મિત્રો દરેક મહિલા એવું ઈચ્છે છે કે તેના વાળ લાંબા થાય. પણ જયારે વાળ લાંબા નથી થતા અને ખરવા લાગે છે, બેજાન બની જાય છે, શુષ્ક બની જાય છે ત્યારે મહિલા શોર્ટ વાળ રાખવાનું પસંદ કરે છે. પણ જો તમે સાચે જ પોતાના વાળ કમર સુધી વધારવા માંગતા હો તો અપનાવો અહી આપેલ કેટલાક ઉપાયો.
વાળ વધારવાનો શોખ છોકરીઓમાં વધુ હોય છે. લાંબા અને જાડા વાળ મહિલાની સુંદરતામાં વધારો કરી દે છે. પણ નાની એવી ભૂલને કારણે વાળનો ગ્રોથ પ્રભાવિત થાય છે. આમ વાળને વધવામાં સમય લાગે છે. જો કે મોટાભાગના લોકોને એવું લાગે છે કે આ પરેશાની શેમ્પુ, તેલ અથવા અન્ય હેર પ્રોડક્ટ્સ થી ઠીક કરી શકાય છે. જયારે એવું નથી આ સિવાય પણ ઘણી એવી નાની નાની વસ્તુઓ છે જેની મદદથી વાળની લંબાઈ વધારી શકાય છે. હેર વોશ, ઓઈલીંગ, ખાનપાન, અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જેવી વસ્તુઓ છે, જે તમારા વાળ ઝડપથી વધારવામાં તમારી મદદ કરે છે. એમાંથી જ જોડાયેલ હેર હેક્સ પણ છે જે ખુબ જ પ્રભાવી હોવાની સાથે અસરકારક કામ પણ કરે છે. પણ લોકો હંમેશા તેને નજરઅંદાજ કરે છે. તેનાથી તમારા વાળની સુંદરતા પણ વધે છે.
જો તમારા વાળ પીઠ સુધી છે અને તેને કમર સુધી વધારવા માંગો છો તો હેર હેક્સ ને અપનાવી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. બસ તમારે દરરોજ આ વસ્તુઓ અપનાવવાની જરૂર છે. મહિનામાં આ ઉપાય અપનાવી તમે ફર્ક જોઈ શકો છો.
સુતા પહેલા વાળમાં દાંતિયો ફેરવો:- વાળને ઝડપથી વધારવા માટે સ્કેલ્પ નું બ્લડ સર્ક્યુલેશન સારું હોવું જરૂરી છે. ખાસ કરીને તે રાત્રે વધી જાય છે. આથી તમારે જયારે પણ સુવા જાવ ત્યારે વાળમાં દાંતિયો ફેરવીને વાળ સરખા કરવા જોઈએ. આમ કરવાથી ગુચાવાયેલ વાળ સરખા થાય છે અને સ્કેલ્પ માં બ્લડ ફલો પણ વધે છે. તેનાથી જડ સુધી લોહી પહોચે છે, જેનાથી વાળ મજબુત અને હેલ્દી પણ થાય છે. આથી રાત્રે સુતા પહેલા દાંતિયો ફેરવો. ઇન્વર્જન ટેકનીક અપનાવો:- ઇન્વર્જન ટેકનીક વાળને ઝડપથી વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આ સ્કેલ્પમાં બ્લડ ફલો ને વધારે છે. આ માટે સુતા સમયે વાળને નીચેની બાજુ લટકાવી દો. હવે સ્કેલ્પમાં આંગળીઓ થી મસાજ કરો. એવી જ રીતે જે રીતે તમે વાળમાં તેલ નાખતા હો. પણ આમાં તમારે તેલનો ઉપયોગ નથી કરવાનો. દરરોજ થોડી મિનીટ આમ કરવાથી ફાયદો થાય છે.
રાત્રે સુતા પહેલા ચોટલો લો:- અક્સર દાદી નાની વાળને ખુલા રાખીને સુવાની ના પાડે છે. તેમનું માનવું છે કે ચોટલો કરવો બેસ્ટ છે. તેનાથી વાળમાં ગુંચવણ પણ નહિ થાય અને તુટશે પણ નહિ. સાથે જ તેનાથી વાળ ઝડપથી વધવામાં મદદ મળે છે. સુતા પહેલા ચોટલો જરૂર લો. જેનાથી તમારા વાળ ઝડપથી વધે છે. પણ ચોટલો ટાઈટ ન રાખવો પણ થોડો ઢીલો રાખો.દરેક વખતે વાળને ખુલ્લા કરવાની ભૂલ ન કરો:- છોકરીઓ સ્ટાઈલ ના ચક્કરમાં વાળને હંમેશા ખુલ્લા રાખે છે. તેનાથી વાળ જલ્દી ગંદા થાય છે, તેમજ પ્રદુષણને કારણે સ્કેલ્પ પણ પ્રભાવિત થાય છે. જેની અસર વાળ પર પણ થાય છે. સારું થશે કે તમે વાળને ઢીલા બાંધીને રાખો. આ સિવાય હાઈજીન નું ધ્યાન રાખો. જો સ્કેલ્પ હેલ્દી છે તો વાળ જલ્દી વધે છે. તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
વધુ સમય સુધી વાળમાં ટોવેલ ના રાખો:- વાળ ધોયા પછી મોટાભાગના લોકો પોતાના વાળને ટોવેલમાં રેપ કરીને કલાકો સુધી રાખે છે. આ ભૂલ ન કરો તેનાથી સ્કેલ્પની ત્વચા શ્વાસ નથી લઇ શકાતી. થોડા સમય માટે ટોવેલ રેપ કરવું યોગ્ય છે. પણ વધુ સમય ન કરવું. આ સિવાય વાળને હંમેશા ધીરેધીરે અને આરામથી લૂછો. ભીના વાળ જડથી કમજોર થઇ જાય છે. આથી બની શકે ત્યાં સુધી કુદરતી વાળને સુકાવા દો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી