હવાનું પ્રદુષણ સિગારેટ કરતા પણ છે આટલું ભયંકર ! આ બીમારીઓનું છે મુખ્ય કારણ. 

હવાનું પ્રદૂષણ જોખમી સાબીત થઈ શકે છે. ક્યારેક ક્યારેક હવા થોડા જ સમયમાં પ્રદૂષકોને બહુ જ ઝડપી વાયુમંડળમાં ફેલાઈ શકે છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કોઈ પણ વ્યક્તિ માટે સંક્રમણથી બચવું લગભગ અસંભવ છે. જો કે પ્રદૂષણનું સ્તર, પ્રદૂષકોનું રિએક્શન અને દરેક વ્યક્તિમાં પ્રદૂષક આધારિત રોગોનું સંક્રમણ અલગ હોય છે. તથ્ય એ છે કે, હવા પ્રદૂષણ માનવ શરીર માટે હાનિકારક છે.

રિપોર્ટ્સ તો એમ પણ કહે છે કે, પ્રદૂષિત હવામાં દિવસ દરમિયાન એક કરતા વધારે સિગરેટ પીવાથી પણ ખરાબ સાબિત થઈ શકે છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે હવાના ક્યાં સ્તર સુધી દુષિત હવા થઈ છે. આ પ્રદૂષણના કારણે થનારી પાંચ બીમારીઓ વિશે કહેવામાં આવ્યું છે.

હૃદય સંબંધી બીમારીઓ : હવા પ્રદૂષણથી હૃદયની બીમારીઓ થઈ શકે છે. તેમાં અસંતુલિત ધડકન, હાર્ટ ફેલ થવું અને હાઇપરટેન્શન છે. જો કે પ્રદૂષિત હવાને લઈને સાવધાન રહેવા માટે આ સમસ્યાઓને ખુદથી દૂર રાખવામાં આવે છે. આ સમસ્યાઓના લક્ષણ શરીર પર દેખાઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં અને હૃદયમાં દુઃખાવો વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.અસ્થમા : આ સામાન્ય બીમારીઓમાંથી એક છે, જે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી મનુષ્યોને પ્રભાવિત કરી શકે છે. આ બીમારી પ્રદૂષિત હવાના કારણે જ થાય છે. જેમાં માણસ શરીરમાં શ્વસન માર્ગમાં સોજો આવી જાય છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સામાન્ય દિનચર્યા ગતિવિધિઓ દરમિયાન પણ ભારે શ્વાસ ચડવો તેનું લક્ષણ છે. અસ્થમાના રોગીઓને તાજી હવા લેવી જોઈએ.

ફેફસાંનું કેન્સર : પ્રદૂષિત હવામાં વધારે સમય પસાર કરવા પર પ્રદૂષક તત્વ ફેફસાંને નુકશાન પહોંચાડે છે અને તેને ક્ષતિગ્રસ્ત કરે છે. હવાનું પ્રદૂષણ લંગ કેન્સર માટે પ્રમુખ માનવામાં આવે છે. આ ફેફસાંને સીધું પ્રભાવિત કરે છે. પ્રદૂષણનું કારણ ફેફસાંમાં અનિયંત્રિત કોશિકાઓની વૃદ્ધિ હોય છે.

નિમોનિયા : પ્રદૂષિત હવા જીવાણુંઓને પોતાની  સાથે લાવે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તે નિમોનિયાનું કારણ બને છે. પ્રદૂષિત હવાના કારણે સતત શ્વાસ લેવાથી આ બીમારી વધારે વકરી શકે છે. તે ઉપરાંત પ્રદૂષણના કારણે થનારી અન્ય બીમારીઓની સાથે આ વધારે ઘાતક બની શકે છે.

કિડનીની બીમારી : હવા પ્રદૂષણના કારણે નેફ્રોપેથી નામની બીમારી થઈ શકે છે. આ બીમારી કિડની સંબંધી છે. તેનાથી અન્ય ઘણી બીમારીઓને જન્મ આપી શકે છે. કાર્બન પ્રદૂષણ શ્વાસની સાથે અંદર જાય છે જે કિડનીને ડેમેજ થવાનો ભય રહે છે. તેનાથી બચવા માટે બહાર જતી વખતી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment