મિત્રો મુસીબત ક્યારે આવશે, અને ક્યાં આવશે અથવા તો કેવી રીતે આવશે ? તેનું કઈ નક્કી નથી હોતું. આથી જો અચાનક કોઈ મુશ્કેલી આવી જાય અને તમારી પાસે કોઈ ફંડ ન હોય તો તમારે આર્થીક રીતે ખુબ જ ભીસ પડી શકે છે. આથી જરૂરી છે કે તમારે પોતાનું એક ઈમરજન્સી ફંડ સેવ રાખવું જોઈએ. પણ કેટલું અને કેવી રીતે ફંડ ભેગું કરવું તે જો તમને ન સમજાતું હોય તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું.
અચાનક આવેલ મુશ્કેલીમાં પૈસાની વ્યવસ્થા કરવી ખુબ જ મુશ્કેલ છે. આ સમયે તમે ભવિષ્ય માટે તૈયાર કરેલ ફંડનો ઉપયોગ કરીને મુશ્કેલીના સમયથી નીકળી જાવ છો, પણ જે કામો માટે તમે રોકાણ કરેલું હોય છે તેના પર પાણી ફરી વળે છે. જો તમે ઈમરજન્સી ફંડ બનાવેલું છે તો તમે મુશ્કેલીના સમયે પણ સરળતાથી નીકળી શકો છો અને ભવિષ્યનું રોકાણ પણ સેવ રહેશે. આથી તમારે બધી બચત અને રોકાણની સાથે સાથે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી તમે બીમારી, દુર્ઘટના બીઝનેસમાં નુકશાન અથવા અન્ય રીતે બચી શકો.
જે રીતે તમે ભવિષ્ય માટે ફાઈનેશીયલ પ્લાનિંગ કરો છો એ રીતે જ તમારે ઈમરજન્સી ફંડ પણ બનાવવું જોઈએ. હવે સવાલ થાય છે કે ઈમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ અને તેને કેવી રીતે તૈયાર કરવું જોઈએ. આ માટે માર્કેટ એક્સપર્ટ કહે છે કે તમે સામાન્ય દિવસોમાં પોતાની કમાણીનો થોડો ભાગ ભવિષ્યની યોજનામાં રોકાણ કરો છો, એ રીતે કમાણીનો થોડો ભાગ ઈમરજન્સી માટે પણ જમા કરવો જોઈએ.
6 મહિનાનું ફંડ : ઈમરજન્સી ફંડ તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે આ ફંડનો ઉપયોગ અન્ય કોઈપણ જગ્યાએ ન કરવો જોઈએ. વિશેષજ્ઞનું માનવું છે કે કોઈ પણ મુશ્કેલી 6 મહિનાથી વધુ સમયની નથી હોતી, આ સમયમાં ખરાબ સમય જતો રહે છે અથવા તો માણસ તેમાંથી નીકળવાનો રસ્તો શોધી લે છે.
ઈમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ : ઈમરજન્સી ફંડ માસિક પગારનો ઓછામાં ઓછો 6 ગણો હોવો જોઈએ. તમારે પોતાની કમાણીનો 6 મહિનાનો પગાર ઈમરજન્સી ફંડ માટે બચાવીને રાખવો જોઈએ. જો તમે મહીને 50 હજાર કમાવો છો તમારી પાસે ઓછામાં ઓછા 3 લાખ રૂપિયાનો ઈમરજન્સી ફંડ હોવો જોઈએ. આ ફંડ તમારી બચત અને રોકાણથી સંલગ્ન હોવો જોઈએ.
ઈમરજન્સી ફંડ જમા કરો : ઈમરજન્સી ફંડને એવા ઓપ્શનમાં રોકાણ કરવું જોઈએ જ્યાંથી તમે સરળતાથી કાઢી શકો. ઈમરજન્સી ફંડ કેશમાં અથવા સેવિંગ બેંક એકાઉન્ટમાં હોવું જોઈએ. ઈમરજન્સી ફંડને તમે લીક્વીડ મ્ય્ચુઅલ ફંડમાં પણ રાખી શકો છો. લીક્વીડ મ્યુચુઅલ ફંડમાં માત્ર મની માર્કેટ સિક્યોરીટીમાં રોકાણ કરી શકાય છે. આથી તેમાં જોખમ ઓછુ રહે છે. ફિક્સ ડીપોઝીટ અથવા રેકરીંગ ડીપોઝીટમાં પણ તમે ઈમરજન્સી ફંડ જમા કરી શકો છો.
તમે તમારા ઈમરજન્સી ફંડને ત્રણ ભાગમાં વેચી શકો છો. આ અલ્ટ્રા શોર્ટ ટર્મ, શોર્ટ ટર્મ, અને મીડીયમ શોર્ટ ટર્મમાં વેચી શકો છો. ડેટ ફંડમાં પણ રોકાણ કરી શકાય છે. ફિક્સ ડીપોઝીટ અથવા રેકર્રીંગ ડીપોઝીટ જેવી યોજનાઓ પણ તમે ઈમરજન્સી ફંડ જમા કરી શકો છો.
ઈમરજન્સી ફંડમાં નફો : ઈમરજન્સી ફંડ માટે માત્ર એક વખત પૈસા જમા કરીને રાખવું ઓછુ છે. કારણ કે મોઘવરી સતત વધી રહી છે, આથી તમે જે ઈમરજન્સી ફંડ તૈયાર કર્યું છે તેમાં સમય અનુસાર વધારો કરતા રહો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી