીતે આવી તેના વિશે તો બધા જ જાણતા હશે. પરંતુ સ્કુલની સૌથી શરમાળ છોકરી કરણજીત કૌર પોર્નની દુનિયામાં કંઈ રીતે આવી તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.

આજે અમે તમને જણાવશું કે સ્કુલની સૌથી શરમાળ છોકરી કરણજીત કૌર વહોરા પોર્ન સ્ટાર કંઈ રીતે બની અને પછી કેવી રીતે બની તે સૌથી વધારે ફેમસ. કરણજીતના જીવનમાં પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે તે 19 વર્ષની હતી. સન્ની લીયોનનું નામ ત્યારે કરણજીત કૌર હતું. સન્ની પંજાબની હતી અને તે કેનેડામાં અભ્યાસ કરી રહી હતી. સન્નીએ પોતાના ઈન્ટરવ્યુંમાં એક વાર જણાવ્યું હતું કે તે એક સમયે ખુબ જ શરમાળ હતી. પરંતુ તે જ્યારે યુવાન થવા લાગી ત્યારે તેના મનમાં પોર્ન ફિલ્મ જોવાની ઈચ્છા થતી હતી.

ત્યાર બાદ સન્ની લિયોન એક પોર્ન ફિલ્મની ડીવીડી ખરીદીને લાવી. જ્યારે તે પોતાના રૂમમાં ડીવીડી શરૂ કરવા જઈ રહી હતી તો તેને એવો ભ્રમ થયો કે ઘરમાં કોઈ છે. તો તેણે ડીવીડીને એક બાજુ રાખી દીધી. થોડા દિવસ બાદ જ્યારે ઘરમાં કોઈ ન હતું ત્યારે સન્નીએ પોર્ન જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. પણ ત્યારે સન્નીનો પોર્ન ફિલ્મોમાં કામ કરવાનો કોઈ ઈરાદો ના હતો.

ત્યાર બાદ સન્નીએ પૈસા મેળવવા માટે બેકરી અને પછી ટેક્સ અને રીટાયર મેન્ટ કંપનીમાં નોકરી કરી. સન્નીએ ભલે પોતાના માટે એક સામાન્ય જોબ શોધી હોય, પરંતુ તેના નસીબમાં તો કંઈક અલગ જ લખ્યું હતું. થોડા સમય બાદ સન્નીનું પરિવાર કેનેડાથી અમેરિકા આવી ગયું તે દરમિયાન સન્નીને મોડલિંગ કરવાની ઓફર મળી. તેના કામ અને તેના ફિગરને જોઇને પોર્ન ફિલ્મના એજન્ટની નજર સન્ની પર પડી.

પોર્ન ફિલ્મનો એજન્ટ સન્ની પાસે પોર્ન ફિલ્મની ઓફર લઈને ગયો પરંતુ સન્ની પોતાના પરિવારની મંજુરી વગર કંઈ પણ કરવા માંગતી ન હતી. પરંતુ સન્ની લીયોનને પૈસાની ખુબ જ જરૂરિયાત અને ભૂખ હતી તેથી તેણે પોર્ન ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લઇ લીધો. સન્નીએ પોતાના પોર્ન ફિલ્મ બનાવવાનો નિર્ણય પરિવારને જણાવ્યો પરંતુ પરિવારમાં કોઈએ તેને પોર્ન ફિલ્મ કરવાની પરવાનગી ન આપી.

ત્યાર બાદ તેની સાથે કામ કરેલ એક સંપાદકે સન્નીના નામની પાછળ લીયોની લગાવી દીધું અને ત્યાર બાદ સન્નીના જીવનમાં પોર્નની દુનિયાનો સફર શરૂ થયો. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ બધું એટલું સરળ ન હતું. અલગ અલગ વ્યક્તિ સાથે સુવું સન્નીને ખુબ અજીબ લાગતું હતું. સન્ની લિયોને વધારે પૈસા કમાવવાના કારણે પોર્ન ફિલ્મની ઓફર તો સ્વીકારી લીધી, પરંતુ જ્યારે તેને પોર્ન ફિલ્મ માટે અલગ અલગ વ્યક્તિ સાથે સંબંધોની માંગ કરવામાં આવતી તે પરિસ્થિતિ તેના માટે ઘણી કઠીન રહી હતી.

શરૂઆતમાં તેનું પરિવાર સન્નીના આ કાર્યથી ખુબ નાખુશ હતું. પરંતુ સમય જતા પરિસ્થિતિ બદલાઈ ગઈ અને પરિવાર વાળાઓએ પણ તેનો સ્વીકાર કર્યો. સન્નીએ ક્યારેય પોતાની પોર્ન ફિલ્મોને લઈને દુઃખ બયા નથી કર્યું. તે હંમેશા કહે છે કે તેને કોઈ પણ નિર્ણયને લઈને અફસોસ નથી.

પરંતુ સન્નીની જિંદગીમાં એક મોટું પરિવર્તન 2010 માં આવ્યું. જ્યારે તેની મુલાકાત પૂજા ભટ્ટ સાથે થઇ. પૂજા ભટ્ટને ફિલ્મ માટે એક નવા ચહેરાની શોધ હતી અને તે નવો ચહેરો તેને સન્ની લીયોનમાં નઝર આવ્યો. સન્નીએ પૂજા ભટ્ટની ઓફરનો સ્વીકાર કર્યો અને સન્ની ત્યારે પોર્ન ફિલ્મને અલવિદા કહીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ.

ફિલ્મી દુનિયામાં તેમની ખુબ જ ચર્ચા થઇ કે આખરે એક પોર્ન સ્ટાર ફિલ્મોમાં કંઈ રીતે આવી શકે. પરંતુ સન્ની લિયોને તે બધાના વિવાદો અને વિરોધો સામે લડીને બોલીવુડમાં પોતાની એક અલગ જગ્યા બનાવી. તેમ છતાં પણ સન્ની ઘણી વખત દુઃખી થઇ જાય છે. કારણ કે તેનું કહેવું છે કે બોલીવુડના લોકો તેને ખુબ માન સમ્માન અને પ્રેમ આપે છે. પરંતુ અમુક લોકો તેને હંમેશા એવો અહેસાસ કરાવતા રહે છે કે તે એક પોર્ન ફિલ્મોની અંધારી દુનિયામાંથી આવી છે. આ ઉપરાંત સન્ની એ વાતથી પણ નારાજ છે કે તેમણે જે પણ ફિલ્મો ઓફર કરવામાં આવે છે તેમાં બેડરૂમ સીન અને કિસિંગ સીન શિવાય બીજું કંઈ ખાસ હોતું નથી.

તેમ છતાં પણ સન્ની દરેક મુશ્કેલી સામે લડવાનું કહે છે અને તે હંમેશા હસતી રહે છે. સન્નીનું એક નાનું પરિવાર પણ છે. સન્નીએ ડેનિયલ વિવર સાથે લગ્ન કર્યા છે. બંને એક બીજા સાથે ખુબ જ ખુશ છે અને સન્નીનું કહેવું છે કે ડેનિયલ જેટલો પ્રેમ તેને કોઈ નથી કરતુ. આ ઉપરાંત તમને જણાવીએ કે સન્નીએ એક છોકરીને દત્તક પણ લીધી છે અને તે સરોગેસીની મદદથી બે જુડવા બાળકની માતા પણ બની. આ રીતે સન્ની કુલ ત્રણ બાળકોની માતા છે. સન્ની આજે તેના પતિ અને બાળકો સાથે ખુબ જ ખુશ છે.

Leave a Comment