આજનો માનવી ભૌતિક સંસાધનો પર વધારે આધાર રાખે છે. તેની પાછળ જીવનમાં વ્યસ્તતાના કારણે સમયનો અભાવ જવાબદાર છે. તેથી આવા ભૌતિક સંસાધનોથી કામમાં સરળતા આવી જાય છે અને સમય પણ બચાવી શકાય છે. તેવી જ રીતે આજના જમાનામાં મોટાભાગના લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીન નો ઉપયોગ કરે છે, કારણકે મશીનમાં કપડા સરળતાથી ધોવાઈ જાય છે અને મહેનત પણ નથી લાગતી તથા સમયની પણ બચત થાય છે. ચોમાસાની ઋતુમાં વોશિંગ મશીન ખૂબ જ લાભદાયક હોય છે કારણ કે આ કપડાને લગભગ સુકવીને જ બહાર કાઢે છે. પરંતુ શું તમને ખબર છે વોશિંગ મશીનમાં બરફના ટુકડા નાખવાથી કયા ફાયદા થાય છે.?
કામમાં કપડાં ધોવા, તેને સુકવવા અને ઈસ્ત્રી કરવા એ એક મોટું કામ છે. મોટાભાગના કિસ્સામાં જોવા મળે છે કે વોશિંગ મશીનમાં ધોવાયેલા કપડાં માંથી દુર્ગંધ આવવા લાગે છે. અને મશીનમાંથી કાઢીયા બાદ કપડામાં ઘડીઓ પડી જાય છે. મોટાભાગે લોકો એવું વિચારે છે કે કપડાં સારી રીતે સુકાયા નથી તેથી તેમાંથી સ્મેલ આવે છે, પરંતુ એવું નથી. ક્યારેક આપણે આપણા મશીનની સફાઈ કરવાનું ભૂલી જઈએ છે, જેના કારણે કપડા ધોવાયા બાદ પણ તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આપણે અઠવાડિયામાં એકવાર આપણા મશીનની અંદરથી સફાઈ જરૂરથી કરવી જોઈએ.કેમ ધોવાયેલા કપડામાંથી આવે છે દુર્ગંધ:- તમે વોશિંગ મશીનમાં ધોયેલા કપડામાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોવ તો કદાચ તમારા મશીનમાં કઈક ખરાબી હશે. વળી આપણે કપડાની સફાઈ તો મશીન દ્વારા કરી લઈએ છીએ પરંતુ મશીનની સફાઈ કરવાનું લગભગ ભૂલી જઈએ છીએ. તો ચાલો અમે તમને કેટલાક સરળ વોશિંગ હેક્સ જણાવીએ છીએ જેનાથી તમે કપડામાંથી આવતી દુર્ગંધ થી છુટકારો મેળવી શકો છો.
જો તમારી પાસે ફ્રન્ટ લોડિંગ મશીન છે તો તમે રબરની નીચે જુઓ, ત્યાં સૌથી વધારે ગંદકી જોવાશે. તેને સાફ કરવા માટે ટીશ્યુ પેપર પર થોડું માઉથ વોશ લઈને રબર પર લગાવી દો. ત્યારબાદ 10 થી 15 મિનિટ પછી હટાવીને સાફ કરી દો. ત્યારબાદ તમે જોશો કે કપડામાંથી આવતી દુર્ગંધની સમસ્યા ઘણા અંશે ઓછી થઈ જશે.વોશિંગ મશીનમાં બરફ નાખવાના ફાયદા:- તમને જણાવીએ કે મશીનમાં બરફ નાખવાથી કયા ચમત્કાર થાય છે. આ સરળ ઘરેલુ હેક્સથી તમને કપડાને ઇસ્ત્રી કરવાની સમસ્યાથી છુટકારો મળી જશે. વોશિંગ મશીનના ડ્રાયરમાં કપડાં સુકવ્યા બાદ કપડામાં ઘડીઓ પડી જાય છે અને તે કપડાને ઈસ્ત્રી કર્યા વગર પહેરી નથી શકતા. પરંતુ જો ડ્રાયરમાં બરફના ટુકડા નાખી દેવામાં આવે તો કપડામાં ગડીઓ નહીં પડે અને ઈસ્ત્રીની પણ જરૂર નહીં પડે.
જણાવીએ કે વોશિંગ મશીનમાં કપડા સુકાવતી વખતે ડ્રાયરમાં બરફ નાખી દેવો જોઈએ કારણકે જ્યારે ડ્રાયરમાં ગરમ હવા નીકળતી હોય છે તો બરફ ઓગળે છે અને ભેજ ઉત્પન્ન કરે છે. અને તે જ કારણે ઘડીઓ નથી પડતી. અને કપડાને ઈસ્ત્રી કર્યા વગર પણ પહેરી શકાય છે. તમને અમારી આ વોશિંગ હેક્સ ટિપ્સ કેવી લાગી તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી