મિત્રો તમે રસોડામાં રસોઈ બનાવવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરતા હશો. તેમાંથી એક છે તાવડી અને લોઢી. આ બંનેનો ઉપયોગ આપણે રોટલી અને ભાખરી બનાવવા માટે કરીએ છીએ. પણ વાસ્તુ અનુસાર આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ જેને કારણે આપણા ઘરમાં ગરીબી આવી શકે છે. આથી જો તમે પણ તાવડી કે લોઢીને લઈને આવી ભૂલો કરતા હો તો તમારે આ લેખ એક વખત જરૂરથી વાંચવો જોઈએ.
ઘરની દરેક વસ્તુનો સંબંધ વાસ્તુ સાથે જોડાયેલ હોય છે. દરેક વસ્તુને લગતી ઘણી સારી અને ખરાબ વાતો હોય છે. વાસ્તુ અનુસાર સારી વાતો સકારાત્મક ઉર્જા પેદા કરે છે, જયારે ખરાબ વાતોથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે. આજે આપણે વાત કરીશું રસોડામાં રહેલ એક ખુબ જ મહત્વની વસ્તુ વિશે. વાસ્તુ અનુસાર તેની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ તેના વિશે વાત કરીશું. આ વસ્તુ છે તાવડી, કે લોઢી. તેને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે. ચાલો તો આ વિશે વિશેષ માહિતી જાણી લઈએ.ભૂલથી પણ ન કરો આ કામ:- ઘણીવાર જોવામાં આવ્યું છે કે ઘણા લોકો લોઢીમાં રોટલી થઇ ગયાં પછી તેને બીજા ગંદા વાસણ સાથે મૂકી દે છે. જો તમે પણ આવું કરો છો તો આ આદતને છોડી દો. કારણ કે ગરમ ગરમ તાવડી કે લોઢી પર પાણી છાંટવું સારું નથી. ઘરમાં વડીલો આમ કરવાની મનાઈ કરે છે. ગરમ લોઢી પર પાણી છાંટવું અપશુકન ગણાય છે. ગરમ લોઢી પર પાણી છાંટવા થી જે છમ નો અવાજ આવે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે.
એવું પણ કહેવામાં આવે છે કે ઘરમાં જયારે કોઈની મૃત્યુ થાય છે ત્યારે તેના તેરમાં ગરમ લોઢી પર પાણી છાંટવામાં આવે છે. આથી સામાન્ય દિવસોમાં આમ કરવું અશુભ છે. આ સાથે એવી માન્યતા પણ છે ગરમ લોઢી પર પાણી નાખવાથી મુશળધાર વરસાદ થાય છે, અને પુરની સ્થિતિ સર્જાય છે. આથી વડીલો આમ કરવાની મનાઈ કરે છે. જ્યોતિષમાં લોઢીને લઈને આ માન્યતા છે:- જ્યોતિષમાં લોઢીનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે. આથી તેની સાફ સફાઈ વિશેષ રીતે રાખવી જોઈએ. હંમેશા લોઢીને સાબુની સાથે સાફ પાણીમાં ધોઈને રાખવી જોઈએ. જયારે એ વાતનું પણ ધ્યાન રાખો કે લોઢી એવા સ્થાન પર રાખો જ્યાં બહારના લોકોનું ધ્યાન ન જાય.
આવી લોઢી રાખવી યોગ્ય નથી:- લોઢીને હંમેશા સુવરાવીને જ રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે લોઢીને ઉભી રાખવાથી ઘરમાં ઝગડા થાય છે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે લોઢીને ક્યારેય પણ ગેસ પર ખાલી ન રાખવી જોઈએ. ઘણા લોકો ની આદત હોય છે કે રોટલી કરી લીધા પછી ખાલી લોઢી ગેસ પર મૂકી દે છે.જો તમે આ ભૂલ કરો છો તો તે ભૂલ સુધારી લો. ધનની હાની થાય છે આમ કરવાથી:- જો તમે રોટલી બનાવ્યા પછી લોઢીને ખાલી અને ગંદી રાખો છો તો આ ખુબ જ ખરાબ આદત છે. ઉપયોગ કર્યા પછી તેને સારી રીતે સાફ કરી લો. નહિ તે તમારા ઘરમાં ગરીબીનું કારણ બને છે.
લોઢી પર મીઠું છાંટવું:- વાસ્તુમાં ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ કરવા માટે એક ઉપાય બતાવવામાં આવ્યો છે. લોઢી પર રોટલી બનાવતા પહેલા થોડું મીઠું છાંટી દો. કહેવામાં આવે છે કે આમ કરવાથી તમારા ઘરમાંથી ક્યારેય પણ પૈસા અથવા ભોજનની કમી નહી થાય. જયારે આ વાતનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે કે આમ કરવાથી લોઢીના બધા જ કીટાણું મરી જાય છે. અને રોટલી ખાવાથી કોઈ બીમાર નથી પડતું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી