મિત્રો દરેક લોકો પોતાના ચહેરાને સુંદર દેખાડવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત કેમિકલ પ્રોડક્ટના વધુ ઉપયોગથી તમારી સ્કીન ડેમેજ થઈ શકે છે. તેમજ તમને એલર્જી પણ થઈ શકે છે. જયારે તમે ચહેરાને સુંદર દેખાડવા માટે ઘરે જ સંતરાનો સાબુ બનાવીને પોતાના ચહેરાની સુંદરતાની સાથે રંગ પણ બદલી શકો છો. આ સાબુને ઘરે બનાવવો ખુબ જ સહેલો છે. ચાલો તો સાબુ બનાવવાની આ રીતને આપણે વિસ્તારથી જાણી લઈએ.
ચહેરાને સાફ રાખવા માટે બજારમાં ઘણા બધા ફેસ પ્રોડક્ટસ મળે છે. પરંતુ તમે ઘરે પણ અમુક ફેસ પ્રોડક્ટસ બનાવી શકો છો. તેમાંથી એક છે ફેસ સોપ. આમ તો ચહેરા પર ઉપયોગમાં લેવા માટે અમે તમને ઘણા બધા કુદરતી ફેસ વોશ વિશે જણાવી ચૂક્યા છીએ, પરંતુ આજે અમે તમને જણાવશું કે કંઈ રીતે તમે ઘરે સંતરાની છાલનો સાબુ બનાવી શકો છો. આ સાબુ તમારા આખા શરીરની સાથે સાથે ચહેરા પર પણ લગાડી શકાય છે. તો આવો જાણીએ આ સાબુને ઘરે બનાવવાની સરળ વિધિ.
સામગ્રી : 2 મોટી ચમચી સંતરાની છાલનો પાવડર, 3 થી 4 વધેલા સાબુના ટુકડા, 1 મોટી ચમચી એલોવેરા જેલ, 5 ડ્રોપ્સ મિંટ એસેન્શિયલ ઓઈલ, વિટામિન ઈ ની 1 કેપ્સુલ.
રીત : સૌથી પહેલા સંતરાની છાલને સૂકવી લો અને તેનો પાવડર બનાવી લો. તમે ચાહો તો, સંતરાની તાજી છાલને વાટીને તેના પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરમાં વધેલા સાબુના ટુકડાનો ઉપયોગ કરવા માટે એક વાસણમાં તેને રાખો અને તેની સાથે સંતરાની છાલનો પાવડર પણ રાખો. સાબુ જ્યારે ઓગળી જાય ત્યારે આ મિશ્રણમાં એલોવેરા જેલ અને મિંટ એસેન્શિયલ ઓઈલ તેમજ વિટામિન ઈ કેપ્સુલને પંચર કરીને ઉમેરો. પછી આ મિશ્રણ એક સોપ મોલ્ડમાં રાખો અને સુકાવા દો. આમ કરવાથી તમારો ઓરેન્જ સોપ તૈયાર થઈ જાય છે.
ઓરેન્જ સોપ બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું : 1 ) તમારે માત્ર એ જ સાબુના ટુકડાનો ઉપયોગ કરવાનો છે, જે કેમિકલ ફ્રી હોય. જો તમે ચહેરા પર કેમિકલ યુક્ત સાબુનો ઉપયોગ કરશો તો તે તમારી ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. તમે બેબી સોપથી પણ આ સાબુ ઘરે તૈયાર કરી શકો છો.
2 ) વધારે તાપે સાબુને ન ગરમ કરવો અને સાબુને ઓગાળતી વખતે તેમાં બાકીની સામગ્રી મિક્સ પણ ન કરવી. સાબુ ઓગળી જાય પછી જ તેમાં બાકીની સામગ્રી મિક્સ કરવી.
3 ) તમે ચાહો તો સંતરાનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ કોઈ પણ સામગ્રી સાબુના ટુકડા કરતાં વધારે ન હોવી જોઈએ.
સંતરાના સાબુના ફાયદા : 1 ) સંતરાની છાલમાં વિટામિન સીની માત્રા પ્રચુર હોય છે. જો તમારા ચહેરા પર ચમક ઓછી હોય તો, આ સાબુના ઉપયોગથી તમારી સમસ્યા અમુક હદે ઓછી થઈ જાય છે.
2 ) ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે પણ આ સાબુથી તમને ફાયદો મળી શકે છે.
3 ) આમ તો, ત્વચાનો જે નેચરલ કલર હોય છે તેને બદલી શકતો નથી પરંતુ, તેમાં નિખાર લાવવાની સંભાવનાઓ હોય છે. એવામાં સંતરાના સાબુના ઉપયોગથી ત્વચામાં થોડો નિખાર પણ લાવી શકાય છે.
આમ આ સંતરાનો સાબુ તમારી સ્કીનને સુંદર બનાવે છે. તેમજ ચહેરાની સુંદરતા માટે ઘરે બનાવેલ આ સાબુ એક કુદરતી રીતે તમારી સ્કીન પર કામ કરે છે. અને તમને કોઈ નુકશાન પણ નથી થતું. સંતરાનો સાબુ અનેક વિટામીનથી ભરપુર માનવામાં આવે છે.
જો તમને કોઈ સ્કીનની એલર્જી હોય અથવા તમારી સ્કીન સેન્સિટિવ હોય તો, તમારા ચહેરા પર આ સાબુ લગાડતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી