બોલિવૂડ અભિનેત્રીઓ ટ્રેન્ડસેટ કરવામાં એક્સપર્ટ છે. તે બધી જ મહિલા સશક્તિકરણનું સચોટ ઉદાહરણ છે અને એ સાબિત કરે છે કે મહિલાઓ પુરુષોથી સહેજ પણ ઉતરતી નથી. લગ્ન હોય કે સિંગલ પેરેન્ટ બનવાની વાત કે પછી સરોગેસી થી માં બનવાની ઈચ્છા આ દરેક વાતો પર બિન્દાસ રીતે પોતાની લાગણીઓ શેર કરે છે.
આમાંથી કેટલીક એવી અભિનેત્રીઓ છે જે 40 થી 45વર્ષ ની થયા છતાં કુવારાપણા નો આનંદ લે છે. આજે આપણે બોલિવૂડની કેટલીક સુંદર અને હાઈફાઈ લાઈફ સ્ટાઇલ માં રહેતી અભિનેત્રીઓના વિશે વાત કરીશું. જે સફળ હોવા છતાં અવિવાહિત છે. તેમાંથી કેટલીક યુવાન છે તો કેટલીક 40થી 45 ની ઉંમર વટાવી કરી ચૂકી છે.તબ્બુ:- તબ્બુ આજે પણ બોલિવૂડની લાજવાબ અભિનેત્રીઓ માંથી એક છે. તે ઘણી બોલિવૂડની હિટ ફિલ્મોમાં પોતાની આગવી એક્ટિંગ થી દર્શકોના દિલ જીતી ચૂકી છે. આમ તો આપણે તેમને રીલ લાઈફ માં કેટલીય વાર ઓન સ્ક્રીન રોમાન્સ કરતાં જોઈ છે, પરંતુ તબુ પોતાની અસલ જીંદગીમાં હજુ પણ અવિવાહિત છે. 51 વર્ષની તબુએ હજુ પણ લગ્ન નથી કર્યા.
સુસ્મિતા સેન:- સુસ્મિતા સેન દરેક રીતે બોલીવુડની ડીવા છે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ના ભલે અનેક અફેર રહ્યા હોય પરંતુ તેઓએ આ અફેરને લગ્ન સુધી નથી આવવા દીધા. મજાની વાત તો એ છે કે 46 વર્ષની ઉંમરની સુસ્મિતા સેન પોતાના લવ અફેરને લઈને હંમેશાં ખબરો માં રહી છે.
સ્મિતા સેન ભલે લગ્નના બંધનમાં બંધાઈ ન હોય પરંતુ પોતાને મેરિડ ન હોવાની કન્ડિશનને એક માતા હોવાના અનુભવથી વંચિત નથી થવા દીધી. આ એક્ટ્રેસે બે ખુબસુરત બાળકીઓ રેની અને અલીસા ને દત્તક લીધી છે. તે પોતાની બાળકીઓ સાથે પોતાનું પેરેન્ટહૂડ એન્જોય કરી રહી છે.
અમીષા પટેલ:- અમીષા એ પોતાની બોલીવુડ ફિલ્મ ‘કહોના…. પ્યાર હે’ રિતિક રોશન ની સાથે દર્શકોના દિલ જીતી લીધા હતા,જે તે સમયે ડેબ્યુટેડ પણ હતી. લાંબા સમયથી સિલ્વર સ્ક્રિનથી દૂર રહેલી અમીષા એકવાર ફરીથી બોલિવૂડમાં ગદર 2 થી દર્શકોના દિલ જીતવા આવી રહી છે. 45 વર્ષની અમીષા હજુ પણ પોતાના કુંવારાપણા નો આનંદ લઇ રહી છે.
શમિતા શેટ્ટી:- એક્ટ્રેસ શમિતા શેટ્ટી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે તે છતાં લકઝરિયસ લાઈફસ્ટાઈલ જીવી રહી છે. રિપોર્ટ પ્રમાણે શમિતા શેટ્ટી ની નેટ વર્થ એક થી પાંચ મિલિયન ડોલરની વચ્ચે છે. જો કે જીવનમાં કોઈ પરફેક્ટ મેચિંગ ન મળવાના કારણે તે ૪૩ વર્ષની ઉંમરે પણ કુંવારી છે.તનિષા મુખર્જી:- તનિષા એક્ટિંગથી વધારે સોશિયલ મીડિયા પર પોતાની એક્ટિવનેસના કારણે ચર્ચામાં રહી છે. તનિષાએ 2003માં રીલિઝ થયેલી ‘ssshh…’ થી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમણે નીલ એન્ડ નીક્કી, સરકાર, ટેન્ગો ચાર્લી,અને વન ટુ થ્રી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહીને 43 વર્ષની તનિષા મુખર્જી હજુ પણ અનમેરિડ લાઈફ જીવવાનું પસંદ કરે છે
ઈશા ગુપ્તા:- ઈશાએ જન્નત 2 માં ઈમરાન હાશ્મી સાથે બોલીવુડમાં પોતાની શરૂઆત કરી હતી. તે પોતાના બોલ્ડ ફોટોશૂટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગ્લેમરસ તસવીરો અપડેટ કરવા માટે ઓળખાય છે. ઈશા ગુપ્તા પૂર્વ મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ રહી ચૂકી છે. 36 વર્ષની ઉંમરમાં પણ અત્યંત લકઝરિયસ લાઇફ સ્ટાઇલ જીવતી ઈશા ગુપ્તા હજુ પણ લગ્ન કરવાના મૂડમાં નથીકંગના રનૌત:- 23 માર્ચ 1987માં જન્મેલી બોલિવૂડ ક્વીન કંગનાએ હમણાં જ 35 વર્ષ પાર કર્યા. કંગના ઇન્ડસ્ટ્રીની બિન્દાસ અભિનેત્રીઓમાં એક છે. જોકે તે હજુ પણ અનમેરિડ છે. જો કંગના ના હાલના નિવેદનોને જોવામાં આવે તો લાગે છે કે તે હવે ધીરે ધીરે લગ્નમાં રસ લઇ રહી છે. જોકે ક્યારે અને કોની સાથે તે વિશે કોઈ જાણકારી નથી.
નરગીસ ફખરી:- નરગીસ ફિલ્મ મે તેરા હીરો અને રોકસ્ટાર માં પોતાની આગવી એક્ટિંગથી જાણીતી થઇ છે. 20 ઓક્ટોબર 1979 માં જન્મેલી નરગીસ ફકરીએ 41 વર્ષ પાર કર્યા. જોકે તે હજુ પણ 25 વર્ષની યુવાન છોકરી જેવી દેખાય છે. અભિનેતા ઉદય ચોપરાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યાં, પરંતુ લગ્ન ન કરી શકી.ઉદય સાથે બ્રેકઅપ થયા બાદ નરગીસ ન્યૂયોર્ક ચાલી ગઈ. દિલ તૂટવાના કારણે તેને હજુ સુધી લગ્ન નથી કર્યા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી