આ કરોડપતિ યુવક સાથે દુનિયા ફરવા માટે તૈયાર થનાર વ્યક્તિને મળશે 26 લાખ રૂપિયા… પણ છે આ શરત

આ કરોડપતિ યુવક સાથે દુનિયા ફરવા માટે તૈયાર થનાર વ્યક્તિને મળશે 26 લાખ રૂપિયા…

મિત્રો આજકાલ સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે એવામાં નોકરી અને વેપારમાં એટલી હરીફાઈ વધી ગઈ છે કે લોકોને મહેનત કરવા છતાં પણ ઈચ્છા અનુસાર પગાર નથી મળતો. એટલું જ નહિ આજે લોકો પાસે ઘણી બધી ડીગ્રી અને અનુભવ હોવા છતાં પણ પગારમાં કોમ્પ્રોમાઈઝ કરવું પડતું હોય છે.

પરંતુ આજે અમે એક એવી ખબર લઈને આવ્યા છીએ જે તમને અપાવી શકે છે 26 લાખ રૂપિયા. જેમાં તમારે વધારે હાર્ડ વર્ક કરવાની પણ જરૂર નથી. એટલું જ નહિ પરંતુ તમને દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં ફરવાની તક પણ મળશે. તમે જ વિચારો કે કંઈ કંપની તમને ફરવાના પૈસા આપે અને તે પણ 1 કે 2 લાખ નહિ, પરંતુ પુરા 26 લાખ રૂપિયા. તો આજે અમે આ લેખમાં જણાવશું કે કોણે આવી ઓફર રાખી છે અને શા માટે રાખી છે.
26 વર્ષના કરોડપતિ મૈથ્યુ લેપરે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીઓ પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેને એક આસીસ્ટન્ટની જરૂર છે. જે તેની સાથે દુનિયા ફરી શકે તેમજ તેની કંપનીની ટીમને મેનેજ કરવામાં પણ મદદ કરી શકે. તમને જણાવી દઈએ કે મૈથ્યુ લેપર પોતાના આસીસ્ટંટને તેની સાથે દુનિયામાં ફરવાના અને તેની ટીમને મેનેજ કરવામાં મદદ કરવાના વાર્ષિક પગાર 25.75 લાખ આપશે. આ સાથે તે પોતાના આસીસ્ટંટને એક આલીશાન મકાન અને સ્વાસ્થ્ય વિમાનો પણ લાભ આપશે.

તમને જણાવી દઈએ કે મૈથ્યુ લેપર એક કરોડપતિ વ્યક્તિ છે અને તે ચાર ઈ-કોમર્સ  ઓનલાઈન કંપનીનો માલિક છે. મૈથ્યુ લેપર દ્વારા અપાયેલી નોકરીની આ ઓફર માટે 40 હજારથી પણ વધારે લોકો અપ્લાય કરી ચુક્યા છે. જેમાં આશરે 75 % અપ્લાય કરનાર વ્યક્તિમાં 23 થી 37 વર્ષ ઉંમર ધરાવતી મહિલા ઉમેદવારો છે.

આ નોકરી માટે મૈથ્યુ લેપરે એક શરત પણ રાખી છે જેમાં તેણે જણાવ્યું છે કે નોકરી માટે અપ્લાય કરનાર વ્યક્તિને કોમ્પ્યુટર ચલાવતા આવડતું હોવું જોઈએ. આ ઉપરાંત તે સોશિયલ મીડિયાનો પણ ખુબ સારો એવો જાણકાર હોવો જોઈએ અને સૌથી મહત્વની વાત તો એ છે કે તે વ્યક્તિ નવા નવા કાર્યો શીખવા માટે ઉત્સુક અને મહત્વકાંક્ષી હોવો જોઈએ.


મિત્રો મૈથ્યો લેપરની આ જોબ માટે જો તમે કોઈ અપ્લાય કરવા માંગતા હોય અને દુનિયાને ફરવાનો શોખ ધરાવતા હોય તો તમે અપ્લાય કરવા માટે WWW.ECOMWARRIORACADAMY.COM ની મુલાકાત લો. કંઈક આ વેબસાઈટ પર જઈને World’s Coolest Job પરના ઓપ્શન પર જવું અને ત્યાર બાદ સૌથી પહેલા તમારે મૈથ્યો લેપરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહેશે ત્યાર બાદ તેમાં તમારું નામ વગેરે જરૂરી માહિતી ભરીને  Send ઓપ્શન પર ક્લિક કરી દેવું.

આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે મૈથ્યો લેપર પોતાની વેબ્સાઈટ અને યુટ્યુબ ચેનલ પર ઈ-કોમર્સ બીઝનેસ કંઈ રીતે ડેવલોપ કરી શકાય તેના વિશે ફ્રી માં માર્ગદર્શન પણ આપે છે. જે આપણા માટે ખુબ લાભદાયી સાબિત થઇ જશે. તેના ઓનલાઈન ફ્રીમાં ટ્રેઈનીંગ સેસનનો લાભ લેવા માટે તમે WWW.ECOMWARRIORACADAMY.COM આ જ વેબસાઈટ પર જઈને રજીસ્ટર કરાવી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

15 thoughts on “આ કરોડપતિ યુવક સાથે દુનિયા ફરવા માટે તૈયાર થનાર વ્યક્તિને મળશે 26 લાખ રૂપિયા… પણ છે આ શરત”

Leave a Comment