મિત્રો તમે જાણો છો તેમ આજકાલ લોકોનું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો તરફ વધુ જઈ રહ્યું છે. કારણ કે આજે પેટ્રોલના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. જયારે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવાથી તમારે ઓછા ખર્ચે વધુ કિલોમીટર અંતર કાપી શકાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં આ વાહનોમાં આગ લાગી જાય છે. તેનું કારણ શું છે તેમજ સરકાર આ વિશે શું નિર્ણય લઈ શકે છે. તે બધી જ માહિતી અમે તમને આ લેખમાં જણાવશું.
દેશમાં ઈલેક્ટ્રીક વાહનો વિશેષ રૂપથી ટુવ્હીલર વાહનોની સેફ્ટીને વધારે પુખ્તા બનાવવા માટે સરકારે કમર કસી લીધી છે. હાલમાં એક પછી એક દેશના અલગ અલગ સ્થળેથી ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગવાની ખબરો એકધારી મળી રહી છે. આ ઘટનાઓ પર તરત જ એક્શન લેતા જ્યાં સરકારે તપાસના આદેશ આપ્યા છે, ત્યાં હવે તેમના માટે સ્ટેન્ડર્ડને ફિક્સ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.
બેટરીઓ માટે બદલશે : જાણવા મળતી માહિતી મુજબ એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી એક ખબર આપી છે કે, સરકાર બેટરીમાં ઉપયોગમાં લેવાતી સેલના માનકોને સંશોધિત કરશે. તેમની ટેસ્ટિંગ અને બેટરી મેનેજમેન્ટથી જોડાયેલ માનદંડોને પણ સંશોધિત કરવામાં આવશે. શરૂઆતી તપાસના રિપોર્ટ પરથી જાણવા મળે છે કે, એક નિશ્ચિત તાપમાન પર પહોંચ્યા પછી બેટરીમાં ઉપયોગમાં લેવાતા સેલ આગ પકડે છે. આ જ કારણે ઈલેક્ટ્રીક ગાડીઓમાં આગ લાગી રહી છે. નવા માનકો મુખ્ય રૂપથી વધારે પ્રોડક્શન સાથે સાથે સેલ અને બેટરીની સ્ટોરેજ ક્ષમતા, રિચાર્જ સ્ટાંડર્ડ અને અન્ય સેફ્ટી ફીચર્સ પર જોર આપશે.
રિકોલ કરાવવાની પ્લાનિંગ ? : જાણ મુજબ, સરકાર અત્યારે ઈલેક્ટ્રીક ગાડીઓને રિકોલ કરાવવાનું પ્લાનિંગ કરી રહી નથી. પરંતુ તેને આ બાબતમાં અત્યારે DRDO અને Indian Institute of Science ના રિપોર્ટની રાહ છે, જે ઈલેક્ટ્રીક ગાડીઓમાં આગ લાગવાના કારણો પર વિસ્તારથી તપાસ કરી રહ્યા છે.
ગ્રાહકોની સુરક્ષા સૌથી મહત્વની : આમ ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાના કિસ્સામાં ગ્રાહકોની સુરક્ષા માટે સરકાર વિચારી રહી છે. તે પહેલા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ ગિરિધર અરમાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સરકાર ગ્રાહકોની સુરક્ષાને લઈને પ્રતિબદ્ધ છે. આવનારા થોડા દિવસોમાં સરકાર તે માટે સુધારાત્મક પગલાં લેવા જઈ રહી છે.
Okinawa એ પાછા બોલાવ્યા સ્કૂટર : આગ લાગવાની ઘટનાઓમાં Okinawa Autotech ના સ્કૂટર પણ સમાવિષ્ટ છે. હાલમાં કંપનીએ પોતાના 3,215 પ્રેજ પ્રો સ્કૂટરોને રિકોલ કર્યા છે. ઈલેક્ટ્રીક સ્કૂટરોને રિકોલ કરતાં કંપનીએ કહ્યું હતું કે, આગ લાગવાની હાલની ઘટનાઓ બાદ તેઓ સ્વેચ્છાએ તેને પાછા માંગી રહી છે. કંપનીએ કહ્યું હતું કે, ઈલેક્ટ્રીક સ્કૂટરોને પાછા બોલાવવા કસ્ટમર્સની સેફ્ટીને લઈને તેની કમિટમેન્ટનો ભાગ છે. કંપનીએ બેટરીથી જોડાયેલી ખામીઓને દુરુસ્ત કરવા માટે આ પગલું ભર્યું છે. આમ આગ લાગવાની આ ઘટના સામાન્ય ન ગણતા તેને ગંભીર રૂપે સરકાર વિચારી રહી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી