રસોઈ ઘરમાં આપણે દરેક વસ્તુઓના ગોઠવણની જગ્યા નિશ્ચિત કરી લઈએ છીએ. આપણે બધી વસ્તુઓ આપણી રીતે ગોઠવી દઈએ છીએ પરંતુ રસોઈ ઘરમાં હંમેશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ વસ્તુઓની ગોઠવણ કરવી જોઈએ. કેટલીકવાર વ્યક્તિના જીવનમાં અણધારી સમસ્યાઓની ઘટના કારણ વગર હોતી નથી. તેના પાછળ ઘરમાં ઉત્પન્ન વાસ્તુદોષ હોઈ શકે છે. તેને જાણવા માટે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમોની જાણકારી હોવી જોઈએ.
ભારતમાં રસોઈ ઘરને પ્રાચીનકાળથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ઘરની રસોઈનો સીધો સંબંધ પરિવારના સદસ્યોના સ્વાસ્થ્ય સાથે થાય છે. આ જ ક્રમમાં રસોઈ ઘરમાં રાખેલી વસ્તુઓ અને તેને મૂકવાના સ્થાનનું પણ ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો રસોઈઘરમાં રાખેલી વસ્તુઓની ગોઠવણ યોગ્ય રીતે ન હોય તો ઘરમાં વાસ્તુદોષ થવા લાગે છે.
આ જ ક્રમમાં ઘરની રસોઈ ઘરમાં સૌથી વધારે ઉપયોગ થતી વસ્તુઓમાં એક છે પાટલી વેલણ. વાસ્તુશાસ્ત્રમાં પણ પાટલી વેલણને લઈને ઘણી બધી વાતોનો ઉલ્લેખ મળે છે. જેના વિશે જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર દ્વારા તેનાથી જોડાયેલી કેટલીક વિશેષ વાતોને વિસ્તારપૂર્વક જાણીશું.ઘરમાં ઉપયોગ કરવામાં આવતા પાટલી વેલણને કયા દિવસે ખરીદવી જોઈએ અને કયા દિવસે ખરીદવાથી બચવું જોઈએ તેના વિશે વાસ્તુશાસ્ત્રમાં વર્ણન મળે છે. પાટલી વેલણને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જેને આપણે આ લેખના માધ્યમથી જાણીશું.
1) કયા દિવસે ખરીદવી જોઈએ પાટલી વેલણ:- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે નવું પાટલી વેલણ લેવા જઈ રહ્યા હોત તો તેના માટે બુધવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
2) કયા દિવસે ન ખરીદવી જોઈએ પાટલી વેલણ:- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ વાતનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કે નવા પાટલી વેલણ મંગળવાર અને શનિવારે ક્યારેય ન ખરીદવા જોઈએ.
3) ઉપયોગ કર્યા બાદ સારી રીતે સાફ કરવું જોઈએ:- ખાવાનું બનાવતા પહેલા ગંદા પાટલી વેલણ નો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ પર અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાટલી વેલણ નો ઉપયોગ કર્યા બાદ સારી રીતે સ્વચ્છ જ રાખવું જોઈએ.4) અનાજના ડબ્બા પર ન રાખો:- પાટલી વેલણ ને ઉપયોગ કર્યા બાદ તેને ક્યારેય પણ ઊંધી કરીને ન રાખવી. આમ કરવાથી પરિવારના સદસ્યોમાં આપસી મતભેદ પણ વધે છે. સાથે જ તેને અનાજના ડબ્બા ઉપર પણ ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરિદ્રતા વધે છે.
5) પાટલી વેલણમાંથી અવાજ ન આવવો જોઈએ:- જો તમે પાટલી વેલણ પર રોટલી વણો છો ત્યારે ખૂબ જ આરામથી વણવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારેય પણ રોટલી બનાવતા સમયે પાટલી વેલણનો ઉપયોગ કરતી વખતે તેમાંથી અવાજ ન આવવો જોઈએ. તેને વાસ્તુશાસ્ત્રમાં શુભ નથી માનવામાં આવતું. જો તેમાંથી અવાજ આવે તો તે દુર્ભાગ્યનું કારણ બને છે. તેની સાથે જ તૂટેલા પાટલી વેલણ નો ઉપયોગ પણ ન કરવો જોઈએ. તૂટેલા આડણી વેલણ નો ઉપયોગ કરવાથી ઘરમાં ઝઘડા થવાની ની સંભાવના વધી જાય છે.
6) પાટલી પર રોટલી નો લોટ ચોટેલો ન છોડવો:- પાટલી પર રોટલી બનાવ્યા બાદ તેના પર લોટ ચોટેલો ન છોડવો જોઈએ. આ લક્ષણ પણ આર્થિક સ્થિતિ ખરાબ થવામાં સક્ષમ છે.
7) પાટલી વેલણ ને એઠા વાસણ સાથે ન રાખવા:- જો તમે રાત્રિના સમયે જમવાનું બનાવો છો તો ગંદા પાટલી વેલણ ને એઠા વાસણ સાથે ન રાખવા. તેના સિવાય તમે તેને સીંકમાં જ રાખીને સાફ કરશો તો સારું રહેશે.8) પથ્થર ની જગ્યાએ લાકડાના પાટલી વેલણ:- જો તમે પથ્થરની પાટલી નો ઉપયોગ કરો છો તો તેને બદલીને તમે લાકડાના પાટલી નો ઉપયોગ કરો. પથ્થરની પાટલીની તુલના એ લાકડાની પાટલી શુભ માનવામાં આવે છે.
9) કાળા રંગના પાટલી વેલણ નો ઉપયોગ ન કરવો:- જો કોઈના ઘરમાં કાળા રંગના પાટલી વેલણ નો ઉપયોગ કરવામાં આવે તો તેના ઘરમાં શનિદોષ લાગવાની સંભાવના વધી જાય છે.
10) તુરંત જ ધોયેલી પાટલીનો ઉપયોગ ન કરવો:- તુરંત ધોયેલી પાટલીનો ઉપયોગ કરવાની જગ્યાએ સૂકી પાટલીનો ઉપયોગ કરવો જોઈએ. ભીની પાટલી નો ઉપયોગ સમસ્યામાં મૂકી શકે છે. જો પાટલી વેલણનો ઉપયોગ કર્યા બાદ તમે તેને તરત જ ધોઈ લો છો તો તમારા માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી