ચીની એપ્સ પર પ્રતિબંધ બાદ હવે ભારતે ચીનની આ સૌથી દુખતી નસ પર વાર કર્યો છે. હવે ચીન ભડકી ઉઠશે. 

મિત્રો, તમે જાણો જ છો કે, ભારત સરકારે જ્યારે ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો ત્યારે ચીન પર શું અસર થઈ. ભલે ચીની સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આવી હોય,પરંતુ ચીની ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રચંડ રીતે ભારતના આ નિર્ણયની ખુબ ટીકા કરવામાં આવી હતી. તેમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ભારતનો આ નિર્ણય ભારતને જ ભારે પડશે. પરંતુ એવું નથી, જ્યારે ભારત સરકારે ચીન સામે આંખ માંડવાનું શરૂ કર્યું તો તેનો પ્રભાવ ચીની સરકાર પર પડ્યો છે. જેની સાબિતી ચીની ન્યુઝપેપર આપે છે.

ચીનને ભાન કરાવવા માટે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કહેવાય છે કે, ચીની એપ્સનો ભારતમાં ખુબ મોટો બિઝનેસ ચાલતો હતો. જેના દ્વારા ચીનને ખુબ મોટું લોક સમુદાય વેપાર માટે મળી રહેતું. સ્વાભાવિક છે કે ભારત એક વસ્તી ગીચતા ધરવતો દેશ છે. એટલે કે ઇકોનોમિની દ્રષ્ટીએ ચીન માટે ભારત એક મોટું વેપાર સ્થળ છે. તેથી જ ચીનની એપ્સ પર પ્રતિબંધ લાગવાથી ચીન ભડકી ઉઠ્યું છે.જાણવા મળતી માહિતી મુજબ એવું જાણવા મળે છે કે, ચીનને સબક શીખડાવવા માટે ભારતે તેને બંને રીતે એટલે કે આર્થિક તેમજ વ્યુહાત્મક રીતે ઘેરી લીધું. ચીન દ્વારા લદ્દાખમાં થયેલ હુમલા પછી ભારત સરકારે ચીનની 59 જેટલી એપ્સ પર પ્રતિબંધ મૂકી છે. જેની અસર ચીન પર ખુબ વ્યાપક રીતે પડી છે. આ સિવાય નવી દિલ્હીએ ચીનને ફસાવવા માટે હોંગકોંગને નિશાન બનાવ્યું છે. અત્યાર સુધી હોંગકોંગમાં ચીનની નવા સુરક્ષા કાયદા પર ભારતે પ્રશ્ન કર્યો છે. જેનો ઉલ્લેખ ભારતે ઈશારા દ્વારા કરી દીધો છે.

વાસ્તવમાં વાત એમ છે કે બુધવારે મળેલ જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના જીનેવામાં સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે  કહ્યું કે, ‘હોંગકોંગને સ્પેશિયલ એડમેનસ્ટીવ રીઝન બનાવવું એ ચીનનો અંગત પ્રશ્ન છે. પણ ભારત હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખી રહ્યું છે.’ આ સિવાય તેમણે પોતાના ભાષણમાં એમ કહ્યું કે, ‘અમે અત્યારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરનારા અનેક નિવેદનો સાંભળી ચુક્યા છીએ. અમને આશા છે કે સંબધિત પક્ષ આ વાતનું ધ્યાન રાખશે અને તેનું ઉચિત, ગંભીર તેમજ નિષ્પક્ષ સમાધાન કરશે.’

આમ જોઈએ તો ભારતે પોતાના ભાષણમાં ચીનનું નામ લીધું નથી. જ્યારે ભારતે પોતાનું આ નિવેદન દુનિયામાં અમાનવ અધિકારની થઈ રહેલી ચર્ચાના આધારે આપ્યું હતું. જ્યારે ભારત પહેલી વખત હોંગકોંગના મુદ્દે બોલ્યું છે, જો કે એવું પણ જાણવામાં આવે છે કે, છેલ્લા મે મહિનાથી લાદ્દાખની સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. પરંતુ જ્યારે ગલવાન ઘાટી પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ભીષણ મારામારી થઈ પછી ભારતે આ નિવેદન આપ્યું છે.જ્યારે ભારતનું આ નિવેદન આવ્યું ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીયો એ પણ નિવેદન આપેલું હતું. પોતાના નિવેદનમાં માઈક પોમ્પીયો એ ભારત દ્વારા થયેલ ચીન એપ્સ પર પ્રતિબંધની પણ વાત કહી છે. તેમણે એમ કહ્યું કે, ‘ભારતનું આ વલણ એ તેની અખંડતા, સંપ્રભુતા, રાષ્ટ્રીય સુરક્ષાની મજબુતી વધારશે.’ આ સિવાય અમેરિકા એમ ઈચ્છે છે કે, ભારત હોંગકોંગના મુદ્દે બોલે. હોંગકોંગના નવા કાયદામાં ત્યાંના લોકોમાં માનવ અધિકારના ઉલંઘનની વાત કરવામાં આવી છે.

UNHRC માં કુલ 27 દેશોના પ્રતિનિધિઓ ભેગા થયા હતા. જેમાં હોંગકોંગમાં લાગુ કરવામાં આવેલ નવા કાયદા પર ફરી વિચાર કરવાનું કહ્યું છે. આ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશો છે. જેમાં ભારત જ એવો દેશ છે જેણે હોંગકોંગના મુદ્દે કંઈ પણ કહ્યું નથી. જ્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડા એ ચીનના આ મુદ્દે ખુબ ટીકા કરી છે. જ્યારે જાપાને ખુલ્લી રીતે ચીનના આ કાયદાનો વિરોધ કર્યો છે. પણ ભારત જ એક એવો Quad દેશ છે જેણે આ મુદ્દે પોતાનો કોઈ પણ પ્રકારનો સાર્વજનિક મત કે નિવેદન નથી આપ્યું. આમ ભારત દ્વારા લદ્દાખના મુદ્દે જે ઈશારામાં જે વાત રજુ કરવામાં આવી તે ખરેખર ખુબ જ વિચાર કરવા જેવી બાબત છે.

Leave a Comment