શું કોઈના મૃત્યુ બાદ તેમના તેરમાનું ભોજન કરવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણે એ કહ્યું મૃત્યુ ભોજનનું રહસ્ય.

🙍 શું મૃત્યુ ભોજન કરવું એ અનિવાર્ય છે ?? 🙍

🙍 મિત્રો શું મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય છે ? તો આજે અમે તમને તેના વિશે જણાવીશું કે મૃત્યુ ભોજન કરવું જોઈએ કે કરવું જોઈએ અને તે કરવાથી શું થાય છે. તો ચાલો ચાલો જાણીએ.

👩‍🏫 સૌ પ્રથમ તો જાણવું જરૂરી છે કે મૃત્યુ ભોજન શું છે ? હિંદુધર્મમાં મૃત્યુ ભોજન એ છે કે  જેની મૃત્યુ થઈ હોય અને ૧૨ કે ૧૩માં દિવસે તેની પાછળ બીજા લોકોને ભોજન કરાવવામાં આવે છે. પરંતુ શું યોગ્ય છે ? શું એક માણસના મૃત્યુ પાછળ  બીજા લોકો ભોજન કરવું જોઈએ ?

👩‍🏫 આ વિશે અનેક ધર્મ ગુરુઓની ચર્ચા વિચારણાઓ થઈ છે. તો વિશે લોકોનું એવું માનવું છે કે મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય નથી તેઓ તેનું કારણ જણાવતા કહે છે કે છેઘરમાં મૃત્યુ થયું હોય કે જેમના ઉપર દુઃખ હોય ત્યાં ભોજન કરવું અનિવાર્ય કહેવાય.” બીજા લોકો જે કહે છે કે મૃત્યુ ભોજન કરવું જોઈએ. તેઓ તેના તર્કમાં  જણાવે છે કે મૃત્યુ ભોજન કરવું તેમના સંસ્કારોમાં છે.👩‍🏫 પરંતુ અમે તમને જણાવી દઈએ કે આપણા ધર્મમાં સોળ સંસ્કારો છે. કે જેમાં गर्भाधान થીअंत्येष्ठि એટલે કે જન્મથી લઈ અંતિમ સંસ્કારનો સમાવેશ થાય છે. તો ૧૭મો સંસ્કાર ક્યાંથી આવ્યો કે જેનો ધર્મગ્રંથોમાં કોઇ ઉલ્લેખ નથી.

👩‍🏫 એનો અર્થ એવો થાય છે કે સંસ્કાર માનવ સર્જિત છે કે જે લોકો પોતાની વિચારણા અનુસાર સંસ્કારની રચના કરી છે. સંસ્કારની રચના કરવા પાછળનું કારણ એમ લાગે છે કે માણસને થોડીક લાલચ અને તેમનો લોભ છે. તેથી સંસ્કારને અમાન્ય ગણવામાં આવે છે.

👩‍🏫 મૃત્યુ ભોજન એ અમાન્ય છે તે માત્ર અમે નહીં આપણા ધર્મના પુસ્તકમાં પણ જણાવવામાં આવ્યું છે. તેને સંબંધિત એક કિસ્સો મહાભારતમાં પણ થયેલો છે કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનને મનાવવા જાય છે કે તું યુદ્ધ કર. પરંતુ દુર્યોધનને તેમને ના પાડી દે છે કે,હું યુદ્ધ તો કરીશ .” સાંભળી શ્રીકૃષ્ણ  દુઃખી થઇને ત્યાંથી ચાલતા થાય છે ત્યારે દુર્યોધન તેમને ભોજનનો આગ્રહ કરે છે. ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું કે ભોજન ત્યારે થવું જોઈએ જ્યારે ભોજન ખવડાવવા વાળો અને ખાવાવાળો બંનેમાંથી એક પણના હદયમાં દુઃખ હોય.👨‍🏫 તો મિત્રો આમ શ્રી કૃષ્ણ ભગવાને પણ જણાવ્યું  કે, જે ભોજન કરાવે છે તે દુઃખી હોવો જોઈએ અને ખાવા વાળો વ્યક્તિ પણ દુઃખી હોવો જોઈએ પરંતુ અહીં તો માણસનું મૃત્યુ થયું છે તો તેનાથી મોટી દુઃખની વાત કંઈ હોઈ શકે. અહીં એક બાજુ તેના પરિવારજનો મૃત્યુના શોકથી રોતા હોય છે અને બીજી બાજુ લોકો તેનું મૃત્યુ ભોજન લેતા હોય છે. તેથી પરિસ્થિતિ યોગ્ય નથી.

👨‍🏫 મહાભારતના અનુશાસન પર્વમાં પણ જણાયું છે કે મૃત્યુ ભોજન ખાવાવાળા વ્યક્તિની એક દિવસની ઉર્જા નષ્ટ થાય છે. તેથી આપણા ધર્મમાં પણ મૃત્યુ ભોજનએ અમાન્ય ગણવામાં આવ્યું છે. એક બીજી વાત પણ જણાવી દઈએ કે જે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાં દરેક પકવાન કે શાકભાજી બનાવતાવ્યક્તિ રોતા રોતા બનાવતો હોય છે. તેેથી શું તેેમના ઘરમાં ભોજન કરવું યોગ્ય છે ? તેથી મિત્રો તેમને સાંત્વના કેે આશરો આપવાને બદલે આપણે તેના પકવાન ખાઈએ છીએ.👨‍🏫 આપણે માણસ છીએ દરેક અવતારમાંથી માણસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મગજ શક્તિમાં માણસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ અમુક બાબત પશુઓ માણસ કરતા સારી રીતે જાણે છે. કારણ કે જ્યારે પશુનો કોઈ સાથી પશુ મૃત્યુ પામ્યો હોય તો તે દિવસ ઘાસચારો પણ કરતા નથી. આપણે માણસ હોવા છતાં મૃત્યુ ભોજન ખુબ સ્વાદથી લઈએ છીએ.   વાત ખૂબ શરમજનક વાત છે.

👨‍🏫 અમુક જ્ઞાતિ કે સમાજમાં માત્ર મૃત્યુના બારમા કે તેરમા દિવસે નહીં. પરંતુ મૃત્યુના પહેલા દિવસથી બારમાં દિવસ સુધી લોકો મૃત્યુ ભોજન લેવામાં આવે છેજે  માણસ જાત માટે શરમજનક વાત કહેવાય. આમ મિત્રો મૃત્યુ ભોજન અયોગ્ય છે

👨‍🏫 તો મિત્રો મૃત્યુ ભોજનએ આપણા સામાજિક સંસ્કાર નથી કે ધર્મોમાં પણ નથી જણાવ્યું કે મૃત્યુભોજ અનિવાર્ય છે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “શું કોઈના મૃત્યુ બાદ તેમના તેરમાનું ભોજન કરવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણે એ કહ્યું મૃત્યુ ભોજનનું રહસ્ય.”

Leave a Comment