મિત્રો દરેક ઈચ્છે છે કે તે વ્યક્તિ જયારે નિવૃત થાય ત્યારે તેનું અને તેના પરિવારનું ગુજરાન સારું તેમજ કોઈપણ પ્રકારની આર્થિક તંગી વગર ચાલે. પણ આ માટે તેની પાસે પેન્શન યોજના જેવી કોઈ યોજનાની જાણ હોવી જરૂરી છે. આથી જો તમે પણ એવું ઈચ્છો છો કે નિવૃત્તિ પછી તમારું પેન્શન વધુ હોય તો તમારે આ સરકારી સ્કીમ વિશે જરૂરથી જાણી લેવું જોઈએ.
આર્થિક અનિયમિતાનાં સમયમાં દરેક લોકોની નિવૃત્તિ પછી આવક શરૂ રહે એ માટે યોજનાઓ બનાવતા હોય છે. પ્રાઇવેટ નોકરી કરતા અથવા તો બીઝનેસ કરતા લોકો વૃદ્ધાવસ્થામાં ખર્ચને લઈને ચિંતા કરતા હોય છે. જો તમે નિવૃત્તિ પછી પેન્શન વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ બની રહે છે.
ઓછા રોકાણના કારણે આ યોજના ખુબ જ સારી સાબિત થઇ શકે છે. વર્તમાનમાં અટલ પેન્શન યોજનાની અંદર સરકાર 60 વર્ષ પછી 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરેંટી આપે છે. એટલે કે વાર્ષિક તમને 60,000 રૂપિયાનું પેન્શન મળે છે. જો પતિ-પત્ની બંને રોકાણ કરે છે તો બંનેને પેન્શન મળી શકે છે. એટલે કે તમે 10,000 રૂપિયાનું રોકાણ કરો છો તો વાર્ષિક 1,20,000 રૂપિયા અને માસિક 10,000 રૂપિયા પેન્શન મળે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષના લોકો આવેદન કરી શકે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.
60 વર્ષ પછી વાર્ષિક 60,000 રૂપિયા પેન્શન મળે છે : અટલ પેન્શન યોજનાનું મુખ્ય ધ્યેય દરેક તબક્કાને પેન્શનની સીમામાં લાવવાનું છે. જો કે પેન્શન નિધિ વિનીયામક અને વિકાસ પ્રાધિકરણએ સરકારથી અટલ પેન્શન યોજનાની અંદર હજુ ઉંમર વધારવાની અપીલ કરી છે.
આ યોજનાની અંદર એકાઉન્ટમાં દર મહીને એક નક્કી યોગદાન કરવા પર નિવૃત્તિ પછી 1 હજારથી લઈને 5 હજાર રૂપિયા માસિક પેન્શન મળે છે. સરકાર દર 6 મહીનામાં માત્ર 1239 રૂપિયા રોકાણ કરવા પર 60 વર્ષની ઉંમર પછી આજીવન 5000 રૂપિયા એટલે કે 60,000 રૂપિયા વાર્ષિક પેન્શનની ગેરેંટી સરકાર આપે છે.
દર મહીને 210 રૂપિયા આપવા પડશે : હાલના નિયમો અનુસાર જો 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવ છો તો વધુમાં 5 હજાર રૂપિયા માસિક પેન્શન મળે છે. આથી આમાં તમારે દર મહીને 210 રૂપિયા આપવા પડશે. જો આ પૈસા દર ત્રણ મહીને આપો છો તો 626 રૂપિયા અને છ મહીને 1239 રૂપિયા ભરવા પડે છે. મહિનામાં 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો માસિક 42 રૂપિયા આપવા પડશે.
ઓછી ઉંમરે જોડાવા પર મળશે વધુ ફાયદો : માની લો કે તમે 5 હજારના પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાવ છો તો 25 વર્ષ સુધી દર 6 મહીના માં 5,323 રૂપિયા જમા કરવા પડશે. એવામાં તમારૂ કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે. જેના પર તમને 5000 રૂપિયા માસિક પેન્શન મળે છે. જયારે 18 વર્ષની ઉંમરે જોડાવા પર તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા થશે. એટલે કે એક જ પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધુ રોકાણ થશે.
સરકારી યોજનાને લગતી અન્ય વાતો : 1) તમે પેમેન્ટ માટે 3 પ્રકારના પ્લાન પસંદ કરી શકો છો, માસિક રોકાણ, ત્રિમાસિક રોકાણ અને છમાસિક રોકાણ.
2) ઇન્કમ ટેક્સના સેક્શન 80CCD ની અંદર તેમાં ટેક્સ છૂટ વધુ ફાયદો થાય છે.
3) એક સદસ્યના નામે માત્ર એક જ એકાઉન્ટ ખુલે છે.
4) જો 60 વર્ષ પછી અથવા તો પહેલા વ્યક્તિની મૃત્યુ થઇ જાય તો પેન્શનની રકમ પત્નીને મળે છે.
5) જો સદસ્ય અને પત્ની બંનેનું મૃત્યુ થઇ જાય છે તો સરકાર નોમીનીને પેન્શન આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી