આપણા ભારતીય સમાજમાં લગ્નને લઈને લોકોમાં ખુબ જ મહત્વ જોવા મળે છે. આમ તો દરેક સમાજ પ્રમાણે અલગ અલગ પરંપરાઓ હોય અને તેના રીવાજો હોય છે. પરંતુ હિંદુ સમાજમાં લગ્નની અમુક વિધિઓ બધી જ જ્ઞાતિ માટે એક જ સમાન હોય છે. તો આજે અમે તમને આપણી પારંપરિક લગ્ન વિધીઓના વૈજ્ઞાનિક મહત્વ વિશે જણાવશું. જેનું મહત્વ લગ્ન પછી પણ જળવાઈ રહેતું હોય છે.
આપણા સમાજમાં આમ જોઈએ તો દરેક વિધિ પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક મહત્વ અવશ્ય છુપાયેલું હોય છે. તો તેવી જ રીતે લગ્નમાં અમુક વિધિઓ બે પરિવારને જોડવા માટે ખાસ કરવામાં આવતી હોય છે. તેની પાછળના વૈજ્ઞાનિક રહસ્યો આજે અમે જણાવશું. જેનું મહત્વ આજકાલથી નથી ચાલતું આવતું, પરંતુ તે હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિમાં રહેલું છે. જેનું મુલ્ય બે વ્યક્તિના સંસ્કારોને જોડવા માટે ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ આપણા શાસ્ત્રોમાં શા માટે આ વિધિઓ દર્શાવવામાં આવી છે તેનું વૈજ્ઞાનિક કારણ જાણીએ.
મિત્રો કોઈ પણ પરણેલી સ્ત્રી હોય તેની સૌથી પહેલી નિશાની હોય છે માથાનો સિંદુર. મિત્રો ભારતીય હિંદુ સમાજમાં લગ્નની વિધિમાં સિંદુરનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે. સિંદુર હળદર, ચૂનો, અને પારા માંથી બને છે. પરંતુ સિંદુરનો ઉપયોગ પરણિત મહિલાઓ જ મોટા ભાગે કરતી હોય છે. સ્ત્રી મોટા ભાગે સિંદુરને કપાળથી લઈને માથાના ઉપરના ભાગ બાજુ લગાવતી હોય છે. અને સિંદુર ઉપર જણાવેલ પદાર્થમાંથી બનેલું હોય છે. આ ત્રણેય વસ્તુ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. કેમ કે પારો આપના શરીરમાં લોહીના દબાવને ઓછું કરે છે. જેના કારણે સ્ત્રીઓને બ્લડપ્રેશરની સમસ્યા નથી થતી. સિંદુર લગાવવાથી સ્ત્રીઓમાં કામની ઈચ્છા વધારવામાં પણ સહાયરૂપ થાય છે. જેના કારણે લગ્ન જીવન સુખમય બની રહે.
સ્ત્રીઓને લગ્ન સમયે પગની આંગળીઓમાં રીંગ પહેરાવવામાં આવે છે. આ વાત વિજ્ઞાન દ્વારા પૂરી રીતે પ્રમાણિત છે કે પગની બીજી આંગળીથી એક નસ યુટેરસથી નીકળીને રડાય સુધી પહોંચે છે.એટલા માટે આ નસ સ્ત્રીના પ્રજનન અંગોને સક્રિય થવામાં મદદ કરે છે. તેના સિવાય મહિલાઓએ પીરીયડ્સને દુરસ્ત કરવામાં પણ કામ આવે છે. નસોને પ્રભાવિત કરવા માટે પગમાં ચાંદીની વીંટી પહેરવામાં આવે છે. ચાંદી જમીનમાંથી ઉર્જાને શોષીને આપના શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરાવે છે. એટલા માટે સ્ત્રીનું શરીર અને તેની માનસિક સ્થિતિ ખુબ જ સક્રિય બને છે. એટલા માટે લગ્ન સમયે સ્ત્રીઓને પગની આંગળીમાં ચાંદીની રીંગ પહેરાવવામાં આવે છે.
જે કન્યાના લગ્ન હોય તેના હાથમાં અને પગમાં મેહેંદી લગાવવામાં આવે છે. મહેંદીથી આપણા હાથોની નસો પ્રભાવિત થાય છે. કેમ કે આપણા હાથમાં પણ હૃદય અને મગજને જોડતી નસો હોય છે. હાથ અને પગમાં મહેંદી લગાવવાથી કન્યાના મનનો તણાવ ઓછો ઓછો કરવાનું કામ કરે છે. મહેંદી મનને શાંતિ પ્રદાન કરે છે. જેના કારણે દુલ્હન સુખની અનુભૂતિ કરી શકે છે. તેના સિવાય મહેંદી કન્યાના શરીરને ઠંડુ રાખવાનું પણ કામ કરે છે.
મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે લગ્ન અગ્નિની સાક્ષીએ જ કરવામાં આવે છે. એટલા માટે લગ્ન મંડપમાં હવન દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. તે અગ્નિમાં સમિધ સ્વરૂપે ચોખા, ચંદન અને શુદ્ધનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ વસ્તુને અગ્નિમાં હોમવાથી ચારેય બાજુ એક શુદ્ધ માહોલ ઉભો થાય છે અને સકારાત્મકતા ફેલાય છે. જેના કારણે વાતાવરણ પણ શુદ્ધ થાય છે.
કન્યાને સોનાની અને ચાંદીની બંગડી પહેરવામાં આવે છે. સોનું અને ચાંદી શરીરની બધી જ નકારાત્મક ઉર્જા અને તણાવને શોષી લે છે. આ બંને ધાતુમાં એક પોઝીટીવ એનર્જી રહેલી હોય છે. તેનાથી મન અને શરીર બંને પ્રભાવિત થાય છે. લગાતાર આ બંને ધાતુ આપણા શરીરના સંપર્કમાં આવે તો તેનાથી લોહીનું દબાણ પણ દુર થાય છે. જેના કારણે આપણા શરીરમાં રક્ત સંચાર ખુબ જ સારો થાય છે.
તો મિત્રો આ હતા આપણી જૂની પરંપરાના વૈજ્ઞાનિક ફાયદાઓ. આપણા ધર્મમાં કોઈન વિધિ અને પૂજા સાથે કોઈને કોઈ વૈજ્ઞાનિક મહત્વ પણ અવશ્ય રહેલું હોય છે. તો મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good information.