આ કારણોસર નરેન્દ્ર મોદીએ અમિત શાહને બનાવ્યા દેશના ગૃહમંત્રી….. જાણો શું શું કરશે અમિત શાહ…..
મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ થઇ ગયા છે અને સાથે સાથે તેના મંત્રીમંડળના પણ શપથવિધિ કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં ઘણા મોટા મોટા દેશના નામદાર લોકોની ઉપસ્થિતિ રહી હતી. પરંતુ મિત્ર બીજા જ દિવસે સવારે નરેન્દ્ર મોદી કાર્યરત થઇ ગયા હતા અને બધા મંત્રીઓને પોતાના પદ આપી દેવામાં આવ્યા હતા અને સાંજે કેબિનેટ મીટીંગ પણ નક્કી કરી દેવામાં આવી હતી.
તો મિત્રો જે મંત્રીઓને પદ મળ્યા તે બધા ને નરેન્દ્ર મોદી દ્વારા કંઈક સમજી વિચારીને આપવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિ ખાસ છે. મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા માત્ર અમિત શાહને જ શા માટે ગૃહમંત્રી બનાવવામાં આવ્યા ? તો મિત્રો તેની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. જે આજે અમે તમને આ લેખમાં જણાવશું. કે માત્ર અમિત શાહને જ શા માટે ગૃહ વિભાગ સોંપવામાં આવ્યો. તેની પાછળ નરેન્દ્ર મોદીના હેતુ શું છે.
મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની વચ્ચે એક બીજાને બધાઈ આપવાનો સંબંધ નથી. કેમ કે બંનેની વચ્ચે એક બીજાને સમજીને ચાલવાનો ઉદ્દેશ્ય છે. એટલા માટે બંને એકબીજા સહયોગથી કામ કરે છે અને બંને ખુબ જ સફળ પણ થાય છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ કેબિનેટમાં અમિત શાહને જ ગૃહ વિભાગ આપ્યો હતો. અને એ સમયે એ હોદ્દાને અમિત શાહ દ્વારા ખુબ જ બખૂબી નિભાવવામાં આવ્યો હતો.
અમિત શાહને ભારતના ગૃહમંત્રી બનાવવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમુક જટિલ ચુનોતીને પાર કરવાની ઈચ્છા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમિત શાહ પર એટલો ભરોસો છે કે અમુક જટિલ સમસ્યા ભારતમાં જે બની રહી છે તેને માત્ર અમિત શાહ જ સંભાળી શકે છે. જેના ધ્યાનમાં લઈને અમિત શાહને વડાપ્રધાન દ્વારા ગૃહ વિભાગ આપવામાં આવ્યો છે.
સૌથી પહેલી સમસ્યા છે જમ્મુ અને કશ્મીર. આ પાંચ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે સૌથી મોટી જ કોઈ સમસ્યા હોય તો એ છે જમ્મુ અને કશ્મીરમાં વધી રહેલો આંતકવાદ. ગત પાંચ વર્ષમાં આ મુદ્દો નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ખુબ જ મુશ્કેલી ભર્યો રહ્યો હતો. કેમ કે પાકિસ્તાનની બોર્ડર પર જમ્મુ અને કશ્મીરમાંથી આંતકીઓ ભારતમાં આરામથી ઘુસી જતા. જે ભારતની આતંરિક સુરક્ષા માટે ખુબ જ મોટો ખતરો માનવામાં આવે છે. પરંતુ તેનાથી પણ વધારે જમ્મુ કશ્મીરમાં ત્યાંના સ્થાનિક પથ્થરબાજો, આંદોલનકારીઓ અને અલગાવવાદીઓને કાબુમાં રાખવા ખુબ જ આવશ્યક બની ગયા છે. જેના પર ખુબ જ કડક પગલા લેવાની જરૂર છે.
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કામ માટે ખુબ જ ઉપયુક્ત છે. નરેન્દ્ર મોદીનું કહેવું છે કે અમિતા શાહ કાર્યભાર સંભળાશે એટલે તરત જમ્મુ કશ્મીર જેવા આંતકી સંગઠનો અને દેશના આંતરિક આંતકીઓમાં એક ભય વ્યાપી જશે. જમ્મુ કશ્મીરમાં અનુચ્છેદ 35A કલમ માટે ભાજપ સરકાર દ્વારા દેશને વચન આપ્યું હતું. જેના પર કામ કરવા માટે અમિત શાહથી વધારે સારું કામ કોઈ ન કરી શકે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ જમ્મુ કશ્મીરને ખુબ જ મહત્વનો મુદ્દો માને છે. જેના માટે અમિત શાહ ખુબ જ સારા કાર્યકર્તા છે. જે પોતાના કામને ખુબ જ બખૂબી નિભાવી જાણે છે. તેવો જ્યારે ગુજરાત કેબિનેટમાં ગૃહમંત્રી હતા ત્યારે તેનો કાર્યકાળ ખુબ જ અદ્દભુત અને રોચક હતો. જેને ધ્યાનમાં લઈને આ વખતે દેશના ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. જેના હાથમાં દેશની સુરક્ષા સોંપવામાં આવી છે.
આ દેશમાં આંતકવાદનો તો ભય હોય છે પરંતુ તેના કરતા પણ વધારે ભય અમુક વિસ્તારમાં નકસલવાદ અને ઉગ્રવાદનો રહે છે. અમિત શાહને દેશના ગૃહમંત્રી બનાવવા પાછળ નરેન્દ્ર મોદીનું એવું પણ કહેવું છે કે દેશની બાહ્ય સુરક્ષા જેટલી મહત્વની છે એટલી જ આંતરિક સુરક્ષા ખૂબ જ મહત્વની છે. નક્સલ ક્ષેત્રમાં લગાતાર અને ખુફિયા સેવા આપીને 2017 માં રીટાયર્ડ થયેલા એક ઓફિસરે જણાવ્યું હતું કે નક્સલવાળ અને ઉગ્રવાદીઓને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુબ જ સારો કિરદાર નિભાવી શકશે. તે ખુબ જ આસાનીથી આ બંને સંગઠનો સામે લડી શકશે.
અમિત શાહ ખુબ જ સખ્તાઇ વાળા કાર્યકર્તા માનવામાં આવે છે. તે ખુબ જ કડક નિર્ણય અને બધા પર ખુબ જ કડકાઈથી કામ કરાવવામાં માને છે. બીજું છે કે અમિત શાહના ગૃહમંત્રી બનવાથી કેન્દ્ર સરકારની નીતિઓમાં એક સ્પષ્ટતા જોવા મળશે. જેને લઈને નકસલવાદ અને અલગાવવાદીઓ પર એક પ્રકારનો ભય પણ છવાઈ જશે.
તો મિત્રો કારણે જ અમિત શાહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. તો શું મિત્રો તમારું કહેવું છે અમિત શાહ આ પદ માટે યોગ્ય છે કે નહિ, કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google