મિત્રો આજના સમયમાં દરેકને કાર ખરીદવાનું સપનું હોય છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણેની કાર વસાવવાની ઈચ્છા રાખે છે. તેથી મિત્રો જો તમે કાર ખરીદવાની યોજના કરી રહ્યા હોવ તો ખૂબ જ સારો મોકો છે. આ મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં કાર ખરીદવા પર તમને બમ્પર ડિસ્કાઉન્ટ મળી શકે છે તમને કારની કિંમત પર એક લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે.
હવે કાર કંપનીઓ નવા વર્ષ એટલે કે એક જાન્યુઆરી 2023 થી કારોની કિંમત વધારવાનું જાહેર કરી ચૂકી છે. નવા વર્ષમાં કાર ખરીદવા પર તમારું ખિસ્સું વધારે ખાલી થઈ શકે છે. તેથી આના પહેલા વર્ષ 2022 ના છેલ્લા મહિનામાં કંપનીઓ વધુમાં વધુ કાર વેચવા ઈચ્છે છે.કાર કંપનીઓએ પોતાનો જૂનો સ્ટોક કાઢવા માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કાઢી છે. તેવામાં તમે પણ આ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. તો આવો તમને જણાવીએ કઈ કાર કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.મારુતિ કારના આ મોડલ્સ પર આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ:- મિન્ટ માં છપાયેલી એક ખબર પ્રમાણે મારુતિએ પોતાની કારોના અનેક મોડલ પર બમ્પર ડિસ્કાઉન્ટ કાઢ્યું છે. મારુતિની કારો પણ આગળના વર્ષમાં એટલે કે જાન્યુઆરીથી મોંઘી થઈ જશે. તેના પહેલાં મારુતિ એ પોતાની કાર અલ્ટો, એસ પ્રેસો, ડિઝાયર અને ઇકો પર ડિસ્કાઉન્ટ ઓફર કાઢ્યું છે. તેની સાથે જ મારુતિ એ પોતાની કારોના પ્રીમિયમ મોડલ્સ જેમ કે સીઆજ, બલેનો પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કાઢી છે. મારુતિની અનેક કાર વેગન આર અને સેલેરિયો પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે મારુતિ તરફથી લગભગ 57 હજારથી લઈને 72 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ટાટા મોટર્સ પણ આપી રહ્યું છે ડિસ્કાઉન્ટ:- ટાટા મોટર્સ તરફથી પણ પોતાની કારો પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ટાટા મોટર્સ પોતાની પાવર ફુલ એસયુવી સફારી અને હેરિયર પર કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ સાથે લગભગ 65000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તેવી જ રીતે ટીઆગો અને ટીગોર જેવી કારોના મોડલ્સ પર લગભગ 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ટાટા મોટર પણ જાન્યુઆરી 2023 થી પોતાની કારોના ભાવ વધારવાની ઘોષણા કરી ચૂક્યું છે.મહિન્દ્રા આપી રહ્યું છે એક લાખ રૂપિયા સુધીની છૂટ:- મહેન્દ્રા પણ પોતાની કારો અને એસયુવી પર બમ્પર છૂટ આપી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે મહિન્દ્રા xuv300 પર લગભગ એક લાખ રૂપિયા, બલેનો પર 95 હજાર રૂપિયા અને થારના કેટલાક મોડેલ્સ પર 20,000 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યું છે.
હ્યુન્ડાઇ આ કારો પર આપી રહ્યું છે છૂટ:- હ્યુન્ડાઇ એ પણ પોતાની અનેક કાર પર ડિસ્કાઉન્ટ ઓફર કરી છે Grand i10 Nios પર હુન્ડાઈ એ 63 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. Hyundai Nios ના CNG વેરિઅન્ટ પર 25000 રૂપિયાનું કેસ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાની એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. I20 ના સિલેક્ટેડ વેરીએન્ટ પર 20 હજાર રૂપિયા ની કેશ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયા નું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી