આપણે જાણી છીએ કે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આપણે પગમાં મોજા પહેરીએ છીએ. તેનાથી તમને હુંફ મળે છે. તેમજ ઠંડી સામે રક્ષણ મળે છે. પણ ઘણીવખત આપણે અજાણતા જ એવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ જેનાથી તમને નુકશાન પણ થઇ શકે છે. ઘણા લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે રાત્રે સુતી વખતે પણ પગમાં મોજા પહેરી રાખે છે. પણ તેનાથી નુકશાન પણ થઇ શકે છે. આથી પગમાં મોજા પહેરવાના કેટલાક ફાયદાઓ છે તો કેટલાક નુકશાન પણ છે. આથી આ વિશે પણ તમારે માહિતી જાણી લેવી જરૂરી છે. જેથી કરીને તમે પગમાં મોજા પહેરતા પહેલા સાવધાન થઇ શકો છો.
સામાન્ય રીતે લોકો શિયાળામાં ઠંડીથી બચવા માટે મોજા પહેરીને સૂતા હોય છે. ઠંડીની ઋતુમાં મોજા પહેરવાથી પગ ગરમ રહે છે. જેનાથી ઊંઘ સારી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, મોજા પહેરીને સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. મોજા પહેરીને સુવાના કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થઈ શકે છે. એટલું જ નહીં, તેનાથી બેચેની અને શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ, મોજા પહેરીને સુવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.મોજા પહેરીને સુવાના નુકસાન:-
1) બ્લડ સર્ક્યુલેશન ઘટી શકે છે:- સૂતા સમયે મોજા પહેરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા થઈ શકે છે. સૂતા સમયે વધારે ટાઈટ મોજા પહેરવાથી બ્લડ ફ્લો ઘટી શકે છે. જો તમે શિયાળામાં પગને ગરમ રાખવા માંગતા હોય તો ઢીલા મોજા પહેરીને જ સૂવું.
2) શરીરનું તાપમાન વધી શકે છે:- રાત્રે સૂતા સમયે મોજા પહેરવાથી શરીરનું તાપમાન વધી શકે છે. જો તમારા મોજા માંથી એર પસાર ન થાય તો તે ઓવર હીટિંગનું કારણ બની શકે છે. તેનાથી માથામાં ગરમી ચડી શકે છે અને બેચેનીની સમસ્યા થઈ શકે છે.3) હાર્ટ પર પડે છે ખરાબ અસર:- રાત્રે મોજા પહેરીને સુવાથી હ્રદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વાસ્તવમાં ટાઈટ મોજા પહેરીને સુવાથી પગની નસો પર દબાણ આવે છે. જેના કારણે હાર્ટને લોહી પંપ કરવામાં વધારે જોર લગાડવું પડે છે. તેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.
4) સ્કીન એલર્જી:- તમે આખો દિવસજો મોજા પહેરીને ફરતા હોય તો, તેમાં ધૂળ-માટી ચોંટી જાય છે. એવામાં રાત્રે એ મોજાને પહેરીને સુવાથી પગમાં ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. તે સિવાય ઘણા લોકોને નાઇલોનથી બનેલા મોજા સુટ કરતાં નથી. જો તમે લાંબા સમય સુધી મોજા પહેરો છો તો તેનાથી સ્કીન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.5) ઊંઘમાં સમસ્યા:- જો તમારા મોજા ટાઈટ હોય તો, તેનાથી તમને રાત્રે સારી ઊંઘ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે. ટાઈટ મોજા પહેરીને સુવાથી તમે અસહજતા અનુભવી શકો છો. માટે સારું રહેશે કે તમે રાત્રે મોજા ઉતારીને સૂવો.
મોજા પહેરીને સૂતા હોય તો આ વાતનું ધ્યાન રાખો:- જો તમે પગને ગરમ રાખવા માટે મોજા પહેરતા હોય તો હંમેશા ઢીલા મોજા પહેરીને સૂવું જોઈએ. હંમેશા સાફ અને ધોયેલાં મોજા પહેરીને જ સૂવું જોઈએ. રાત્રે મોજા પહેરતા પહેલા પગની માલિશ કરવી, તેનાથી પગ ગરમ રહે છે. જો તમને નાઇલોનના મોજા સુટ ન કરતાં હોય તો કોટનના ઢીલા મોજા પહેરવા.
બાળકોને ટાઈટ મોજા પહેરાવીને ન સુવડાવવા. જો તમે શિયાળામાં મોજા પહેરીને સૂતા હોય તો, તેનાથી તમારે અમુક દુષ્પ્રાભાવ સહન કરવા પડી શકે છે. માટે સારું રહેશે કે તમે સૂતા પહેલા મોજા ઉતારી લો. આમ મોજા પહેરવામાં થોડી સાવધાની રાખવી પણ જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી