જો આ રીતે વાત કરશો, તો વ્યક્તિ મન ખોલીને તમને પોતાના વિશે બધુ જાતે જ જણાવશે!

કોઈની પાસે ક્યારેક કોઈ વાત જાણવી હોય તો શું કરવાનું ? આ પ્રશ્ન ઘણી વખત આપણા મનમાં થતો હોય છે. તે સાથે ઘણી વખત કોઈ પાસે વાત કઢાવવી એ સરળ નથી. ઘણી વ્યક્તિ જાતે જ પોતાના વિશે બધું કહી દેતી હોય છે. તો ઘણી વ્યક્તિ મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી હોતા, એટલે કે ગમે તે થાય તે વ્યક્તિ કંઈ જ બોલતી નથી. તો આવા જ વ્યક્તિ પાસેથી કોઈ વાત કઢાવવી હોય કે જાણવી હોય તો શું કરવું જોઇએ ? તેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું.

કોઈની પાસેથી વાત કઢાવવા માટે મુખ્ય 4 વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. જો આ ચાર વાતોનું ધ્યાન રાખવામાં આવે તો અજાણી વ્યક્તિને પણ મિત્ર બનાવી શકાય છે. તો આ 4 ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર એક નજર કરીએ.

આ ચાર બાબતો એટલે કે FORD પર આધારિત છે. સૌ પ્રથમ આવે છે, ‘F’ એટલે કે ફેમિલી. ફેમિલી દરેકની હોય છે, અને દરેકના જીવનમાં તેનું ખુબજ મહત્વ હોય છે. કારણ કે જ્યારે આપણો જન્મ થાય છે, ત્યારથી આપણે પરિવારને જ સામે જોઇએ છીએ. તેથી જ પરિવારના દરેક સભ્ય માટે આપણા મનમાં એક વિશેષ સ્થાન હોય છે. તો જ્યારે વાત કોઈની પાસેથી કઢાવવાની હોય ત્યારે પહેલાં પરિવાર વિશે વાત કરવાની શરુઆત કરો. પરિવાર વિશે વાત કરવાથી સામે વાળી વ્યક્તિ તમારી સાથે જોડાઇ જશે.

ફેમિલી વિશે વાત કરવાની બે પદ્ધતિ છે. પહેલાં તો તમે પરિવાર વિશે વાત કરવાની શરૂઆત પોતાનાથી જ શરૂ કરો. ઉદાહરણ તરીકે તમે રસ્તા પર ઉભા છો અને કોઈ બાઈકને ફાસ્ટ ચલાવીને જાય છે. તો તમે એમ કહી શકો કે, મારો ભાઇ પણ આવી જ રીતે ફાસ્ટ બાઇક ચલાવે છે. હું તેને ઘણી વખત ના પાડુ છું કે આટલી ફાસ્ટ બાઇક ન ચલાવીશ. શું દરેક નાના ભાઇ આવી જ રીતે બાઇક ચલાવતા હશે ? શું તમારો ભાઇ પણ આવી જ રીતે બાઇક ચલાવે છે ? આમ સામે વાળી વ્યક્તિ પોતાના ભાઇ-બહેન વિશે સામેથી તમને જણાવશે. જો તે એમ કહે કે, મારે કોઈ ભાઇ-બહેન નથી. તો તમે તેને એમ પણ પુછી શકો છો ? શું તમને લાગે છે કે ભાઇ-બહેન હોવા જોઇએ ? આમ તમારા વચ્ચે ફેમિલી વિશે વાતચીતનો દૌર શરૂ થશે.

આ હતી પહેલી પદ્ધતિ, બીજી પદ્ધતિની વાત કરીએ તો, તેમાં એવી રીતે વાત શરૂ કરો કે, જેને જુની કોઈ વાતથી નિસ્બત ન હોય. ત્યારે આ રીતે વાત કરો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈને જીમમાં મળો છો. અને તમારે તેની ફેમિલી વિશે વાત કરવી છે, તો પહેલાં તો તેની કસરત કરવાના વખાણ કરો અને પછી પુછો કે તમારા પરિવારમાંથી કોઈ આ ફિલ્ડમાં છે. આમ પુછવાની સાથે જ તેના પરિવારના સભ્યો શું કામ કરે છે, તેના વિશે તમને જાણકારી પ્રાપ્ત થશે.

હવે બીજુ આવે છે, FORD માંથી ‘O’ ની વાત. ‘O’ ની વાત કરીએ તો તેનો અર્થ છે ઓક્યુપેશન. જીવનને ચલાવવા માટે દરેક વ્યક્તિ કંઈકને કંઈક કામ કરવું પડે છે. કોઈ પણ નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય ત્યારે તેને તેના કામ વિશે પુછવામાં કોઈ ખરાબી નથી. દરેક વ્યક્તિ કંઈકને કંઈ કામ કરે છે, કોઈ કોલેજ ભણવા જાય છે, તો કોઈ ઓફિસમાં બેસીને કામ કરે છે, તો કોઈ ઘરે બેઠા કામ કરે છે. પરંતુ કંઈક તો કરે જ છે. તેથી જ સામાન્ય રીતે આપણે કોઈ નવા વ્યક્તિને મળીએ એટલે પહેલાં જ પુછીએ છીએ કે તમે શું કામ કરો છો ? જ્યારે તમે સામે વાળી વ્યક્તિના ઓક્યુપેશનને લગતા સવાલ કરો છો. ત્યારે યાદ રાખો કે, તેના ઓક્યુપેશનમાં તમારે રસ ધરાવવાનો છે. જો તમે રસ વિના ફક્ત એક પછી એક સવાલ જ કર્યા કરશો તો તેનું ઇન્ટરવ્યૂ કરતા લેતા હો, એવું લાગશે. તેથી સામે વાળી વ્યક્તિ જે ઓક્યુપેશનમાં હોય તેની રિસ્પેક્ટ કરો. ધીરે ધીરે તે પણ તમારી સાથે કમ્ફર્ટ ફિલ કરવા લાગશે. જ્યારે પણ કોઈ નવા વ્યક્તિને મળો ત્યારે તેના ઓક્યુપેશન વિશે જ વાત કરો. આમ કરવાથી વાત વધુ થશે, તમને જાણકારી પણ પ્રાપ્ત થશે.

ત્રીજા ક્રમે આવે છે, FORD માંથી ‘R’. ‘R’ ની વાત કરીએ તો તેનો અર્થ છે રિક્રએશન. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો રિક્રેએશન એટલે ‘હોબી’ (શોખ). દરેક વ્યક્તિ પોતાના શોખ માટે સમય કાઢી જ લે છે. ઘણા લોકો પોતાના હોબીને પેશન અને પેશનને પ્રોફેશન બનાવી લે છે. ઘણા લોકો પોતાના ઓક્યુપેશન વિશે તો વાત કરે છે, પરંતુ કોઈ પોતાના  શોખ અજાણી વ્યક્તિ સાથે શેર નથી કરતું. તેવા સમયમાં તમારે સામેવાળી વ્યક્તિ પાસેથી તેના શોખ વિશે જાણવું હોય તો વાત વાતમાં તેને શેમાં રસ છે તે જાણવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદ તમે તેના શોખમાં રસ ધારાવીને તેના વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તે વ્યક્તિ તમને વિગતે પોતાના શોખ વિશે જણાવશે.

ચોથા ક્રમે આવે છે, FORD માંથી ‘D’. ‘D’ ની વાત કરીએ તો તેનો અર્થ છે ડ્રિમ્સ. ડ્રિમ એટલે સ્વપ્ન દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જે કંઈક બનવા માંગતી હોય કે, પોતાના જીવનને જેવું બનાવવું હોય તેવા સપના જુએ છે. પરંતુ દરેક સ્વપ્ન પૂર્ણ થાય તે જરુરી નથી. ઘણી વ્યક્તિના સ્વપ્ન પુરા થાય છે તો ઘણાનાં અધૂરા રહી જાય છે. દરેક પોતાના સ્વપ્ન પૂર્ણ કરવામાં લાગેલા હોય છે. પરંતુ આપણી આસપાસ જોઇએ તો હરકોઈ આપણ સ્વપ્ન પાછળ ભાગવાના બદલે સામાન્ય જોબ કરવાની જ સલાહ આપે છે. તેથી પણ આ ટોપિક વધુ રસપ્રદ બને છે. ક્યારેય પણ કોઈના માતા-પિતા, ભાઇ-બહેન કે ફ્રેન્ડ્સ તેના સ્વપ્ન વિશે વાત કરતા નથી. તેવામાં તમે અજાણ્યા થઇને તેના સ્વપ્ન વિશે જાણવાનો પ્રયત્ન કરશો તે વ્યક્તિ ખુશીથી પોતાના સ્વપ્ન વિશે જણાવશે. તથા તે તમને પસંદ પણ કરવા માંગશે. જ્યારે તમે તેના શોખને જાણો ત્યારે તમે તેને પ્રોફેશન કેમ ન બનાવ્યું તેના વિશે પૂછવાનો પ્રયત્ય કરો. આ પ્રશ્ન પુછવાની સાથે જ તે વ્યક્તિ પોતાના વિશે અને પોતે પોતાનું સ્વપ્ન, શોખ, ફેમિલી તથા ઓક્યુપેશન વિશે જણાવશે.

આમ,  આ ચાર પદ્ધતિથી વાત કરશો તો ચોક્કસ પણે સામે વાળી વ્યક્તિ તમને તેના વિશે જાતે માહિતી આપશે. FORD આ શબ્દ યાદ રાખીને પહેલાં તેના પરિવાર ત્યાર બાદ ઓક્યુપેશન, રિક્રિએશન અને પછી ડ્રિમ વિશે જાણવાનો પ્રયત્ન કરો. આ પદ્ધતિ અનુસાર તમે ચોક્કસથી સફળ થશો.

Leave a Comment