આ શ્ર્લોકમાં છૂપાયેલું છે મૃત્યુથી બચવાનું રહસ્ય | આ મંત્રમાં એટલી શક્તિ છે કે યમરાજ પણ પ્રાણ હરતા ડરે છે.

જાણો શું મહામૃત્યુંજય શ્ર્લોકમાં છૂપાયેલું છે મૃત્યુથી બચવાનું રહસ્ય… જાણો કેવી રીતે….

મિત્રો મહામૃત્યુંન્જય મંત્ર એક એવો મંત્ર છે જેનાથી મૃત્યુ પણ ગભરાય છે. આ મંત્રમાં એટલી શક્તિ હોય છે કે યમરાજ પણ પ્રાણ હરતા પહેલા ઘણી વાર વિચારે છે. ચાલો તો જણીએ એ મંત્ર અને તેના સાથે સંકળાયેલી આ કથા , કારણ કે આ મંત્ર સ્વયં મહાકાલને પ્રસન્ન કરે છે અને જેનાથી મહાકલ પ્રસન્ન થઇ જાય તેને મૃત્યુનો શું ડર. આ શ્ર્લોકની ઉત્પત્તિ જ એટલા માટે થઇ છે કે જે કાળને હરાવી શકે. એકવાર યમરાજ મહાકાળને નજરઅંદાજ કરીને પ્રાણ હરવાની ભૂલ કરી હતી. પરંતુ તેમને સમય જતા અનુભવ થયો કે જો આ મંત્રનું અપમાન કર્યું તો મહાકાલની અગ્નિ તેમને ભસ્મ કરી નાખશે.

એક વાર શિવજીના મોટા ભક્ત મ્રિકંડ ઋષિ સંતાનહીન હોવાને કારણે દુઃખી હતા. તેમની કુંડળીમાં સંતાન યોગ હતો જ નહિ. પરંતુ તેમને અત્યંત સંતાનની ચાહ હતી. તેમણે વિચાર્યું કે દેવોના દેવ મહાદેવ જો વિધિનું વિધાન બદલી શકતા હોય તો મારું કેમ નહિ. અને ત્યાર બાદ તેમણે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી. તેમની આરાધનામાં લીન થઇ ગયા. તેમની ઘોર તપસ્યા જોઇને ભગવાન પ્રસન્ન થયા અને વિધાન બદલીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.

આ સાંભળીને ઋષિ ખુબ જ પ્રસન્ન થઇ જાય છે પરંતુ બીજી જ ક્ષણે મહાદેવ જણાવે છે કે પુત્ર પ્રાપ્તિની ખુશી સાથે તારે એક મોટા દુઃખનો સામનો કરવો પડશે. પરંતુ તે દુઃખ કયું હશે તે તેમને ન જણાવ્યું. ત્યાર બાદ ઋષિને ત્યાં એક સંતાન થયુ. જેનું નામ માર્કંડેય પડ્યું. આ જોઇને મ્રિકંડ ઋષિ ખુબ જ પ્રસન્ન થયા પરંતુ જ્યોતિષે જણાવ્યું કે આ બાળકની અલ્પાયુ છે અને માત્ર બાર જ વર્ષ જીવશે તે સાંભળી તેઓ દુઃખી થઇ ગયા.

સમય જતા માર્કંડેય મોટા થવા લાગ્યા. મ્રિકંડ ઋષીએ  તેને એક શિવ મંત્ર પણ આપ્યો.

ઓમ ત્રયંબકમ યજામહે, સુગંધિમ પુષ્ટિવર્ધનમ,  ઉર્વારુકમિવ બંધનાન્, મૃત્યોર્મોક્ષિય મામૃતાત્ .

પરંતુ સમય જતા ઋષિની ચિંતા પણ વધતી ગઈ. તેમને દુઃખી જોઈ પુત્ર માર્કંડેયે દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તેમને માતાએ તેનું કારણ તેનું અલ્પાયુ જણાવ્યું. ત્યારે તેણે માતા પિતાને આશ્વાસન આપતા ભગવાન શિવનું વરદાન પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. તેણે મહામૃત્યુંન્જય શ્ર્લોકની રચના કરી. ત્યાર બાદ શિવ મંદિરમાં બેસીને મહામૃત્યુંન્જય શ્ર્લોકનો અખંડ જાપ કરવા લાગ્યા અને તે આરાધનામાં લીન થઇ ગયા.

માર્કંડેય જ્યારે બાર વર્ષના થયા ત્યારે યમદૂતો તેમને લેવા માટે આવ્યા. પરંતુ યમદૂતોએ જોયું કે તેઓ મહાકાલની આરાધનામાં લીન છે તો તેમણે થોડો સમય રાહ જોઈ. પરંતુ સમય પસાર થઇ રહ્યો હતો અને માર્કંડેય તો આ મંત્ર જાપ બંધ કર્યો જ નહિ. પરંતુ યમદૂતોનું સાહસ ન થયું તેના પ્રાણ હરવાનું અને તે પાછા આવી ગયા અને આ વાત યમરાજને જણાવી.

આ સાંભળી યમરાજ સ્વયં તેના પ્રાણ હરવા માટે આવ્યા. યમરાજને પોતાની સામે જોઇને માર્કંડેય મોટા અવાજે મંત્રનો જાપ કરવા લાગ્યા અને શિવલિંગ સાથે લપાઈને બેસી ગયા. આ જોઇને યમરાજે તેમને શિવલિંગ પાસેથી ખેંચીને લઇ જવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એક ભયંકર હોંકારથી ધરતી કંપવા લાગી અને એક પ્રચંડ પ્રકાશ ઉત્પન્ન થઇ ગયો. જેમાંથી સ્વયં મહાકાલ હાથમાં ત્રિશુલ લઈને પ્રગટ થયા.

તેમણે યમરાજને કહ્યું કે તેમની સાધનામાં લીન બાળકના પ્રાણ હરવાની હિંમત કેમ કરી. મહાકાલનું આ પ્રચંડ રૂપ જોઇને યમરાજ ભયભીત થઇ જાય છે અને તેમની પાસેથી ક્ષમા માંગી. ત્યારે મહાકાલનો ક્રોધ શાંત થયો અને મહાકાલે કહ્યું કે “હું આ ભક્તની આરાધનાથી પ્રસન્ન થયો છું અને તેને દીર્ઘાયુંનું વરદાન આપું છું માટે તું તેને નહિ લઇ જઇ શકે.”

ત્યાર બાદ યમરાજે જણાવ્યું કે “હું તમારી વાતનું પાલન કરું છું અને આજથી મહામૃત્યુંન્જય શ્ર્લોકનો જાપ કરી મહાકાલની આરાધના કરનાર વ્યક્તિને કોઈ હાની નહિ પહોંચાડું”.

ઓમ ત્રયંબકમ યજામહે, સુગંધિમ પુષ્ટિવર્ધનમ,  

ઉર્વારુકમિવ બંધનાન્, મૃત્યોર્મોક્ષિય મામૃતાત્ .

તો આ રીતે માર્કંડેયને દીર્ઘાયુંનું વરદાન પ્રાપ્ત થઇ ગયું અને શિવ ભક્તોને મૃત્યુ સામે રક્ષણ આપતો મહામૃત્યુંન્જય મંત્ર મળી ગયો. કહેવાય છે કે સોમવારના દિવસે મહામૃત્યુંન્જય શ્ર્લોકના જાપથી ઘણા રોગોથી મુક્તિ મળે છે અને મહાકાલની કૃપા થાય છે તેમજ માનસિક સમસ્યાઓથી છૂટકારો મળે છે.

 

Leave a Comment