ટિકટોક સ્ટાર શિવાનીનો મૃતદેહ બ્યુટી-પાર્લરમાંથી 2 દિવસ બાદ મળ્યો, શું હતું મૃત્યુનું કારણ?

હરિયાણાના સોનીપતની રહેવાસી અને  “ટિકટોક સ્ટાર” શિવાની ખોબિયાનની તેના જ બ્યુટી પાર્લરમાંથી તેની લાશ મળી હતી. નવાઇની વાત તો એ છે કે, શિવાનીનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો હતો. શિવાનીનો મૃતદેહ બ્યુટી પાર્લરની તિજોરીમાંથી  મળ્યો હતો. શંકા છે કે, શિવાનીનુ ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે, અને ત્યાર બાદ તેને પાર્લરમાં છુપાવી દેવામાં આવી હતી. બે દિવસ બાદ જ્યારે પાર્લરમાંથી ગંધ આવવા લાગી ત્યારે હત્યાની લોકોને જાણ થઈ હતી.

હત્યાનો આરોપ આરિફ નામના એક યુવક પર છે. પોલિસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાની સ્પષ્ટતા થશે. જો કે પોલિસ પણ આ બાબતે શોધખોળ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 28 જૂનના રોજ શિવાનીની બહેનનો મિત્ર બ્યુટી પાર્લર ગયો હતો. પાર્લર ખોલવાની સાથે ખરાબ સ્મેલ આવી રહી હતી. તેણે જ્યારે તિજોરી ખોલી તો તેમાંથી શિવાનીનો મૃતદેહ મળી આવ્યો. આ મિત્રએ તરત જ શિવાનીના પરિવારને શિવાનીના મૃત્યુ વિશે જાણ કરી હતી અને ત્યાર બાદ પરિવારે પોલિસને જાણ કરી હતી.

પોલિસે જણાવ્યું કે, શિવાની ખોબિયાન કુંડલીમાં ટચ એન્ડ ફેયર નામનું બ્યુટી પાર્લર ચલાવી રહી હતી. ટિકટોક પર તેના લાખો ફોલોવર્સ પણ છે. એવું પણ જાણવામાં આવ્યું હતું કે, જે આરિફ નામના વ્યક્તિ પર હત્યાનો આરોપ છે તે પણ કુંડલીનો જ રહેવાસી છે.

પોલિસની અત્યાર સુધીની તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, આરિફ 26 જૂન શિવાનીને મળવા માટે બ્યુટી પાર્લર આવ્યો હતો. શિવાની બહેન શ્વેતાએ આ વિશે જાણકારી આપી હતી. ત્યાર બાદથી શિવાની ઘરે જ આવી નથી. શિવાનીના ફોનથી છેલ્લો મેસેજ હતો કે તે હરિદ્વાર જાય છે અને થોડા દિવસ બાદ પાછી ફરશે. પરંતુ 28 જૂનના રોજ તેના પાર્લર માંથી તેની લાશ મળી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે, હત્યારાએ શિવાનીના ફોનમાંથી મેસેજ કર્યો હોય શકે. પોલીસ આગળ તપાસ કરી રહી છે.

Leave a Comment