પ્રેમ એ એવું ઝુનુન છે જેમાં લોકો દીવાના થઇ જાય છે, અંધ બની જાય છે. પ્રેમ થઇ ગયા પછી લોકો ન ઉંમર જોવે છે, ન ધર્મ. આથી જ પ્રેમની દુનિયાએ આ દુનિયાથી અલગ હોય છે. જયારે બોલીવુડની દુનિયાના સિતારાઓની વાત કરીએ તો તેમાં અનેક સ્ટારે પ્રેમમાં અલગ ધર્મમાં લગ્ન કર્યા છે.
જો કે પ્રેમ ધર્મ અને ઉંમર જોતું નથી, આ ખોટી નથી, બોલીવુડમાં તેના ઘણા ઉદાહરણ રહેલ છે. શાહરૂખ ખાન-ગૌરીથી લઈને પ્રિયંકા ચોપડા-નીક જોનસ સુધી ઘણા એવા કપલ્સ છે જેણે જુદા ધર્મમાં લગ્ન કર્યા છે. જયારે આ કપલ્સ સફળ લગ્ન જીવનનું સારું એવું ઉદાહરણ પણ પૂરું પાડે છે. કેટરીના અને વિક્કી કૌશલ પણ અલગ અલગ ધર્મના છે. બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાય જવાના છે. ચાલો તો જાણી લઈએ ફિલ્મી દુનિયાના આવા કેટલાક સફાલ કપલ્સ વિશે.
1) સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન : સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા, જયારે બીજા લગ્ન કરીના કપૂર સાથે થયા છે. અમૃતા સાથે તેણે લગ્ન પરિવારની વિરુદ્ધ જઈને કર્યા હતા. અમૃતા સૈફ કરતા ઉંમરમાં મોટી અને ધર્મમાં અલગ હતી. લગ્ન પછી બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યો અને બંને તલાક લઈને જુદા થઇ ગયા. પછી સૈફે કરીના સાથે લગ્ન કર્યા અને બંનેના બે બાળકો તૈમુર અને જેહ છે.
2) સોહા અલી ખાન અને કુણાલ ખેમુ : સોહા અલી ખાન અને કુણાલ ખેમુની મુલાકાત એક ફિલ્મ દરમિયાન થઇ હતી. અહીંથી તેમના વચ્ચે પ્રેમની શરૂઆત થઇ અને પછી તેમણે લીવ-ઇન-રીલેશનશીપમાં રહી પ્રેમને મજબુત કર્યો. 25 જાન્યુઆરી 2014 માં બંને લગ્નના બંધનમાં બંધાય ગયા.
3) અરબાજ ખાન અને મલાઈકા અરોડા : જો કે અરબાજ અને મલાઈકા એ તલાક લઇ લીધા છે. પણ એક સમયે તેમનો સંબંધ ખુબ મજબુત હતો. બંને એ ઘણા વર્ષો સુધી પોતાનો સંબંધ મજબુત રાખ્યો હતો.
4) સુનીલ દત્ત અને નરગીસ : સુનીલ દત્તે પણ ધર્મ અને ઉંમરને છોડીને એક મિસાઈલ કાયમ કરી હતી. તેમના લગ્ન નરગીસ સાથે થયા હતા. લગ્ન પછી નરગીસે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તેમણે એક સફળ લગ્ન જીવનની મિસાઈલ કાયમ કરી હતી.
5) સંજય દત્ત અને માન્યતા દત્ત : સંજય દત્તે પણ પિતા સુનીલ દત્તની જેમ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે. જોકે સંજય દત્ત પહેલા બે લગ્ન કરી ચુક્યા છે. તેના ત્રીજા લગ્ન દિલનવાજ શેખ એટલે કે માન્યતા સાથે થયા છે. બંને વચ્ચે લગભગ 19 વર્ષનો સમય ગાળો છે. પણ બંને સફળ લગ્ન જીવન જીવી રહ્યા છે.
6) પ્રિયંકા ચોપડા અને નિક જોનસ : પ્રિયંકા અને નિક જોનસ વિશે લગભગ બધા લોકો જાણે છે. એક વિદેશી સાથે પ્રેમ લગ્ન કરવા વિશે કોઈએ પણ વિચાર્યું ન હતું. આ બંને પોતાના સંબંધને નામ આપતા 2018 માં જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરી લીધા. ત્રણ વર્ષ પછી પણ બંને ખુબ સુખેથી લગ્ન જીવન માણી રહ્યા છે.
7) મનોજ બાજપેયી અને નેહા : ‘ફીઝા’ ફિલ્મની અભિનેત્રી નેહાએ ફેમસ અભિનેતા મનોજ બાજપેયી સાથે લગ્ન કર્યા છે. નેહાનું સાચું નામ શબાના રજા છે. બન્નેની મુલાકાત ફિલ્મના સેટ પર થઇ હતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન થઇ ગયા. 2006 માં તેમણે લગ્ન કરી લીધા.
8) ઋતિક રોશન અને સુજેન ખાન : ઋતિક રોશન અને સુજેન ખાન બોલીવુડના મોસ્ટ એડોરેબલ કપલ્સ માનવામાં આવે છે. બંનેની લવ સ્ટોરી લોકોને પણ ગમે છે. તેમણે 2000 માં લગ્ન કર્યા હતા પણ બંનેએ 2014 માં તલાક લઇ લીધો.
9) ઈરફાન ખાન અને સુપાતા સિકંદર : ઈરફાન ખાન એક્ટિંગની જેમ પોતાના લગ્ન સંબંધ પ્રત્યે પણ પુરા ઈમાનદાર હતા. નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં બંનેની મુલાકાત થઇ હતી. અહી બંને વચ્ચે પ્રેમ થયો. 1995 માં બંનેએ ધર્મની સીમા ઓળંગી લગ્ન કરી લીધા. 2020 માં લાંબી બીમારીના અંત પછી ઈરફાન ખાનનું મૃત્યુ થઇ ગયું. પણ સુપાતા આજે પણ તેને ખુબ પ્રેમ કરે છે.
10) આમીર ખાન અને કિરણ રાવ : આમીર ખાને બે લગ્ન કર્યા છે. તેની પહેલા પત્ની રીના દત્તા છે, જે હિંદુ હતી. બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા આ પણ હિંદુ છે. જો કે આમિરના બંને લગ્ન તૂટી ગયા. પહેલી પત્નીથી આમીરને બે બાળકો અને બીજી પત્નીથી એક પુત્ર આઝાદ રાવ છે.
11) શાહરૂખ ખાન અને ગૌરી છિબ્બર : શાહરૂખ અને ગૌરીની પ્રેમકહાની તો બધા જાણે છે. કોલેજ સમયથી પોતાનું દિલ ગૌરીને આપી ચૂકેલ શાહરૂખ ખાન ગૌરીના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેનો પીછો કરતા મુંબઈ આવી ગયા. ગૌરી પણ શાહરૂખને પ્રેમ કરતી હતી. 1991 માં બંને એ લગ્ન કરી લીધા. આમ બોલીવુડના પ્રખ્યાત એક્ટર પોતાના લગ્ન જીવનમાં સફળ રહ્યા છે તો અમુક સમયે નિષ્ફળ પણ રહ્યા છે. પણ તેમનું જીવન સારું ચાલી રહ્યું છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી