દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના શેરોમાં આજે જોરદાર તેજી આવી છે. બેન્કના ઉત્તમ ત્રિમાસિક પરિણામો (SBI Q2FY23)થી રોકાણકારો થઈ ગયા છે ખુશ ખુશાલ અને આ બેન્ક શેર પર ભારે દાવ રમી રહ્યા છે. ઇન્ટ્રાડેમાં, શેરે 5 ટકા સુધી ઉછળ્યો અને 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી. સપ્ટેમ્બર ત્રણ માસમાં બેંક રેકોર્ડ નફો કમાઈ છે. આ દરમિયાન બેંક નો નફો વાર્ષિક આધાર પર 74 ટકા વધીને 13,265 કરોડ રૂપિયા થઈ ગયો છે
શુક્રવારે SBI ના શેર 594 રૂપિયા પર બંધ થયા હતા આજે એટલે કે 7 નવેમ્બર 2022 એ તેજીની સાથે આ 613 રૂપિયા પર ખુલ્યો હતો. ખુલ્યા ના થોડીવાર પછી જોરદાર તેજી આવી અને આ 622.70 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. આ તેની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી છે. બેંકના પરિણામો બજારની સાથે જ એક્સપર્ટ અને બ્રોકરેજ હાઉસને પણ પસંદ આવ્યા છે. ઘણા દિગ્ગજ બ્રોકરેજ હાઉસે શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે.805 રૂપિયા સુધી જઈ શકે છે શેર:- બ્રોકરેજ હાઉસ icici સિક્યુરિટી, મોતીલાલ ઓસ્વાલ અને મોર્ગન સ્ટેનલી એ SBI સ્ટોકમાં પૈસા લગાવવાની સલાહ આપી છે. નાણાકીય નિષ્ણાતની એક રિપોર્ટ પ્રમાણે આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ SBIi શેર નો ટાર્ગેટ પ્રાઈઝ 805 રૂપિયા નક્કી થઈ છે. વર્તમાનના હિસાબ પ્રમાણે જોઈએ તો આ 36 ટકા વધારે છે. બ્રોકરનું કહેવું છે કે Q2FY23ની અપેક્ષા કરતા સારી રહી છે. માર્જિન વધુ સારું છે. નેટ એડવાન્સમાં વાર્ષિક અને ત્રિમાસિક આધારે 21 ટકા અને 5 ટકાના દરે વૃદ્ધિ પામી છે. એકંદરે દૃષ્ટિકોણ મજબૂત છે.
મોતીલાલ ઓસ્વાલે બાય રેટિંગ આપ્યું:- બ્રોકરેજ હાઉસ મોતીલાલને એસબીઆઇના શેર થી વધારે અપેક્ષા હતી બ્રોકરેજ નું માનવું છે કે આ શેર આવનાર સમયમાં 700 રૂપિયા સુધી જઈ શકે છે. મોતીલાલ ઓસ્વાલ નું કહેવું છે કે સપ્ટેમ્બર ત્રિમાસિકનો સમય ગાળો બેંક માટે ખૂબ જ મજબૂત રહ્યો છે. લોનના ગ્રોથમાં મજબૂતીની સાથે બેંકના બધા પક્ષ મજબૂત છે.આ ગતિ ચાલુ રહેવાનું અનુમાન છે. બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ SBI શેર્સ પર ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે અને તેનો લક્ષ્યાંક રૂ. 715 રાખ્યો છે. બ્રોકરનું કહેવું છે કે આવનારા દિવસોમાં માર્જિન વધુ સારું રહેવાની આશા છે. બ્રોકરેજ હાઉસ નોમુરા એ પણ આ શેર માં રોકાણ કરવાની સલાહ આપી છે અને 690 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી