રંગો પ્રમાણે ખાવા લાગો ફળો અને શાકભાજી, શરીરના અનેક રોગો ભાગશે ઉભી પૂછડીએ… આડેધડ ખાતા હો જાણો રંગો પ્રમાણે શાકભાજી અને ફળોના ફાયદા…

મિત્રો આપણી લાઇફ સ્ટાઇલ ત્યારે હેલ્ધી કહેવાશે જ્યારે આપણે આપણા ડાયટમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવાનું શરૂ કરીએ. આપણા શરીર ની તંદુરસ્તી સ્વસ્થ તથા પોષણયુક્ત ખાવાની આદતો પર નિર્ભર કરે છે. આપણે મોટાભાગે પોતાની લાઈફ સ્ટાઈલને બરાબર કરવાના ચક્કરમાં આ આદતોને નજર અંદાજ કરવા લાગીએ છીએ અને ત્યાંથી જ બધી તકલીફો શરૂ થવા લાગે છે. ખોટી જાણકારીઓ અને ખોટી રીતના ડાયટ નો શિકાર બન્યા વગર તમારા શરીરના સ્વાસ્થ્યથી જોડાયેલી જરૂરિયાતો પૂરી કરવાની એક સરળ રીત છે સંતુલિત આહાર. સંતુલિત આહારમાં રેંબો ફૂડ કોન્સેપ્ટને અનુસરવાથી ઘણા ફાયદા મળે છે. રેમ્બો ફૂડ જેવું નામ છે તેની પરથી જ ખ્યાલ આવે છે કે તેમાં અલગ અલગ રંગના ફેમિલીના ફૂડ શામેલ હોય છે.

અલગ અલગ કલર ના ફૂડ ન માત્ર તમારી પ્લેટને કલરફુલ અને મજેદાર બનાવે છે, પરંતુ દરેક કલરના ફૂડ આપણા શરીરને એક ખાસ ફાઈટો કેમિકલ આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. દરેક ફૂડમાં ફાઈટો કેમિકલ હાજર હોય છે, જેનાથી તેમને પોતાનો કલર મળે છે. આ ફાઈટોકેમિકલ બીજું કંઈ નહીં પરંતુ પીગમેન્ટના રૂપમાં એન્ટિઓક્સિડેન્ટ છે જે શરીરમાં ફ્રી રેડીકલ્સ કે ટોક્સિન્સને લડવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટી જાળવવામાં મદદ કરે છે. દરેક ફૂડ ને કલર આપવો એ કુદરતના હાથ માં છે અને લોકોને એ સમજવાની રીત છે કે અલગ અલગ કલર શરીર માટે શું કરે છે. તો ચાલો તમને જણાવીએ કે રેમ્બો ડાયટ ના રૂપમાં દરેક કલર તમારા શરીરના પોષણ સંબંધી જરૂરિયાતોને પૂરી કરવામાં શું ભૂમિકા ભજવે છે.1) લાલ (Red):- સફરજન, જરદાળુ, તરબૂચ, સ્ટ્રોબેરી, ટામેટા અને દાડમના લાલ રંગ તેને જબરજસ્ત એન્ટિઓક્સિડન્ટ ગુણો વાળા ફાઈટોકેમિકલ લાઈકોપીન દ્વારા આપવામાં આવે છે. લાઈકોપીન હૃદયની બીમારીઓ, કેટલાક પ્રકારના કેન્સર અને ત્યાં સુધી કે સનબર્નથી લડવાના ગુણો માટે ઓળખાય છે. બીટમાં હાજર શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ અને વેસ્ક્યુલર પ્રોટેકટીવ ઇફેક્ટ ને કેટલાય માનવ અને પશુ અધ્યયનોમાં બતાવવામાં આવ્યું છે. ત્યાં સુધી કે રેડ વાઇનમાં પણ કેટેચીનના દ્વારા એન્ટિઓક્સિડેન્ટ હાજર હોય છે, અને માનવામાં આવે છે કે જો આને ઓછા પ્રમાણમાં લેવામાં આવે તો આ કોરોનરી હૃદયની બીમારીઓના જોખમ ને ઘટાડી શકે છે. તેના સિવાય સફરજન જેવા ફળોને પોતાના ડાયટમાં જરૂર શામેલ કરવા જોઈએ, આ ફાઇબરનો એક સમૃદ્ધ સ્ત્રોત છે જે મળ ત્યાગવાને સરળ બનાવે છે અને આંતરડાને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

2) લીલો (Green):- આપણે સૌ જાણીએ છીએ કે લીલા શાકભાજી અને શાક આપણા માટે કેટલા ફાયદાકારક છે પરંતુ તેને ફાયદામાંકારક કોણ બનાવે છે? લીલા શાકભાજીમાં કેલ્શિયમ, પોટેશિયમ,આયર્ન, મેગ્નેશિયમ, વિટામીન બી, સી, ઈ અને કેટલાક સૌથી જરૂરી પોષક તત્વો અને મિનરલ ઉપલબ્ધ હોય છે. લીલા શાકના છોડમાં ઉપલબ્ધ પીગમેન્ટ ક્લોરોફિલ પણ ફ્રી રેડીકલ્સને બિનઅસર કરવામાં અને ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેના સિવાય લીલા શાક એક કુદરતી ડીઓર્ડરાઇઝર છે  તો તેને જરૂર ખાઓ.3) પીળો (Yellow):- પીળા કલરના ફૂડ મૂડ બુસ્ટર હોય છે. આ  તમારી સ્કિન, આખો, હાડકા અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. યલો કલરના ફૂડ ને આ કલર વિટામીન સી અને કોલેજન થી મળે છે, કે જે એમિનો એસિડથી બનેલો એક પ્રોટીન છે અને તેમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. યલો ફૂડ્સ બાયોફ્લેવોવોનોઈડ્સ અને કેરોટીનોયડ્સ થી પણ ભરપૂર હોય છે જે કેન્સરથી લડવામાં મદદ કરે છે. તેથી જો તમારી બોડી સ્ટ્રેન્થ, ગ્લોઇંગ સ્કીન અને સ્વસ્થ વાળ જોઈએ તો કેળા, કેરી, અનાનસ, પીચ અને શક્કરટેટી જેવા પીળા ફળોને તમારા ડાયટમાં શામેલ કરો.

4) વાદળી જાંબલી (Blue-Purple):- જોકે આ કલરના ફૂડ ખૂબ ઓછા મળે છે પરંતુ બ્લુબેરી, કાળી દ્રાક્ષ રીંગણ અને રીંગણ કલર ની કોબી સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા વાળા ફાઈટો કેમિકલ્સથી ભરપૂર હોય છે જેને એન્થોસાયનીન અને રેસ્વેરાટ્રોલ કહેવામાં આવે છે અને જે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.રેસ્વેરાટ્રોલમાં એન્ટી એજિંગ અને બીમારીઓથી લડવા વાળા ગુણ હોય છે એન્થોસાઈનીન માં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી કાર્સીનોજેનિક ગુણ હોય છે જે મુખ્ય રૂપે કોલેસ્ટ્રોલ હૃદયની બીમારીઓ અને અલ્ઝાઈમર થી લડવામાં મદદ કરે છે. આ ફૂડ ઇમ્યુનિટી અને બીજા એન્ટિઓક્સિડેન્ટ ની તાકાત વધારવા માટે પણ ઓળખાય છે જે તમારા શરીરમાં પહેલેથી હાજર હોય છે. 

5) નારંગી (​Orange):- જો તમે તમારી આંખોની રોશની અને શરીરની ઇમ્યુનિટી વધારવા ઈચ્છતા હોય તો ઓરેન્જ કલરના ઘણા બધા ફૂડ ખાઓ. ઓરેન્જ ફૂડ બીટા કેરોટીન થી તમારો ગ્લોઈંગ કલર મેળવી શકો છો, કે જે વિટામિન એ નું એક રૂપ છે. વિટામીન એ થી સારી તમારી આંખોની રોશની કોઈ જ સુધારી નથી શકતું અને ન તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ઠીક કરી શકે છે. તેથી પોટેશિયમ,વિટામિન સી,વિટામીન b6, ફાઇબર, લાયકોપીન અને ફ્લેવોનોઈડ્સ નો ખોરાક મેળવવા માટે સંતરા, ગાજર અને કોળું જેવા ખોરાક અવશ્ય ખાવા જોઈએ.

6) સફેદ (​White):- આ કેટેગરીમાં જોડાયેલા ફૂડમાં ભલે રંગની કમી હોઈ શકે છે પરંતુ પોષક તત્વોની કોઈ કમી નથી હોતી.પછી ભલે તે ગ્રીક યોગર્ટ માં હાજર કેલ્શિયમ, પ્રોટીન અને  પ્રોબાયોટિક્સ નામના તંદુરસ્ત બેક્ટેરિયા હોય, અથવા કોબીજમાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને ફાઇબર. મશરૂમ, સલગમ, ટોફુ, ચણા અને બટાકા જેવા સફેદ  ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય છે.  તેમાં એલિસિન અને એલાનિન જેવા આરોગ્યને પ્રોત્સાહન આપતા રસાયણો હોય છે, જે બ્લડ પ્રેશરમાં સુધારો કરે છે અને કુલ અને એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment