4 નવેમ્બરના રોજ કડવા ચોથનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત રાખે છે, અને રાત્રે ચંદ્રમાની પૂજા કર્યા બાદ જ પોતાનું વ્રત ખોલે છે. કડવા ચોથના દિવસે મહિલાઓ વિશેષ ફળની પ્રાપ્તિ કરવા માંગે છો તો આ રીતે ઉપાય કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો કે સૌભાગ્ય વતી સ્ત્રીએ કેવા રંગનું વસ્ત્ર પહેરવું જે શુભ ગણવામાં આવે છે. તો આજે અમે તમને જણાવશું કે, કંઈ રાશિની મહિલાએ કેવા રંગનું વસ્ત્ર પહેરવું જોઈએ.
મેષ : મંગળ ગ્રહને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે. મંગળનો રંગ લાલ હોય છે, તેથી આ રાશિની સૌભાગ્યવતી મહિલાઓએ લાલ અને ગોલ્ડન રંગનું વસ્ત્ર પહેરવાનું શુભ માનવામાં આવે છે.
વૃષભ : શુક્ર ગ્રહને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે. વિશેષ ફળ પ્રાપ્ત કરવા માટે વૃષભ રાશિની સૌભાગ્યવતી મહિલાઓએ સિલ્વર અને લાલ રંગનું વસ્ત્ર પહેરવાનું શુભ માનવામાં આવે છે.
મિથુન : મિથુનનો સ્વામી ગ્રહ બુધ છે અને બુધનો રંગ લીલો માનવામાં આવે છે. મિથુન રાશિની મહિલાઓએ કરવા ચોથના દિવસે લીલા રંગના કપડા પહેરવા જોઈએ.કર્ક : કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્રમાં છે. આ રાશિની મહિલાઓ લાલ-સફેદ રંગના કપડાની સાથે લાલ, ગુલાબી અને વાદળી રંગની બંગડીઓ પહેરવી શુભ માનવામાં આવે છે.
સિંહ : સૂર્ય દેવને સિંહ રાશિના સ્વામી ગ્રહ માનવામાં આવે છે. આ રાશિની સૌભાગ્યવતી મહિલાઓએ લાલ, કેસરી, ગુલાબી કે પછી ગોલ્ડન રંગના વસ્ત્ર પહેરવા શુભ ગણવામાં આવે છે.
કન્યા : બુધ દેવને કન્યા રાશિનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. આ રાશિની મહિલાઓ લાલ, લીલો, ગોલ્ડન કે પછી મલ્ટી રંગના કપડા પહેરવા જોઈએ. આમ કરવાથી ઇશ્વર પ્રસન્ન થશે.
તુલા : તુલા રાશિનો સ્વામી શુક્ર દેવ છે. આ રાશિની મહિલાઓ માટે લાલ, ગોલ્ડન અથવા સિલ્વર રંગ શુભ માનવામાં આવે છે.વૃશ્ચિક : આ રાશિનો સ્વામી મંગળ છે. તમે લાલ, મરુણ કે ગોલ્ડન રંગ પહેરી શકો છો. આ રંગ પહેરવાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે.
ધન : ધન રાશિના સ્વામી બૃહસ્પતિ ગ્રહ છે. આ રાશિની સૌભાગ્યવતીઓ પીળા, કેસરી, આસમાની કે હળવા રંગના કપડા પહેરી શકે છે. તેનાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધશે.
મકર : મકર રાશિનો સ્વામી શનિ છે. આ રાશિની મહિલાઓનો વાદળી રંગના કપડા પહેરીને કરવા ચોથની પૂજા કરવી જોઈએ. તેનાથી તમને વિશેષ લાભ મળશે.
કુંભ : તમારી રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેમનો મનપસંદ રંગ વાદળી છે. આ રાશિની સૌભાગ્યવતી સ્ત્રીઓએ સિલ્વર કે આસમાની રંગના કપડા પહેરવા જોઈએ.
મીન : મીન રાશિના સ્વામી બૃહસ્પતિ ગ્રહ છે. આ રાશિની સૌભાગ્યવતી સ્ત્રીઓએ લાલ કે ગોલ્ડન રંગના કપડા પહેરવા જોઈએ.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google