જાણો ભવિષ્યની ઘટનાઓ તમે પણ…આવો અહેસાસ થાય ત્યારે શું થાય? જાણવા માટે આ લેખને વાંચો…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ધ્યાન એક ચમત્કાર.. જાણો ભવિષ્યની ઘટનાઓ તમે પણ.. જાણવા માટે આ લેખને વાંચો… 💁

👩‍🏫 આજે અમે ધ્યાનથી મળતી શક્તિ અને સિદ્ધિઓ વિશે જણાવશું. પરંતુ આ ચમત્કારી શક્તિ ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિ પુરા સંકલ્પ સાથે લગાતાર ધ્યાન કરે. આત્મા અને પરમાત્માના અસ્તિત્વ પર વિશ્વાસ કરે અને પરમાત્માના જગતને જાણવાની સાચી જિજ્ઞાસા રાખે. ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરે અને ધ્યાનમાં આગળ વધવા માટે પ્રાથના કરે. એટલે ધ્યાન દ્વારા તમે તમારા વ્યવહારને બદલી શકો છો. Image Source :

👩‍🏫 સદ્દગુરુ ઓશોએ કહ્યું છે કે “આપણા કૃત્યો અને વ્યવહાર કર્મ આપણા વિચારોને દર્શાવે છે.” દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમભાવ રાખવો અને તેની સાથે જાતપાત, અમીરી, ગરીબી, કોઈ પણ પ્રકારની ઊંચનીચ વગેરેનો ભેદભાવ ન કરવો. જ્યારે કોઈના જીવનમાં આ બધી વાતો આવી જાય તો તે વ્યક્તિની “કુંડલીની શક્તિ” જાગવા લાગે છે. તેને “કુંડલીની અવેગની” પણ કહેવામાં આવે છે. અને તેની ત્રીજી આંખ ખુલવા લાગે છે. આવા વ્યક્તિની છઠ્ઠી ઇન્દ્રિ જાગૃત થઇ જાય છે અને તે વ્યક્તિને અતિઇન્દ્રિય જ્ઞાન અથવા અતિ સંવેદાત્મક જ્ઞાન અથવા પાંચેય ઇન્દ્રિયો પછીનું જ્ઞાન થવા લાગે છે. તેને એક્સેસેન્સી ESP પણ કહેવાય છે.

👩‍🏫 ધ્યાનથી આપણને જે અદ્દભુત અથવા ચમત્કારી શક્તિ મળે છે તે છે “અચાનક અદ્દભુત વાણી અને જ્ઞાનનું પ્રાપ્ત થવું.”Image Source :

👨‍🏫 પૂર્વ આભાસ અથવા પૂર્વજ્ઞાનની શક્તિ જ્યારે કોઈને મળે છે તો તેને ભવિષ્યમાં થવાની ઘટનાઓ વિશે પહેલા જ ખબર પડી જાય છે. પરંતુ તે ઘટનાઓને બદલી અથવા ટાળી નથી શકતા અને તે એ પણ નથી જાણી શકતા કે તેણે કંઈ વસ્તુથી પૂર્વ આભાસ કે પૂર્વજ્ઞાન થવાનું છે. મનોદશા અથવા મૂડમાં અચાનક બદલાવ આવવો. જેમ કે ઉદાસ થઇ જવું, દુઃખી થઇ જવું, કોઈ કામમાં મન ન લાગવું, આંખના પલકારા વધવા અને આંખોમાં કારણ વગર કંઈક ખૂંચવું આ બધી બાબતો આપણને ભવિષ્યમાં આવનારી ઘણી ઘટનાઓ વિશે જાણ કરે છે. પરંતુ ધ્યાન રાખવું કે જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં આવનારી કોઈ ખરાબ ઘટનાનો આભાસ થઇ જાય તો તે ખુબ ટેન્શનમાં આવી જાય છે અને ચિંતિત પણ થવા લગતા હોય છે.Image Source :
👩‍🏫 ઘણી વાર અમુક વસ્તુ આકૃતિ, ફિલ્મ, ટીવીના દ્રશ્યોને જોઇને અથવા ન્યુઝ પેપરની કોઈ ખબર વાંચીને અથવા કોઈ વ્યક્તિની વાતો સંભાળીને ભવિષ્યની ઘટનાઓનો પૂર્વ આભાસ અથવા જ્ઞાન થઇ જતું હોય છે. દાખલા તરીકે આવનારા કોઈ પણ સંકટમાં, સમસ્યા અથવા દુર્ઘટનાનો પૂર્વ આભાસ, પરિવારના કોઈ સદસ્યનું બીમાર થવું અથવા તેના મૃત્યુનો પૂર્વ આભાસ, કોઈ નજીકનો સંબંધી અથવા નજીકનો મિત્ર અથવા તેના પરિવારના કોઈ પણ સદસ્યનું મૃત્યુ અથવા તો દુર્ઘટના થવાના પૂર્વઆભાસ કોઈ નવા કાર્યના શરૂ થવાના, ક્યાંકથી પૈસા આવવાના પૂર્વ આભાસ, મૌસમ સંબંધિત પૂર્વ જ્ઞાન જેમ કે વરસાદ, ભૂકંપ આવવાનું મહિનાઓ અગાઉ પૂર્વ જ્ઞાન થઇ જવું. દેશ પર કોઈ સંકટ જેમ કે આંતકવાદી હુમલો અથવા અન્ય કોઈ પણ ઘટનાનો પૂર્વ આભાસ થવો.

