અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 મિત્રો જાણીને નવાઈ લાગશે કે આ સુપર હીરો હતો બસ કંડકટર… 💁
🕵 “Don’t under estimate the power of a common man” મતલબ કે એક સામાન્ય માણસની શક્તિઓ ને નજરઅંદાજ ન કરવી જોઈએ. આજે અમે જે વ્યક્તિ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તેણે આ વાક્યને એકદમ સાચું પાડ્યું છે. હા મિત્રો, આ વ્યક્તિ ખુબ જ સામાન્ય હતી કદાચ આપણી કરતા પણ સામાન્ય હશે. છતાં તેને આજે લોકો એક સુપર હીરોથી ઓળખે છે.
🕵 મિત્રો આમ તો ઘણા બધા લોકો પોતે મેળવેલી સફળતાથી પ્રચલિત છે પરંતુ આ હીરોએ જે રીતે સફળતા પ્રાપ્ત કરી તેવી સફળતા ખુબ જ ઓછા લોકો કરી શકે છે. કહેવાય કે આ સફળતાને પ્રાપ્ત કરવી એટલે જમીનથી આકાશ સુધી પહોંચવાનો એક પ્રયાસ. મિત્રો આ હીરો પહેલા એક કાર્પેન્ટર હતા ત્યારબાદ કુલી બન્યા ત્યારબાદ તેઓ એક બસ કંડકટર પણ રહી ચુક્યા છે. ત્યારબાદ તેઓ હોરી બન્યા અને એ પણ સુપર હીરો. આપણા બોલીવુડના ઘણા નામી હીરો તેને ફોલો કરે છે.
🕵 મિત્રો તેમના જીવનમાં તેમને કાર્પેન્ટરથી લઈને હીરો બન્યા ત્યાં સુધી ઘણા પરીશ્રમો કર્યા હશે તેનો અંદાજો તો આપણે લગાવી શકીએ છીએ. પરંતુ તેમની ફિલ્મી સફર પણ ઘણી ઉતારચડાવવાળી રહી છે. હવે મિત્રો તમને વધારે રાહ ન જોવડાવતા જણાવી દઈએ કે આખરે આ સુપર હીરો છે કોણ ? તો મિત્રો અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહિ પરંતુ આપણા બોલીવુડમાં રોબોટ જેવી ટેકનીકલ ફિલ્મ લાવનાર હીરો કે જેનું નામ છે રજનીકાંત.
🕵 મિત્રો રજનીકાંતનો જન્મ એક મધ્યમ વર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ ઘરમાં સૌથી નાના ભાઈ હતા પરંતુ તેમનું જીવન નાનપણથી મુશ્કેલી ભર્યું હતું. કારણ કે તેઓ જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમની માતાનું મૃત્યુ થઇ ગયું હતું. તેમના પિતા પોલીસમાં એક સામાન્ય હવાલદાર હતા અને ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી. તેઓ યુવાન થયા કે તરત જ એક કુલીની નોકરી કરવા લાગ્યા. મિત્રો ત્યારબાદ તેમણે કાર્પેન્ટર અને ત્યારબાદ તેઓ એક કંડકટરની નોકરી કરતા.
🕵 મિત્રો પોતાની યુનિક સ્ટાઈલથી લોકોને દીવાના બનાવી દેતા સુપરસ્ટાર રજનીકાંત જ્યારે એક બસ કંડકટર હતા ત્યારે પણ તેમની સ્ટાઈલ કોઈ હીરોથી કમ ન હતી. તેઓ પોતાની અલગ પ્રકારના ચુટકુલા અને કિસ્સાઓ સંભળાવી તેમજ સીટી વગાડવાની શૈલીથી પોતાની બસમાં બેસેલા વ્યક્તિઓને મનોરંજન કરતા જેથી તેઓ અન્ય સહકર્મચારીઓ અને બસમાં મુસાફરી કરતા લોકોના ખુબ પ્રિય હતા.
🕵 તેમને એક્ટિંગનો શોખ તો પહેલાથી જ હતો તેથી તેઓ નાના મોટા નાટકોમાં પાત્ર પણ ભજવતા. પરંતુ તેમનો આ એક્ટિંગનો શોખ ધીમે ધીમે જૂનુનમાં બદલાઈ ગયો અને તેમણે નોકરી છોડીને ચેન્નાઈના એક સંસ્થામાં દાખલો લઇ લીધો. ત્યાં તે સંસ્થામાં એક નાટક દરમિયાન તે સમયના એક પ્રખ્યાત નિર્માતા બાલા ચંદ્રની નઝર રજનીકાંત પર પડી. તે નિર્માતા રજનીકાંતની સ્ટાઈલ અને એક્ટિંગથી એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે પોતાની એક ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ રજનીકાંતને આપ્યો. ત્યારબાદ તેઓને ફિલ્મમાં કામ કરવાનો એન્ટ્રી પાસ મળી ગયો.
🕵 મિત્રો રજનીકાંતે ઘણી બધી ફિલ્મો આપી છે અને તેમની ઘણી ફિલ્મો ફ્લોપ પણ ગઈ હતી પરંતુ તેની રોચક વાત એ છે કે જેટલી ફિલ્મો તેની ફ્લોપ ગઈ તેની ભરપાઈ રજનીકાંતે પોતે જ કરેલી છે. એટલું જ નહિ પરંતુ 60 વર્ષની ઉમરે જ્યારે આપણે રીટાઈર થઇ ચુક્યા હોય તે ઉમરે તેમણે “શિવાજી ધ બોસ અને રોબર્ટ” જેવી સુપર હિટ ફિલ્મોમાં પોતાનો અભિનય આપેલો છે.
🕵 તો મિત્રો એક સામાન્ય વ્યક્તિ માટે આશાનું પ્રતિક છે રજનીકાંત.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી