કરોડો રૂપિયામાં વહેંચાયો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર | પત્રમાં લખ્યું હતું કઈક આવું… વાંચો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર

કરોડો રૂપિયામાં વહેંચાયા 200 વર્ષો જુના પ્રેમ પત્રો….. પત્રોમાં લખ્યું હતું કંઈક આવું…..

મિત્રો અત્યાર સુધી તમે જુનું ટીવી, જુનું ફ્રીઝ, કોમ્પ્યુટર વગેરે જેવી વસ્તુઓ વહેંચાતા જોયા હશે. જે વસ્તુઓને ઘણા લોકો ખરીદતા હોય છે અને વહેંચતા પણ હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પ્રેમ પત્ર વહેંચવામાં આવે ? અને એ પણ જુન પ્રેમ પત્ર. તમને કહેવામાં આવે કે 200 વર્ષ જુના પ્રેમ પત્રો પણ વહેંચાયા હતા અને તે પણ કરોડો રૂપિયામાં, તો કદાચ આ વાત તમારા માનવામાં ન આવે અને તમને ફેક પણ લાગે. પરંતુ આ વાત સત્ય છે. ફ્રાન્સમાં એક નીલામીમાં આ 200 વર્ષ જુના પત્રોની કિંમત આજે કરોડો રૂપિયામાં અંકાઈ રહી છે.

હવે આપણા મનમાં એવો સવાલ થાય કે પત્ર એટલે આખરે તો એક કાગળ જ ને, તો પછી એ પત્રોમાં એવું તો શું હતું કે તેની કિંમત કરોડો રૂપિયાની આંકવામાં આવી. આજના આ લેખમાં અમે તમને જણાવશું કે તે પત્રો કોણે લખેલા હતા, તે પત્રોમાં શું લખ્યું હતું, તેની ખાસિયત શું હતી કે જેના કારણે તે કરોડોમાં વહેંચાયા. તમે પણ જાણીને ચોંકી જશો.

આ પત્રો આશરે 200 વર્ષ પહેલા ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ દ્વારા પોતાની પત્ની જોસેફીનને લખવામાં આવ્યા હતા. તેણે ત્રણ પ્રેમ પત્રો લખ્યા હતા, જે ત્રણ પ્રેમ પત્રની કુલ કિંમત 5,13,000 યુરો છે. જેને ભારતીય રૂપિયામાં ગણીએ તો 3 કરોડ ૯૭ લાખ રૂપિયા થાય. આ ત્રણ પત્રોની નીલામી કરવામાં આવી. આ પ્રેમ પત્ર વર્ષ 1796 થી 1804 વચ્ચેના સમયગાળામાં લખાયેલા હતા. જેની નીલામી 3 એપ્રિલ ગુરુવારના રોજ ફ્રાન્સના ડ્રોઉટ નીલામી ઘરમાં કરવામાં આવી હતી.

મીડિયા દ્વારા અપાયેલ એક રીપોર્ટ અનુસાર વર્ષ 1796 માં થયેલ ઇટલી અભિયાન દરમિયાન એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં નેપોલિયને લખેલું હતું “મારી પ્યારી મિત્ર, તમારા તરફથી મને કોઈ પત્ર નથી મળ્યો. જરૂર કંઈક ખાસ ચાલી રહ્યું છે, જેથી તમે તમારા પતિને ભૂલી ગયા છો. જો કે કામ અને ખુબ થાક વચ્ચે મને માત્ર અને માત્ર તમારી જ યાદ આવે છે.” આવી જ ઘણી અન્ય રોમેન્ટિક વાતો અને અન્ય નીજી વાતો આ પત્રોમાં લખવામાં આવેલી છે.

આ ઉપરાંત ફ્રેંચ એડર અને એગુટ્સ હાઉસીસ તરફથી એક ઐતિહાસિક થીમ પર આધારિત નીલામી કરવામાં આવી હતી. જેમાં એક દુર્લભ એનીગ્માં એનક્રિપ્શન માશીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે મશીનનો ઉપયોગ નાઝી જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કર્યો હતો. જે 48,100 યુરોમાં એટલે કે લગભગ 37 લાખ રૂપિયામાં નીલામ થયું હતું.

તમને જણાવી દઈએ કે નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સની ક્રાંતિમાં સેનાપતિ હતો. નવેમ્બર 1799 થી લઈને 18 મેં 1804 સુધી પ્રથમ કાઉન્સેલના રૂપે શાસક અને 18 મેં 1804 થી લઈને 6 એપ્રિલ 1814 સુધી નેપોલિયન નામે સમ્રાટ રહ્યો હતો. ત્યાર બાદ તે 20 માર્ચથી 22 જુન 1815 માં ફરી સમ્રાટ બન્યો અને તે યુરોપના પણ ઘણા અન્ય ક્ષેત્રોનો શાસક હતો.

નેપોલિયનની ગિનતી વિશ્વના મહાન સેનાપતિઓમાં કરવામાં આવે છે. એટલું જ નહિ તેણે ફ્રાંસમાં એક નવી વિધિ સંહિતા લાગુ કરી હતી, જેને નેપોલિયનની સંહિતા પણ કહેવામાં આવે છે.

મિત્રો નેપોલિયન ખુબ જ સફળ શાસક રહી ચુક્યો હતો અને ઇતિહાસમાં પોતાની એક આગવી છાપ છોડીને ગયો છે. તેથી તેની કોઈ પણ ઐતિહાસિક વસ્તુની કિંમત ફ્રાન્સના લોકો ખુબ જ મળે છે. જેનું એક ઉદાહરણ છે કરોડોમાં નીલામ થયેલા નેપોલિયનના પ્રેમ પત્રો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment