મિત્રો તમે જોતા હશો કે, હવે બજારમાં પાકેલી કેરી ક્યાંક ક્યાંક દેખાવા લાગી છે. જો કે કેરી એ દરેક લોકોને ભાવતી વસ્તુ છે અને ઉનાળામાં કેરી વગર કોઈ પણ ભોજન અધૂરું લાગે છે. પરંતુ આ કેરીઓ ખાતા પહેલા તમારે અમુક વાતો પણ જાણી લેવી જોઈએ. જ્યાં કેરી ખાવાના અનેક ફાયદાઓ છે ત્યાં તમને વધુ પ્રમાણમાં ખાવાથી નુકશાન પણ થઈ શકે છે. ચાલો તો આપણે આ લેખમાં વધુ કેરી ખાવાથી ક્યાં ક્યાં નુકશાન થઈ શકે છે તેના વિશે વિસ્તારથી માહિતી જાણી લઈએ.
ફળોનો રાજા કેરી તેના સ્વાદ અને મીઠાશના કારણે ખુબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે,, આ સ્વાદિષ્ટ ફળમાં અમુક એવા સાઈલેંટ સાઈડ ઇફેક્ટ્સ સાથે આવે છે જે શરીર માટે ખુબ જ નુકશાનદાયક છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, જો કેરીને સરખી રીતે ખાવામાં ન આવે તો તેનાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવો ગરમીમાં બજારની રોનક વધારતી કેરીનાં સાઈડ ઇફેક્ટ્સ વિશે જણાવીએ.
એલર્જી : જો તમને ખાટી વસ્તુથી કોઈ પ્રકારની એલર્જી હોય તો કેરીનું સેવન કરતા પહેલા આ વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. કેરી ખાવાથી શરીરમાં એલર્જી થવાનું જોખમ વધી શકે છે. લેટેક્સ એલર્જીથી પીડિત લોકોને કેરી નુકશાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જ્યારે કોઈ સિન્થેટીક મટિરિયલ પ્રતિ સંવેદનશીલ હોય. વાસ્તવમાં કેરીમાં જોવા મળતું પ્રોટીન લેટેક્સ સમાન જ હોય છે. જે પહેલાથી એલર્જીનો શિકાર હોય તેવા લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
હાઈ બ્લડ શુગર : જે લોકો ડાયાબિટીસના દર્દી છે તેમણે કેરીનું સેવન કરવામાં સાવચેતી રાખવી જોઈએ. સ્વાદિષ્ટ અને મીઠી કેરીમાં નેચરલ શુગર કન્ટેન્ટ ખુબ વધારે હોય છે, જેના કારણે તે ઝડપથી બ્લડ શુગર લેવલને વધારી શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, ડાયાબિટીસ અથવા અન્ય લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરની બાબતમાં નેચરલ શુગર શરીરમાં રેગ્યુલર શુગરની જેમ જ વ્યવહાર કરે છે. માટે, એવા લોકોએ કેરીની કવોન્ટિટી એટલે કે તેના પોર્જન સાઇઝ પર પણ ધ્યાન આપવું જોઈએ.
લો ફાઈબર : કેરીની અમુક જાત એવી પણ હોય છે જેમાં ફાઈબરની માત્રા તેની ગોટલી અને છાલથી પણ ઓછી જોવા મળે છે, જેને સામાન્ય રીતે લોકો ખાતા નથી. આ પ્રકારની કેરી આપણી ડાયઝેશન પ્રોસેસને સપોર્ટ કરતી નથી. માટે જ ડોક્ટર હંમેશા ફાઈબરથી ભરપૂર કેરી ખાવાની સલાહ આપે છે જે ડાયઝેશન પ્રોસેસ માટે સારી ગણવામાં આવે છે.
વજન વધવું : જો તમે કેરીનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તેનાથી તમારું વજન પણ વધી શકે છે. એક્સપર્ટ કહે છે કે, ખુબ વધારે કેરી ખાવાથી આપણું વજન ઝડપથી વધી શકે છે. આવું એ માટે થાય છે કારણ કે, બીજા ફળોની સરખામણીએ કેરીમાં ઓછી કેલોરી, હાઈ નેચરલ શુગર અને હાઈ કેલોરી જોવા મળે છે. આ જ કારણ છે કે, તેનું વધારે માત્રામાં સેવન કરવાથી તમારું વજન વધી શકે છે.
પેટથી જોડાયેલી સમસ્યા : જો તમને પેટને લગતી કોઈ તકલફ છે તો તમારે કેરીનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ મુજબ, કેરીનું વધારે માત્રામાં સેવન જીઆઈ ડિસ્ટ્રેસને વધારો આપી શકે છે. વાસ્તવમાં તેમાં રહેલ કાર્બોહાઈડ્રેડ IBS એટલે કે, ઇરિટેબલ બોવેલ સિંડ્રોમને ટ્રિગર કરી શકે છે અને ડાયઝેસ્ટિવ સિસ્ટમને ખરાબ કરી શકે છે.
એનાફિલેક્ટિવ શોક : વધારે કેરી ખાવાથી અમુક લોકોને એનાફિલેક્ટિવ શોકની સમસ્યા થઈ શકે છે. તે એક પ્રકારનું એલર્જીક રીએક્શન હોય છે જેમાં ઊબકા, ઉલ્ટી અને સદમા જેવા લક્ષણો અનુભવાય છે. જો આ રીએક્શનનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો વ્યક્તિ બેભાન થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી