મહાભારતમાં જણાવેલા ધનવાન બનવાના 5 પ્રાચીન રહસ્યો… આજ સુધી ક્યાંય પણ નહિ સાંભળ્યા હોય…

વેદ વ્યાસ દ્વારા રચિત મહાભારત એક એવો ગ્રંથ છે જેની પાછળ હજારો કહાની અને પ્રાચીન ગૂઢ રહસ્યો છુપાયેલા છે. મહાભારતમાં અનેક એવી વાતો, રહસ્ય અને સંકેતો રહેલા છે જે મનુષ્ય ઈચ્છે તો તેને અપનાવીને પોતાનું જીવન સુખી બનાવી શકે છે. જરૂરત છે તો માત્ર એ વાતને શોધવાની અને તેનો અમલ કરવાની.

આજે અમે તમને મહાભારતમાં શ્રી કૃષ્ણ દ્વારા યુધિષ્ઠિરને દરિદ્રતા દુર કરવાના એટલે કે ગરીબીને દુર કરવા માટેના પાંચ રહસ્યો જણાવ્યા હતા. તે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે જીવનમાં અપનાવીને તમારી ગરીબી દુર કરીને ધનવાન બની શકો છો.

એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણે પૂછ્યું કે,  “ઘર સુખ સમૃદ્ધિ અને ધન-ધાન્યથી ભરપુર રહે તેના માટે મનુષ્યે શું કરવું જોઈએ.” ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ એવા રહસ્યો જણાવ્યા જેને અપનાવીને મનુષ્ય પોતાની દરિદ્રતા દુર કરી શકે છે. તો ચાલો જાણીએ તે પાંચ રહસ્યો ક્યાં છે.

1) ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે જે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો કરવામાં આવે છે અને ગાયના ઘીથી જ ભોગ લગાવીને દેવી દેવતાને પ્રસાદ ચઢાવવામાં આવે છે તે ઘરમાં સમસ્ત દેવીદેવતા પોતાની કૃપા દ્રષ્ટિ રાખે છે. તેના કારણે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી રહેતી અને માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે. માટે ઘરમાં નિયમિત ભગવાનને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. તેમજ ગાયના ઘીમાંથી બનાવેલ ભોગ ધરવો જોઈએ.

2) ત્યાર બાદ બીજું રહસ્ય જણાવે છે કે, ઘરમાં આવેલ અતિથીને સૌથી પહેલા પીવા માટે પાણી આપવું teજોઈએ. તેનાથી અશુભ ગ્રહ ટળી જાય છે. તેથી ઘરે કોઈ પણ મહેમાન આવે તો સૌથી પહેલા પીવા માટે પાણી આપવું જોઈએ. આમ પણ આ આપણી એક સંસ્કૃતિનો ભાગ પણ છે જે  લગભગ લોકો પાલન કરતા હશે.

3) ત્રીજું રહસ્ય છે તે મધ સાથે સંબંધિત છે. વેદ અને પુરાણમાં મધને ખુબ શુદ્ધ અને પવિત્ર ગણવામાં આવ્યું છે. માટે હંમેશા ઘરમાં મધ રાખવું જોઈએ અને ઘરના દરેક સભ્યોએ મધનું સેવન પણ કરવું જોઈએ. કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઇ જાય છે. આ ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીનો વાસ પણ થાય છે માટે ઘરમાં મધ અવશ્ય રાખવું જ જોઈએ.

4) ત્યાર બાદનું રહસ્ય છે તે ચંદન સાથે જોડાયેલું. મિત્રો જે રીતે હજારો ઝેરીલા સાપ ચંદનને વીંટળાઈને રહે છે તેમ છતાં પણ ચંદન ક્યારેય ઝેરીલું નથી બનતું. તેવી જ રીતે ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે તે ચંદન રાખવાથી દુર થઇ જાય છે. તેથી ઘરમાં હંમેશા ચંદન રાખવું જોઈએ. તેનાથી દુષ્ટ શક્તિઓ હંમેશા દુર રહે છે. દરેક વ્યક્તિએ ચંદનનું તિલક પણ લગાવવું જોઈએ તેનાથી ખુબ શુભ ફળ મળે છે તેમજ પાપોનો નાશ થાય છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે.

5) માતા સરસ્વતી કમળના ફૂલ પર બિરાજમાન હોય છે અને હાથમાં હંમેશા વીણા રહેલી હોય છે. કમળ કીચડમાં ખીલે છે તેમ છતાં પણ કીચડ તેને સ્પર્શી નથી શકતું. તે જ પ્રકારે ઘરમાં દેવી સરસ્વતીનો ફોટો રાખવાથી અને વીણા રાખવાથી ગરીબાઈ તે ઘરને સ્પર્શી પણ નથી શક્તી.

તો મિત્રો આ હતા ધનવાન રહેવાના પાંચ રહસ્યો. મિત્રો જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય અને આ રહસ્યો યોગ્ય લાગ્યા હોય તો અવશ્ય તેનું જીવનમાં પાલન કરજો અવશ્ય લાભ મળશે. આ ઉપરાંત લાઈક અને શેયર જરૂર કરજો.     

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

Leave a Comment