👩‍🏫 પૂર્વ આભાસમાં તમને કોઈ પણ એવી વસ્તુ દેખાય જેમ કે તે વસ્તુ આપણને સાધારણ રીતે ન દેખાતું હોય. એટલે કે આપણને તે રોજબરોજના જીવનમાં ના દેખાતું હોય અને તે દિવસે જોવા મળે અથવા તમારી સામે કોઈ વાતનો ઉલ્લેખ થઇ રહ્યો હોય જે તમને સામાન્ય વાત કરતા અલગ નજર આવતો હોય તો એવી વાત સંબંધિત કોઈ ઘટના ભવિષ્યમાં થઇ શકે છે. ત્યારે આપણે એવું જ સમજવું જોઈએ કે આ યુનિવર્સ આપણને ઇશારાથી કંઈક સમજાવે છે. તેને યુનિવર્સની ભાષા પણ કહી શકાય છે. જો તમારી સાથે આવું વારંવાર થાય છે તો તમારે સમજી લેવાનું કે તમારો પ્રવેશ એક ચમત્કારી દુનિયામાં થઇ ગયો. અને તમે પરમાત્માની સાચી રાહ પર ચાલી રહ્યા છો.Image Source :
👨‍🏫 ધ્યાન કરવાથી બીજી શક્તિ મળે છે તે છે  “પૂર્વ જ્ઞાન અથવા ભવિષ્ય સૂચક સ્વપ્ન”. ધ્યાન દ્વારા, ભવિષ્યની કોઈ ઘટનાનું પૂર્વ જ્ઞાન અથવા પૂર્વ બોધ હોવો. પૂર્વ જ્ઞાનની આ શક્તિ અમુક અમુક પૂર્વાઆભાસ જેવી છે. પરંતુ આમાં વ્યક્તિને ભવિષ્યમાં થનારી ઘટના સપનામાં દેખાય છે અથવા ઊંડા ધ્યાનમાં, વ્યક્તિ જ્યારે આંખ બંધ કરીને પુરા આરામમાં હોય અથવા હળવી ઊંઘની સ્થિતિમાં હોય ત્યારે આવા સપના ખુબ જ સ્પષ્ટ દેખાય છે અને એવું લાગે છે કે બધું જ સાચું બની રહ્યું છે. વાસ્તવિકમાં ઘટિત થાય છે અને આ સપના વ્યક્તિને ખુબ જ સમય સુધી યાદ પણ રહે છે. આવા સ્વપ્નને ભવિષ્ય સૂચક સ્વપ્ન પણ કહેવાય છે.

Image Source :
👨‍🏫 વાણી અને વિશેષ જ્ઞાન જ્યારે કોઈ વ્યક્તિને મળે છે ત્યારે તે ખુદ પણ હેરાન થઇ જતા હોય છે કે તે આ બધું કેવી રીતે જાણે છે ?, આ બધું અચાનક કેવી રીતે થઇ ગયું ? તે વ્યક્તિને એવું લાગે છે કે તે બોલી પણ રહ્યો છે અને પોતાને બોલતા જોઇને પણ તે અચંબિત થય જતો હોય છે. વ્યક્તિ પોતાના જ્ઞાનને જોઇને હેરાન પણ થઇ રહ્યો હોય છે. આવી વાણી અને જ્ઞાન મળવા પર વ્યક્તિ કોઈ પણ તૈયારી વગર દરેક વિષય પર બોલી શકે અથવા લખી શકે છે અને બીજા લોકોને પણ આસાન ભાષામાં સમજાવી પણ શકે છે. જે ચમત્કારી શક્તિ આપણને ધ્યાન કરવાથી મળે છે તે છે INTUITION POWER. તેનો મતલબ થાય “પૂર્વઆભાસ તથા પૂર્વ જ્ઞાનની” શક્તિ પ્રાપ્ત થવી.

👨‍🏫 ધ્યાન દ્વારા મળતી શક્તિઓ વિશે અમે આગળ જણાવશું કોમેન્ટ કરો “NEXT PART” લખી ને. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 Image Source: Google

Leave a Comment